Virat Gujarat
CSR પ્રવૃત્તિઓઅવેરનેસ

શંકરાચાર્ય આશ્રમ, ચકલાસી ખાતે વૃક્ષારોપણ અને ડાયાબિટીસ નિદાન અને જાગૃતિ કાર્યક્રમ

તા. 10-07-2026 ના રોજ ખેડા જિલ્લાના ચકલાસી ગામે આવેલ શંકરાચાર્ય આશ્રમ ખાતે વૃક્ષારોપણ અને ડાયાબિટીસ નિદાન અને જાગૃતિ અંગેનો વિશિષ્ટ કાર્યક્રમ ડો. પારુલ રાજેશ શાહ ડીસી એન્વાર્યમેન્ટ,  ડીસી ડાયાબિટીસ અવેરનેસ, લાયન્સ ઇન્ટરનેશનલ ડિસ્ટ્રિક્ટ 3232 બી 4  ની આગેવાનીમાં યોજાઈ
લાયન્સ ઇન્ટરનેશનલ ડીસ્ટ્રિક્ટ 3232 બી 4 ના પર્યાવરણના ડી.સી. શ્રી
બી. ડી. પટેલ,  જીએસટી સંગીની શાહ, લાયન્સ ક્લબ ઓફ અમદાવાદ કર્ણાવતી ડિઝાયર લાયોનેસના પ્રમુખ પ્રતિભા અગ્રવાલ ઉપસ્થિત રહેલ.
અમદાવાદના જાણીતા સર્જન અને નરેન્દ્ર મોદી મેડિકલ કોલેજના (નિ.) મેડિકલ સુપ્રિન્ટેન્ડેન્ટ તથા ચકલાસીના વતની ડૉ. રાજેશ શાહ, નડિયાદના શ્રીજી હોસ્પિટલના જાણીતા ફીજીશીયન ડો. જ્યોતીન્દ્ર શાહ, ટ્રસ્ટી શ્રી આશિષ પટેલ, પ્રજ્ઞેશ પારેખ,   રાજુભાઈ જાદવ, કલ્પેશ પટેલ તથા અન્ય ગ્રામજનોએ ઉપસ્થિત રહી પર્યાવરણની સુરક્ષા સાથે ડાયાબિટીસને ભગાડવાની પ્રતિજ્ઞા લીધી હતી.  સંત શ્રી સંતરામ મહારાજ શંકરાચાર્ય આશ્રમના આશીર્વાદથી હાજર ડૉ. પારુલ રાજેશ શાહ એ  “પર્યાવરણ બચાઓ, વૃક્ષો વાવો, ડાયાબિટીસ ભગાવો” નો મંત્ર આપ્યો હતો. ગ્રામજનોએ હાજર રહી પોતાના ડાયાબીટીસની તપાસ કરાવીને તેને અટકાવવા હાજર આગેવાન તબીબીઓની સલાહ મેળવી હતી.
સંતરામ મહારાજજી શંકરાચાર્ય ગાદીની પ્રેરણા થી 100 ગુલાબના વૃક્ષ વાવીને પર્યાવરણ ને શુદ્ધ, શીતળ, સૌમ્ય અને સુગંધિત બનાવવા સાથે “ચંદ્રાવન” બનાવવા શ્રી ચન્દ્ર ચેરીટેબલ ટ્રસ્ટ, ડૉ રાજેશ શાહ ચકલાસીના સહયોગ થી આ કાર્યક્રમનું સફળ આયોજન કરાયું હતું. ” એક પેડ માં કે નામ” આપલા લાડીલા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના સૂચન મુજબ આ વૃક્ષા રોપણ કાર્યક્રમ જે પર્યાવરણ શુદ્ધિકરણ સહીત ડાયાબિટીસને દૂર કરવાના આશ્રયની આયોજિત કરાયો હતો.

Related posts

પ્રોજેક્ટ આરોહન સમુદાયોને સશક્ત બનાવી કરી રહ્યું છે ભવિષ્યનું ઘડતર

viratgujarat

ડલ્કોફ્લેક્સ® દ્વારા આપણે રોજબરોજ કાંઈક કરીએ તેની પર વાર્તાલાપ છેડવા માટે ‘kNOw CONSTIPATION’ કેમ્પેઈન શરૂ કરાઈ

viratgujarat

હરિહૃદય યુવા મહોત્સવ: યુવાનોમાં આધ્યાત્મિકતા અને સેવાનો ભવ્ય ઉત્સવ

viratgujarat

Leave a Comment