Virat Gujarat
બિઝનેસ

મુન્દ્રાપોર્ટ પર નવનિર્મિત VLCC ટર્મિનલનુંવિધિવતઉદ્ઘાટન કરવામાં આવ્યું

અદાણીપોર્ટ્સ એન્ડ સેઝનામુંદ્રાપોર્ટ પર તાજેતરમાં નવનિર્મિતVLCC ટર્મિનલનુંવિધિવતઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ ટર્મિનલ દેશનું પ્રથમ VLCC (Very Large Crude Carrier) ટર્મિનલ છે અને પોર્ટએન્જિનિયરિંગનો ઉત્તમ નમૂનો છે.

આ ટર્મિનલમાં વિશાળ જહાજોનેલાંગરવા માટે અત્યંત ઊંડો ડ્રાફ્ટ, અદ્યતન મરીનઈન્ફ્રાસ્ટ્રક્ચર તથા સુવિધાસભરજેટ્ટીનું નિર્માણ કરવામાં આવ્યું છે. વધુમાં, જેટ્ટીથી લગભગ 489 કિલોમીટર લાંબી પાઇપલાઇન દ્વારા બાડમેર સ્થિત HPCL રાજસ્થાન રિફાઇનરી સાથે સીધી જોડાણ સુવિધા ઉપલબ્ધ છે, જે ક્રૂડતેલના ઝડપી અને કાર્યક્ષમ પરિવહન માટે મહત્વપૂર્ણ સાબિત થશે.

આ ટર્મિનલનું લોકાર્પણ ભારત સરકારના વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયના વિદેશ વેપાર નિયામક જનરલશ્રી લવ અગ્રવાલના હસ્તે રીબીન કાપી અને પરંપરાગત પૂજા વિધિ સાથે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મુન્દ્રા અને તુણાપોર્ટના આ પ્રસંગે મુન્દ્રા અને તુણાપોર્ટનાંસી.ઈ.ઓ.શ્રીસુજલકુમાર શાહ, અભિનવ ગુપ્તા (ડીસી- મુન્દ્રાએસ.એ.ઝેડ), કૃષ્ણકાંતમેહતા (એસ.ઓ.કસ્ટમ, મુન્દ્રા) અને પોર્ટના સંલગ્ન વિભાગના વડાઓ અને અધિકારીઓ ઉપસ્થિતિ રહ્યા હતા. શ્રી અગ્રવાલ (ડીજી-ડીજીએફટી) પોર્ટના આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર, તેની ગુણવત્તા અને વિશાળ કામગીરીથી પ્રભાવિત થયા હતા અને સરાહના કરી હતી.

Related posts

ધ મુકુથી શો

viratgujarat

ગુજરાતી કલા અને સાહિત્ય માટે ગૌરવવંતી ક્ષણ: માણભટ્ટ પરંપરામાં સર્જાયો નવો ઇતિહાસ, લક્ષ્મી વિલાસ પેલેસ ખાતે માણભટ્ટ પરંપરાનો ઐતિહાસિક સફળ પ્રયોગ

viratgujarat

મોટો મોરિની સીમમેઝો 650 રેન્જ – હવે રૂ.4.99 લાખથી શરૂ! MY-2025 મોડેલ્સની કિંમતમાં રૂ.2 લાખની કિંમતનો ઘટાડો!

viratgujarat

Leave a Comment