આર્દી ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (the “Company”) તેનો રૂ. 2 ની ફેસ વેલ્યૂ ધરાવતા ઇક્વિટી શેરોનો આઈપીઓ (“Offer”)બુધવાર, 5 ઓગસ્ટ, 2026ના રોજ ખોલવાની યોજના ધરાવે છે. એન્કર ઇન્વેસ્ટર માટે બિડીંગ તારીખ, બિડીંગ/ઓફર ખુલવાની તારીખના કામકાજના એક દિવસ અગાઉ એટલે કે મંગળવાર, 4 ઓગસ્ટ, 2026 રહેશે. જ્યારે બિડીંગ/ઓફર બંધ થવાની તારીખ શુક્રવાર, 7 ઓગસ્ટ, 2026 રહેશે.
આ ઓફર માટે રૂ. 2 ની ફેસ વેલ્યૂ ધરાવતા દરેક ઇક્વિટી શેરનો પ્રાઇસ બેન્ડ રૂ. 50થી રૂ. 53 નક્કી કરવામાં આવ્યો છે. રોકાણકારો ઓછામાં ઓછા 281 ઇક્વિટી શેર માટે અને ત્યારબાદ 281 ઇક્વિટી શેરના ગુણાંકમાં બિડ્સ લગાવી શકશે.
આ ઓફરમાં રૂ. 320 કરોડ સુધીના મૂલ્યના ઇક્વિટી શેર્સના ફ્રેશ ઇશ્યૂ(the “Fresh Issue”) તેમજ અમુક પ્રમોટર વેચાણકર્તા શેરધારકો દ્વારા કુલ 1,99,75,000 સુધીના ઇક્વિટી શેરના વેચાણ માટેની ઓફરનો સમાવેશ થાય છે. તેમાં સંદીપ અગ્રવાલ દ્વારા રૂ. 2 ની ફેસ વેલ્યૂ ધરાવતા 99,87,500 સુધીના ઇક્વિટી શેર અને નિકુંજ અગ્રવાલ (together the “Promoter Selling Shareholders”)દ્વારા રૂ. 2 ની ફેસ વેલ્યૂ ધરાવતા 99,87,500 સુધીના ઇક્વિટી શેરનું વેચાણ કરવામાં આવશે.
આ ઓફર સિક્યોરિટીઝ કોન્ટ્રાક્ટ્સ (રેગ્યુલેશન) રૂલ્સ, 1957, સુધારેલા (“SCRR”) નિયમ 19(2)(બી), સેબી આઈસીડીઆર નિયમનના નિયમ 31 તથા સેબી આઈસીડીઆર નિયમનના નિયમ 6(1) અનુસાર બુક બિલ્ડિંગ પ્રક્રિયા દ્વારા હાથ ધરવામાં આવી રહી છે. આ પ્રક્રિયા મુજબ ઓફરનો મહત્તમ 50 ટકા હિસ્સો ક્વોલિફાઇડ ઇન્સ્ટિટ્યૂશનલ બાયર્સ (“QIBs” and such portion, the “QIB Portion”)ને પ્રમાણસર ધોરણે કરવામાં આવશે, એ શરતે કે અમારી કંપની, બુક રનિંગ લીડ મેનેજર સાથેની ચર્ચા બાદ, સેબી આઈસીડીઆર નિયમો અનુસાર ક્યુઆઈબી હિસ્સામાંથી મહત્તમ 60 ટકા હિસ્સો પોતાની વિવેકબુદ્ધિથી એન્કર રોકાણકારોને ફાળવી શકે છે(“Anchor Investor Portion”). આ હિસ્સામાંથી 40 ટકા ફાળવણી નીચે મુજબ ઉપલબ્ધ રહેશે: (1) 33.33 ટકા સ્થાનિક મ્યુચ્યુઅલ ફંડ્સ માટે ઉપલબ્ધ રહેશે અને (2) 6.67 ટકા જીવન વીમા કંપનીઓ તથા પેન્શન ફંડ્સ માટે, એ શરતે કે સ્થાનિક મ્યુચ્યુઅલ ફંડ્સ, જીવન વીમા કંપનીઓ અને પેન્શન ફંડ્સ તરફથી એન્કર ઇન્વેસ્ટર્સને જે ભાવે ફાળવણી કરવામાં આવે છે તે ભાવ અથવા તેનાથી વધુ ભાવે માન્ય બિડ્સ પ્રાપ્ત થઇ હોય (the “Anchor Investor Allocation Price”). જો એન્કર ઇન્વેસ્ટર હિસ્સામાં પૂરતું સબ્સ્ક્રીપ્શન ન મળે અથવા ફાળવણી ન થાય, તો બાકીના ઇક્વિટી શેર નેટ ક્યુઆઈબી હિસ્સામાં ઉમેરવામાં આવશે. ઉપરાંત, નેટ ક્યુઆઈબી હિસ્સામાંથી 5 ટકા હિસ્સો માત્ર મ્યુચ્યુઅલ ફંડ્સને પ્રમાણસર ધોરણે ફાળવવામાં આવશે, એ શરતે કે ઓફર ભાવ અથવા તેનાથી વધુ ભાવે માન્ય બિડ્સ પ્રાપ્ત થાય. નેટ ક્યુઆઈબીહિસ્સાનો બાકીનો ભાગ મ્યુચ્યુઅલ ફંડ્સ સહિત તમામ ક્યુઆઈબી રોકાણકારોને પ્રમાણસર ધોરણે ફાળવવામાં આવશે.
વધુમાં, ઓફરના ઓછામાં ઓછા 15 ટકા હિસ્સો નોન-ઇન્સ્ટિટ્યૂશનલ બિડર્સ માટે ઉપલબ્ધ રહેશે, જે પૈકી નોન-ઇન્સ્ટિટ્યૂશનલ હિસ્સાનો એક-તૃતીયાંશ ભાગરૂ. 2 લાખથી વધુ અને રૂ. 10 લાખ સુધીની બોલી લગાવનારા નોન-ઇન્સ્ટિટ્યૂશનલ ઇન્વેસ્ટર્સ માટે ઉપલબ્ધ રહેશે, જ્યારે બાકીના બે-તૃતીયાંશ ભાગ રૂ. 10 લાખથી વધુની બિડ સાઇઝ ધરાવનારા નોન-ઇન્સ્ટિટ્યૂશનલ ઇન્વેસ્ટર્સ માટે ઉપલબ્ધ રહેશે, એ શરતે કે આ નોન-ઇન્સ્ટિટ્યૂશનલ હિસ્સાની બે સબ-કેટેગરીઝઓમાંથી કોઈ એકમાં ઓછું સબ્સ્ક્રીપ્શન મળે, તો સેબી આઈસીડીઆર નિયમો અનુસાર, નોન-ઇન્સ્ટિટ્યૂશનલ હિસ્સાની અન્ય સબ કેટેગરીમાં નોન-ઇન્સ્ટિટ્યૂશનલ બિડર્સને ફાળવણી કરી શકાશે, જે ઓફર કિંમત કે તેનાથી વધુના ભાવે મળેલી માન્ય બિડ્સને આધીન રહેશે અને ઓફરનો ઓછામાં ઓછો 35 ટકા હિસ્સો સેબી આઈસીડીઆર નિયમનો મુજબ રિટેલ ઇન્ડિવિડ્યુઅલ બિડર્સને ફાળવણી માટે ઉપલબ્ધ રહેશે, જે ઓફર કિંમત કે તેનાથી વધુના ભાવે મળેલી માન્ય બિડ્સને આધીન રહેશે.
(એન્કર ઇન્વેસ્ટર્સ સિવાય) તમામ સંભવિત રોકાણકારો માટે એપ્લિકેશન સપોર્ટેડ બાય બ્લોક્ડ અમાઉન્ટ (“ASBA”) પ્રક્રિયા દ્વારા અરજી કરવી ફરજિયાત રહેશે. આ માટે તેમણે તેમના ASBA ખાતાની વિગતો તથા યુપીઆઈ માધ્યમથી અરજી કરનાર રોકાણકારોએ તેમનું યુપીઆઈ આઈડી આપવાનું રહેશે (જે લાગુ પડે તે) (અહીં જણાવ્યા મુજબ). ત્યારબાદ સંબંધિત બિડની રકમ સેલ્ફ સર્ટિફાઇડ સિન્ડિકેટ બેંકો (“SCSBs”)અથવા યુપીઆઈ મિકેનિઝમ હેઠળની સ્પોન્સર બેંક દ્વારા સંબંધિત બિડની રકમ જેટલી રકમ બ્લોક કરવામાં આવશે. એન્કર ઇન્વેસ્ટર્સને ASBA પ્રક્રિયા દ્વારા આ ઓફરમાં ભાગ લેવાની મંજૂરી નથી.
કંપનીના ઇક્વિટી શેર્સને બીએસઈ લિમિટેડ (“BSE”) અને નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઈન્ડિયા લિમિટેડ (“NSE”) પર લિસ્ટ કરવાની દરખાસ્ત છે. આ ઓફરના હેતુ માટે એનએસઈ નિયુક્ત સ્ટોક એક્સચેન્જ રહેશે.
