Virat Gujarat
CSR પ્રવૃત્તિઓઅવેરનેસ

અમદાવાદમાં ગ્રીન કવર વધારવા સ્તુત્ય પ્રયાસ

વિશ્વ પર્યાવરણ દિને ATGL, અદાણી ફાઉન્ડેશન અને CERCની મોટી પર્યાવરણીય પહેલ

‘સિંગલ-યુઝ પ્લાસ્ટિક’ ના બહિષ્કારની પ્રતિજ્ઞા, વૃક્ષારોપણ અને પ્લાન્ટ્સનું વિતરણ

ગ્લોબલ વોર્મિંગ અને ક્લાયમેટ ચેન્જના પડકારો સામે માત્ર વાતો નહીં પરંતુ નક્કર અમલીકરણ જરૂરી છે, તે વાતને સાર્થક કરતા અદાણી ટોટલ ગેસ લિમિટેડ (ATGL), અદાણી ફાઉન્ડેશન અને કન્ઝ્યુમર એજ્યુકેશન એન્ડ રિસર્ચ સેન્ટર (CERC) દ્વારા અમદાવાદના ગોતા વિસ્તારમાં વિશ્વ પર્યાવરણ દિવસની અનોખી ઉજવણી કરવામાં આવી હતી. “કુદરતથી પ્રેરિત, ક્લાયમેટ માટે, આપણા ભવિષ્ય માટે” ના વૈશ્વિક સૂત્ર હેઠળ ગોટાના ‘અદાણી ગ્રીનમોસ્ફિયર પાર્ક’ ખાતે લાંબાગાળાના પર્યાવરણીય પ્રભાવ માટે વિશેષ આયોજન કરાયું હતું.

આ પાર્ક જાપાનીઝ ‘મિયાવાકી ટેકનોલોજી’ પર આધારિત છે, જે ઓછા સમયમાં ગીચ શહેરી જંગલ વિકસાવવા વૈશ્વિક સ્તરે સફળ સાબિત થઈ છે.તે અમદાવાદ જેવી મેટ્રો સિટીમાં ગ્રીન કવર વધારવા અને ગ્લોબલ વોર્મિંગ સામે સ્થાનિક સ્તરે લડત આપવા માટે એક આદર્શ ઉદાહરણ પૂરું પાડે છે.

અમદાવાદના એર ક્વોલિટી ઇન્ડેક્સ (AQI) ને ધ્યાનમાં રાખીને, અહીં પ્રદૂષણ સામે લડવા અને હવામાં ઓક્સિજનનું પ્રમાણ વધારતા ખાસ વૃક્ષો જેવા કે આસોપાલવ, ગુલમોહર અને ચંપાના રોપાઓનું વાવેતર કરવામાં આવ્યું હતું. આ પહેલથી સ્થાનિક જૈવવિવિધતાને પુનર્જીવિત કરવામાં મોટી મદદ મળશે.

પર્યાવરણીય સંતુલન ઓફિસથી આગળ વધીને લોકોના ઘર સુધી પહોંચે તેવા આશયથી કાર્યક્રમમાં આવેલા તમામ મુલાકાતીઓને હવા શુદ્ધ કરતા ‘સિંગોનિયમ ઇન્ડોર પ્લાન્ટ્સ’ નું વિતરણ કરવામાં આવ્યું હતું. આ રીતે કંપનીના ESG (એન્વાયરમેન્ટ, સોશિયલ અને ગવર્નન્સ) મૂલ્યોને લોકોની અંગત જીવનશૈલી સાથે જોડવામાં આવ્યા હતા.

કાર્યક્રમ દરમિયાન માત્ર વૃક્ષારોપણ જ નહીં, પરંતુ રોજિંદા જીવનમાં અને વ્યાવસાયિક કામકાજમાં કુદરતી સંસાધનોના વિવેકપૂર્ણ ઉપયોગ તેમજ ‘સિંગલ-યુઝ પ્લાસ્ટિક’ ના સંપૂર્ણ બહિષ્કાર માટે તમામ ઉપસ્થિતોએ સામૂહિક પ્રતિજ્ઞા લીધી હતી.પર્યાવરણ સુરક્ષા તરફ કદમ વધારતા કાર્યક્રમના તમામ અગ્રણીઓ અને ઉપસ્થિતોએ એક વિશેષ સંકલ્પ પત્ર પર હસ્તાક્ષર કર્યા હતા.

ATGL અને સહયોગી સંસ્થાઓની આ સંયુક્ત પહેલ જાગૃતિથી આગળ વધીને પ્રકૃતિના સીધા પુનઃસ્થાપન (Eco-Restoration) તરફનું એક સક્રિય કદમ છે, જે અમદાવાદ જેવા મેટ્રો સિટીને વધુ ગ્રીન અને લો-કાર્બન ભવિષ્ય તરફ દોરી જશે.

Related posts

તમારા ગળામાં છુપાયેલા સંકેતો: માથા અને ગરદનના કેન્સરનું વહેલું નિદાન

viratgujarat

એયુ જયપુર મેરેથોન 2026નું ભવ્ય પોસ્ટર લંડનના હાઉસ ઓફ કોમન્સ ખાતે લોન્ચ કરવામાં આવ્યું

viratgujarat

KVIC દ્વારા ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિ પર ખાદી ઉદ્યોગસાહસિકોને સન્માનિત કરાયું

viratgujarat

Leave a Comment