Virat Gujarat
CSR પ્રવૃત્તિઓઅવેરનેસ

કેન્દ્ર સરકારની ગુજરાતને થપ્પડ: ગુજરાતની સરકારી યુનિવર્સિટીઓને નાણા ન ફાળવીને કર્યો અન્યાય: ડૉ.હિરેન બેન્કર

યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન દ્વારા ગુજરાત રાજ્યની વિવિધ યુનિવર્સિટીઓને છેલ્લા ચાર વર્ષની ગ્રાન્ટના સત્તાવાર આંકડા સાથે ભાજપ સરકાર દ્વારા ગુજરાત પ્રત્યેનાં ઓરમાયા વર્તન – અન્યાય અંગે પર્દાફાશ કરતા ગુજરાત કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડૉ. હિરેન બેન્કરે જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર – યુનિવર્સીટી ગ્રાન્ટ કમીશન (યુજીસી) દ્વારા ગુજરાતની ચાર સરકારી યુનિવર્સીટીને એકપણ નાણા ન ફાળવીને, અથવા તો ચાર વર્ષમાં એકાદ વખત નજીવી ગ્રાન્ટ ફાળવીને ગુજરાતનાં ગરીબ-સામાન્ય-મધ્યમ વર્ગના અભ્યાસ કરતા હજારો વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણથી વંચિત રહેવું પડે તેવી સ્થતિનું નિર્માણ થઇ રહ્યું છે. કેન્દ્રની ભાજપ સરકાર દ્વારા ગુજરાતની ૬ યુનિવર્સિટીને વર્ષ ૨૦૨૫-૨૬માં કેન્દ્ર સરકાર દ્વારા એક પણ રૂપિયો ફાળવ્યો નથી. ઉતર ગુજરાત યુનિવર્સીટી અને ગુજરાત લો યુનિવર્સીટીને સતત ચાર વર્ષથી વિવિધ યોજના અંતર્ગત મળતી ગ્રાન્ટમાં એક પણ રૂપિયા ન ફાળવીને ગુજરાત પ્રત્યેનું ઓરમાયું વર્તન ઉજાગર થયું. વર્ષ ૨૦૨૫-૨૬ ગુજરાતની ઉતર યુનિવર્સિટી, દક્ષીણ ગુજરાત યુનિવર્સીટી, કચ્છ ગુજરાત યુનિવર્સિટી, ગુજરાત લો યુનિવર્સિટી, આઇઆઇએન એમ છ યુનિવર્સીટીને વિવિધ યોજના અંતર્ગત મળવા પાત્ર ગ્રાન્ટનો એક રૂપિયો ફાળવવામાં આવ્યો નથી. ગુજરાતમાં સરકારી અને ગ્રાન્ટેડ કોલેજોમાં લાંબા સમયથી આચાર્યોની ભરતી કરવામાં આવતી નથી, ૪૫ થી ૫૫ ટકા જેટલી અધ્યાપકોની જગ્યા લાંબા સમયથી ભરવામાં આવી નથી. લેબ આસિસ્ટન્ટ – લાયબ્રેરીયન સહિતની ૬૦ ટકાથી વધુ જગ્યાઓ લાંબા સમયથી ખાલી છે તેવામાં કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાતનાં ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે સરકારી યુનિવર્સીટીને નાણા ન ફાળવી ગુજરાતનાં ભવિષ્યને ભારોભાર અન્યાય કરી રહ્યો છે .
ગુજરાતમાં સરકારી – ગ્રાન્ટેડ કોલેજો – પબ્લિક યુનિવર્સિટીઓની વ્યવસ્થાને તોડીને નાંખવા માટે સરકારની સુનિયોજિત નીતિ છે. ઓછી ફીમાં ઉચ્ચ શિક્ષણ મેળવવાની મુશ્કેલ વધે તેવી ભાજપ સરકારની નીતિ છે. ખાનગી યુનિવર્સિટીઓનો ઊંચી ફી ઉઘરાવાના લાયસન્સ આપતી હોય તેમ પબ્લિક યુનિવર્સિટીઓને ઓછી ગ્રાન્ટ આપી કેન્દ્રની ભાજપ સરકાર ગુજરાતને હળહળતો અન્યાય કરી રહી છે. જે જીલ્લા માંથી ગુજરાતનાં શિક્ષણ મંત્રી આવે છે તેવી કચ્છ યુનિવર્સિટીને છેલ્લા બે વર્ષથી શૂન્ય ગ્રાન્ટ ફાળવવામાં આવી છે.ગુજરાતમાં કથળતા શિક્ષણ અંગે કેન્દ્રનાં નીતિ આયોગના રિપોર્ટ પ્રમાણે ઉચ્ચ શિક્ષણ મેળવવામાં અનેક મુશ્કેલીઓ આવી રહી છે અને દર ૧૦૦ વિદ્યાર્થીઓએ ઉચ્ચ શિક્ષણ મેળવાવાનો આંક માત્ર ૧૮થી ૨૨નો છે એટલે કે ઉચ્ચ માધ્યમિક અભ્યાસ પછી ૭૮ થી ૮૨ વિધાર્થીઓ ઉચ્ચ શિક્ષણ મેળવી શકતા નથી. વર્ષ ૨૦૧૪ સુધીમાં કેન્દ્રની કોંગ્રેસ સરકાર શિક્ષણ પાછળ જીડીપીના ૪.૬ ટકા જેટલા નાણાની ફાળવણી કરતી હતી જે બાદ કેન્દ્રની ભાજપ સરકાર શિક્ષણ બજેટમાં સતત ઘટાડો કરીને જીડીપીનાં માત્ર ૨.૫ ટકા જેટલી જ રકમ ફાળવણી કરી રહી છે એટલેકે આગાઉની કોંગ્રેસ સરકાર કરતા શિક્ષણ પાછળ ૫૦ ટકા જેટલો ઘટાડો કરી દીધો છે.આ કોઈ કોંગ્રેસનો આરોપ નથી, ખુદ કેન્દ્ર સરકારે આપેલા આ આંકડા ગુજરાતની ઉચ્ચ શિક્ષણ વ્યવસ્થાની વરવી વાસ્તવિકતા ઉજાગર કરે છે.
શિક્ષણનાં માળખાને સુદ્રઢ કરવા માટે સરકારી –ગ્રાન્ટેડ કોલેજોમાં આચાર્યો-આધ્યાપકોની કાયમી ભરતી કરવામાં આવે, કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાતની તમામ સરકારી- ગ્રાન્ટેડ યુનિવર્સીટીઓને મળવા પાત્ર ગ્રાન્ટ આપવામ આવે તેવી કોંગ્રેસ પક્ષ માંગ કરે છે.

Related posts

ડાયટ અને કસરત દ્વારા ઓટિઝમના 80 ટકા કેસ સારા થઇ શકે છેઃ નિષ્ણાતો

viratgujarat

પ્રીડાયાબિટીસ: એક એવો તબક્કો જ્યાં તમે હજુ પણ તેને ફેરવી શકો છો

viratgujarat

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સોમનાથ મહાદેવ મંદિરમાં કરશે ‘સ્વાભિમાન પર્વ’ વિશેષ મહાપૂજા, 65મા જન્મદિવસે કર્યો વિશેષ સંકલ્પ

viratgujarat

Leave a Comment