Virat Gujarat
ગરબા

નુવોકો દ્વારા “સૌથી ખાસ ગરબા 2026” સાથે ગુજરાતના ગરબા વારસાની ઉજવણી

અમદાવાદ, 14 ઓક્ટોબર, 2026: ભારતની વિશ્વસનીય બિલ્ડિંગ મટીરિયલ્સ કંપની, નુવોકો વિસ્ટાસ કોર્પ લિમિટેડ, તેની મુખ્ય સામુદાયિક પહેલ ‘નુવોકો સૌથી ખાસ ગરબા’ની બીજી આવૃત્તિ દ્વારા ગુજરાતના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાની ઉજવણી કરી રહી છે. નવરાત્રિ દરમિયાન અમદાવાદ, રાજકોટ, વડોદરા અને સુરતમાં આયોજિત આ કેમ્પેઇન ગરબા ગ્રુપ્સને તેમની પ્રતિભા, ઉત્સાહ અને પરંપરાઓ દર્શાવવા તેમજ રૂ.11 લાખના ઈનામ માટે સ્પર્ધા કરવાની તક આપે છે. શોર્ટલિસ્ટ થયેલા ગ્રુપ્સને ગ્રાન્ડ ફિનાલે અને સન્માન સમારોહમાં ભાગ લેવાની તક મળશે, જેમાં પ્રખ્યાત અભિનેત્રી કરિશ્મા કપૂર સેલિબ્રિટી જજ તરીકે હાજર રહેશે.

ગુજરાતની સાંસ્કૃતિક ઓળખમાં ઊંડે સુધી વણાયેલા ગરબા એ શ્રદ્ધા, એકતા અને પેઢીઓને જોડતા સંબંધોનું પ્રતીક છે. “સૌથી ખાસ” નામ મુજબ, આ પહેલ ગુજરાતને ખાસ બનાવતા લોકો, પરંપરાઓ અને સાંસ્કૃતિક વારસા પ્રત્યે નુવોકોની એક ભાવાંજલિ છે. જે રીતે ગરબાના રાસ અને મંડળો સમુદાયોને એકસાથે લાવે છે, તેવી જ રીતે નુવોકો દુરાગાર્ડ સિમેન્ટ મજબૂતી, સસ્ટેનેબિલિટી અને અડીખમ વિશ્વાસનું પ્રતીક છે – જે માત્ર ઘરો અને ઇમારતો જ નથી બનાવતી, પરંતુ એવા સ્થાનોનું નિર્માણ કરે છે જ્યાં પરિવારો એકઠા થાય છે, પરંપરાઓ ખીલે છે અને પેઢીઓ સુધી યાદો સચવાય છે.

આ વર્ષની ઝુંબેશમાં ખાસ તૈયાર કરાયેલું 60-સેકન્ડનું ગરબા એન્થમ અને એક સિગ્નેચર હૂક સ્ટેપ સામેલ છે, જે ભાગ લેનારા ગ્રુપ્સને ગુજરાતની વાઇબ્રન્ટ ગરબા પરંપરાઓની ઉજવણી કરતી વખતે તેમની સર્જનાત્મકતા દર્શાવવા પ્રોત્સાહિત કરે છે. ગ્રુપ્સ આ માટે સમર્પિત કૅમ્પેન વેબસાઇટ દ્વારા નોંધણી કરાવી શકે છે અને તેમના પ્રદર્શનની વિગતો તથા વીડિયો સબમિટ કરી શકે છે. પસંદગી પામેલા ગ્રુપ્સના ઓન-ગ્રાઉન્ડ પર્ફોર્મન્સ અને ડિજિટલ સ્ટોરીટેલિંગ દ્વારા તેમની પ્રતિભા અને સાંસ્કૃતિક અભિવ્યક્તિને વિશાળ દર્શક વર્ગ સુધી પહોંચાડવામાં આવશે. આ ઓન-ગ્રાઉન્ડ ઝુંબેશ 11 થી 19 ઓક્ટોબર, 2026 દરમિયાન નવ રાત માટે અહમદાબાદ, રાજકોટ, વડોદરા અને સુરતના લોકપ્રિય આયોજન સ્થળો પર યોજાઈ રહી છે.

નુવોકો વિસ્ટાસ કોર્પ લિમિટેડના માર્કેટિંગ, ઇનોવેશન અને સેલ્સ એક્સેલન્સના હેડ ચિરાગ શાહે જણાવ્યું હતું કે, “સમગ્ર ગુજરાતના લોકોના હૃદયમાં ગરબાનું એક વિશેષ સ્થાન છે. તે આપણી પરંપરાઓ, આપણા સમુદાયો અને આપણને એકબીજા સાથે જોડતા સંબંધોનો ઉત્સવ છે. ‘નુવોકો સૌથી ખાસ ગરબા’ દ્વારા, અમે આ સાંસ્કૃતિક વારસાનું સન્માન કરવા માંગીએ છીએ અને તેને જીવંત રાખનારાઓની પ્રતિભા અને ઉત્સાહને બિરદાવવા માંગીએ છીએ. જે રીતે નુવોકો દુરાગાર્ડ સિમેન્ટ મજબૂતી અને ટકાઉ વિશ્વાસનું પ્રતીક છે, તે જ રીતે અમે લાંબા સમય સુધી ટકી રહે તેવા સંબંધો બાંધવામાં વિશ્વાસ રાખીએ છીએ. ગુજરાત હંમેશા અમારા માટે એક મહત્વપૂર્ણ બજાર રહ્યું છે, અને આ પહેલ અમે જે સમુદાયોની સેવા કરીએ છીએ તેમના જીવન અને ઉજવણીઓનો ભાગ બનવાની અમારી પ્રતિબદ્ધતા દર્શાવે છે.”

વડરાજ સિમેન્ટ લિમિટેડના અધિગ્રહણ દ્વારા ગુજરાતમાં નુવોકોની સતત વધતી હાજરી વધુ મજબૂત બની છે, જે રાજ્ય પ્રત્યે તેની લાંબા ગાળાની પ્રતિબદ્ધતા દર્શાવે છે. ‘સૌથી ખાસ ગરબા’ જેવી પહલો દ્વારા, નુવોકો લોકો માટે સૌથી વધુ મહત્વ ધરાવતી પરંપરાઓની ઉજવણી કરીને ગ્રાહકો અને સમુદાયો સાથે પોતાના સંબંધો વધુ ગાઢ બનાવવા માંગે છે.

Related posts

રસીકરણ થકી દિકરીઓને સર્વાઈકલ કેન્સરથી બચાવવાના ઉમદા હેતુ માટે રોટરી આસી. ગર્વનર અમદાવાદ-ગાંધીનગર દ્વારા ‘રોટરી ગરબા ૨૦૨૫’નું ભવ્ય આયોજન

viratgujarat

ખેલૈયાઓ “ગરબા ગ્રુવ 2025” ખાતે દરરોજ નવા સેલેબ્સ સાથે ગરબાની મજા માણી

viratgujarat

પાર્શ્વ જ્વેલરી હાઉસ નોરતા નગરી વિથ કીર્તિદાન ગઢવી 2025 ગરબાનું આયોજન હેક્ટા ઇન્ફ્રાસ્ટ્રક્ચર (અર્જુનભાઈ ભૂતિયા),જીગર ચૌહાણ પ્રોડક્શન (જીગરભાઈ ચૌહાણ), જયેશભાઈ પરમાર તથા ક્રિષ્ના કીર્તિદાન ગઢવી દ્વારા કરવામાં આવ્યું છે.

viratgujarat

Leave a Comment