Virat Gujarat
બિઝનેસ

અદાણી ફાઉ દ્વારા. મુન્દ્રામાં નિઃશુલ્ક મેગા સર્જિકલ કેમ્પ યોજાયો

મુન્દ્રા ખાતે અદાણી ફાઉન્ડેશન અને કચ્છ કોપર લિમિટેડ (KCL) ના CER સહયોગથી ભવ્ય નિઃશુલ્ક મેગા જનરલ સર્જરી નિદાન અને સારવાર કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યું. સમાજના છેવાડાના લોકો સુધી ગુણવત્તાસભર આરોગ્ય સેવાઓ પહોંચાડવાના ઉદ્દેશ્ય સાથે આ કેમ્પનું આયોજન અદાણી ગ્રુપના ચેરમેન શ્રી ગૌતમભાઈ અદાણીના જન્મદિવસ નિમિત્તે કરવામાં આવ્યું હતું.

મુન્દ્રા સરકારી દવાખાના, શાસ્ત્રી મેદાન સામે સવારે 9:30થી સાંજે 6:00 વાગ્યા સુધી યોજાયેલા આ કેમ્પમાં નિષ્ણાત સર્જનો અને તબીબોની ટીમ દ્વારા દર્દીઓની આરોગ્ય તપાસ, નિદાન, પરામર્શ અને જરૂરી સર્જરી માટેનું માર્ગદર્શન આપવામાં આવ્યું. કેમ્પમાં હાઇડ્રોસીલ, હર્નિયા, ફિમોસિસ, બ્રેસ્ટ સર્જરી, હરસ-મસા, ફિસ્ટુલા, ફિશર, એપેન્ડિક્સ, ગોલબ્લેડર, હિસ્ટરેક્ટમી અને વેરિકોઝ વેન્સ જેવી વિવિધ સર્જરી સંબંધિત બીમારીઓ માટે નિદાન અને સારવારની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી.

આ કેમ્પને સ્થાનિક નાગરિકો તરફથી ઉત્સાહભર્યો પ્રતિસાદ મળ્યો હતો. કુલ 300થી વધુ લાભાર્થીઓએ આરોગ્ય સેવાઓનો લાભ લીધો, જેમાંથી આશરે 140 દર્દીઓને વધુ નિદાન અને વિશેષ સર્જરી માટે રેફર કરવામાં આવ્યા.

કાર્યક્રમ દરમિયાન ડો. ત્રિયાંક શુક્લાએ કેમ્પના ઉદ્દેશ્યો અને તેની સામાજિક અસર અંગે માહિતી આપી હતી. સાથે જ અદાણી હોસ્પિટલમાં ઉપલબ્ધ આધુનિક આરોગ્ય સુવિધાઓ અને નિષ્ણાત તબીબોની સેવાઓ વિશે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું. ડૉ. મંથનએ મુન્દ્રા સામુદાયિક આરોગ્ય કેન્દ્ર (CHC) ની કામગીરી તથા અદાણી ફાઉન્ડેશનના સહયોગથી થયેલા વિકાસ કાર્યો અંગે વિસ્તૃત માહિતી આપી.

અદાણી ફાઉન્ડેશન દ્વારા મુન્દ્રા CHCના સર્વાંગી વિકાસ માટે ઘણા મહત્વપૂર્ણ પગલા લેવામાં આવ્યા છે. માળખાકીય સુધારાઓમાં વૃક્ષારોપણ, પેવર બ્લોક્સ, બાઉન્ડરી વોલનું નવીનીકરણ, પાર્કિંગ શેડ અને RO પ્લાન્ટ રૂમ જેવી સુવિધાઓનો સમાવેશ થાય છે. ઉપરાંત આરોગ્ય કેન્દ્રને આધુનિક બનાવતા નવીન રંગરોગાન અને સુવિધાઓ ઉમેરવામાં આવી છે.

તબીબી સેવા સશક્ત બનવા માટે પેશન્ટ એક્ઝામિનેશન ટેબલ, OT લાઈટ, એક્ઝામિનેશન લાઈટ, વ્હીલચેર, સ્ટ્રેચર, લેબર ટેબલ, ડિલિવરી બેડ, સેમી-ફોલર બેડ, ઇમર્જન્સી ટ્રોલી અને IV સ્ટેન્ડ જેવા આધુનિક સાધનો પણ ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે.

આ કાર્યક્રમમાં અદાણી પોર્ટ્સ એન્ડ SEZના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર શ્રી રક્ષિતભાઈ શાહ, મુન્દ્રા નગરપાલિકાના પ્રમુખ શ્રી ભોજરાજભાઈ ગઢવી, ભાજપ પ્રમુખ શ્રી અરવિંદભાઈ પટેલ, ઉપપ્રમુખ શ્રી આશાબેન સોરઠીયા, CDHO ડૉ. ભંડેરી, સુપરિન્ટેન્ડન્ટ ડૉ. મંથન સહિત અનેક અગ્રણીઓ અને નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમને સંબોધતા શ્રી રક્ષિતભાઈ શાહે પોતાના સંબોધનમાં કહ્યું કે અદાણી ગ્રુપ ‘Growth with Goodness’ના વિઝન સાથે સમાજના સર્વાંગી વિકાસ માટે પ્રતિબદ્ધ છે અને આરોગ્ય ક્ષેત્રે કરવામાં આવતી સેવાઓ આ પ્રતિબદ્ધતાનું પ્રતિબિંબ છે.અદાણી ફાઉન્ડેશન વર્ષોથી આરોગ્ય, શિક્ષણ અને સામાજિક વિકાસના ક્ષેત્રોમાં નોંધપાત્ર કામગીરી કરી રહ્યું છે. મુન્દ્રામાં યોજાયેલો આ મેગા સર્જિકલ કેમ્પ પણ તે જ સેવા ભાવનાનું પ્રતીક બની રહ્યો છે, જેના કારણે અનેક લોકો સુધી ગુણવત્તાસભર આરોગ્ય સેવાઓ પહોંચાડવામાં સફળતા મળી છે અને આરોગ્યમય સમાજ નિર્માણ તરફ મહત્વપૂર્ણ પગલું ભરાયું છે.

Related posts

યુવાન વયસ્કોમાં સ્ટ્રોક: વધતી જતી ન્યુરોલોજીકલ ઇમરજન્સી

viratgujarat

નવા જંત્રી દરો લાગુ કરવાથી થતી સમસ્યા તથા તેના નિરાકરણ માટે દરખાસ્ત: એક ક્રમિક અને સંતુલિત અભિગમ

viratgujarat

‘વંદે ભારતમ’ના ગ્રાન્ડ ફિનાલેમાં દેશભરમાંથી 10 ઇનોવેટર્સની પસંદગી

viratgujarat

Leave a Comment