જો બાલ્યાવસ્થામાં શિક્ષણ અને યુવાનીમાં સંયમ પ્રાપ્ત કર્યું હોય,તો બુઢાપો ખૂબ પ્રિય લાગે છે.
જીવન કષ્ટ,દુષ્ટ,ભ્રષ્ટ કે નષ્ટ નહિ,પણ ઇષ્ટ છે. જીવનસાધનાની પીઠિકા મૃત્યુલોક છે.
સ્મરણ મરણને મારી નાંખે છે.
——————————
સ્વર્ગલોકથી પણ સોહામણું માનવને મૃત્યુલોક;
ત્રણ વસ્તુ અળખામણી:જરા,મરણ,વિજોગ
વિવિધ ચીઠ્ઠીઓમાંમરાઠીનાં અભંગ તથા ગુજરાતી રચનાનો ઉલ્લેખ કરતા કેરલમ્-કેરલની પવિત્ર ભૂમિ એવા કોચિ ખાતે ચાલી રહેલી રામકથા રવિવારે બીજા દિવસે બાપુએ જણાવ્યું કે અહીં સર્જકની થોડીક નિરાશા દેખાય છે.હવે દેશ,કાળ અને પાત્ર બદલાઈ ગયા છે ત્યારે કહું કે જરા-વૃધ્ધતાઅળખામણી કેમ?બુઢાપો પણ વંદનીય થઈ જાય છે. જો બાલ્યાવસ્થામાં શિક્ષણ અને યુવાનીમાં સંયમ પ્રાપ્ત કર્યું હોય તો બુઢાપો ખૂબ પ્રિય લાગે છે.થોડોક દૃષ્ટિકોણ બદલવો જોશે.
સ્વામી સત્ય વેદાંતજીએઓશોએ કહેલી એક કલ્પના કથામાં ભગવાન બુદ્ધ,લાઓત્સે અને કન્ફ્યુસિયસ,જો કે ત્રણેય સમકાલીન નથી,પણ કલ્પનામાં એ સ્વર્ગમાં જાય છે.ત્યાં રહેલી અપ્સરા એક પ્યાલામાં કંઈક પીણું લઈને આવે છે.સૌથી પહેલા લાઓત્સેને એ પ્યાલો આપે છે.લાઓત્સે બે ઘૂંટ પી અને કહે છે કે ખૂબ જ મધુર અને સ્વાદિષ્ટ છે ભગવાન બુદ્ધને આપે છે.બુદ્ધ કડવું છે એમ કહીને છોડી દે છે.છેલ્લેકન્ફ્યુસિયસને આપે છે અને એ કહે છે કે આ બેસ્વાદ છે.આ વાતનો અર્થ એટલો જ કે લાઓત્સે પ્રકૃતિ પ્રેમી,સૌંદર્યના આશિક હતા.મારા માટે પણ મૃત્યુલોક મધુર છે.જગત આટલું સુંદર તો જગદીશ કેટલો સુંદર હશે!રચના આટલી સુંદર તો રચનાકારની સુંદરતાને અહોભાવથી જોવાની કોશિશ કરીએ.આપણનેશીખવવાબુદ્ધે જીવનને દુઃખદ કહ્યું છે.ઘણા લોકો માને છે જીવન કષ્ટ છે,ઘણા કહે છે દુષ્ટ છે.ઘણા માને છે કે જીવન ભ્રષ્ટ છે,કોઈ કહે એ નષ્ટ છે.પણ હું માનું છું કે જીવન મારા માટે ઇષ્ટ છે. જીવનસાધનાની પીઠિકા મૃત્યુલોક છે.
સ્વર્ગનો સાચો માલિક સુરગુરુ-બૃહસ્પતિ છે.એણેઇન્દ્રવગેરેનેરોક્યા નહીં એટલે એની પણ ટીકા થઈ છે.સુરગુરુસુરેશથી પણ ઉપર છે.પાતાળનાગલોકનાં માલિક શુક્રાચાર્ય છે.મૃત્યુલોકનો એકમાત્ર માલિક સદગુરુ છે.એકાંતનો ભોગ નહીં, સેવન કરવું જોઇયે.આપણેએકાંતનેભોગવીએછીએ.હું વારંવાર કહું છું કે:મૈં ઓર મેરી તન્હાઈ નહીં પણ મૈં ઓર મેરા કન્હાઈ-હોવું જોઈએ.
સ્મરણ મરણને મારી નાખે છે.સ્મર એટલે કામદેવ, રણ એટલે સંઘર્ષ.સ્મરણથી કામ આવેગ અને સંઘર્ષથી બચી જવાય છે.
મૃત્યુલોકનાંફાયદાઓગણાવતા કહ્યું કે મરણ છે એટલે જીવન છે.આંસુ વગર કોઈ આશ્રય કરતું નથી શંકરાચાર્ય જગતને મિથ્યા કહે છે,પણ વશિષ્ઠજીરામને એક રૂપક કહે છે જ્યાં સીતા માયા છે.આ જગત પણ માયા છે.તો માયાને માતૃરૂપમાં જોઈએ તો માયા પણ ફાયદા કારક છે.મૃત્યુલોકપ્રકૃતિથી સભર છે.જેટલા પણ સદગ્રંથો આવ્યા,પૃથ્વી ઉપર આવ્યા છે.સ્વર્ગમાં સંપન્નતા છે,પ્રપન્નતા અને પ્રસન્નતા નથી.મૃત્યુલોકમાંપરમાત્માના અવતાર થયા છે.
હનુમાનજીનો વિશેષ પરિચય વાલ્મિકી રામાયણમાં મળે છે.તે બંદર નહીં અતિશય સુંદર,પ્રજ્ઞાવાન છે. એની અતિ સુંદર પ્રવૃત્તિ છે.બંદર હોય તો તોડી નાખે હનુમાનજી સેતુ બાંધે છે.એ કંઈ છુપાવતા નથી પણ ખોજ કરે છે.ભગવાનરામના ત્રિભુવન અવતાર કાર્યમાં જે-જે લોકોએ સહયોગ આપ્યો એની વંદના કરીને સીતારામજીનીવંદના પછી નામવંદનાનું વિસ્તારપૂર્વક ગાયન થયું.શાસ્ત્ર અનુસાર કલયુગમાં પ્રધાન સાધન ભગવાનનું નામ છે.આપણી મા મૃત્યુલોકમાં પ્રગટ થઈ છે એટલે મૃત્યુલોક અનેક સ્વર્ગથી પણ ઉપર છે.
Box:
ડીપ્રેશ થઇ જતી યુવા પેઢીએ આઠે પ્હોરઆનંદમાં રહેવા આટલું કરવું.
મૃત્યુલોકમાં નિરંતર પ્રસન્ન રહેવા માટેનો ઉપાય શું છે?આઠે પ્હોરઆનંદમાં રહેવા માટે જગતગુરુ શંકરાચાર્ય ભગવાને કહ્યું છે,ખાસ કરીને યુવાનો-જે નાની અમથી વાતમાં ડિપ્રેશ થઈ જાય છે એના માટે કહે છે.પાંચ વસ્તુ કરવી:
નિત્ય એકાંતસેવી:એકાંતનું સેવન કરવું.
હિતપરિમિતભોગી:હિતકારી અને મિત ભોજન-ભોગ કરવા.
સકૃતહિતોક્તિ:બીજાનાકલ્યાણની વાત એક વખત કહેવી.
સ્વલ્પનિદ્રાવિહાર:ઓછી નિંદર અને ઓછો વિહાર. અનુનિયમશીલૈ:પોતાના સ્વભાવ અને નિયમમાં ચાલવું.
ભજનયુક્તકાલૈ:સમય પર ભજન અને સ્વાધ્યાય કરવા.
== સમાપ્ત ==
