Virat Gujarat
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

નેપાળ બસ દુર્ધટનામાં માર્યા ગયેલાઓને મોરારિબાપુની શ્રધ્ધાંજલિ અને પરિવારજનોને સહાય

ગુજરાત, અમદાવાદ | ૨૫ ફેબ્રુઆરી ૨૦૨૬ — થોડા સમય પહેલાં નેપાળમાં એક બસ દુર્ધટનાનો ભોગ બની હતી. પ્રાપ્ત અખબારી યાદી મુજબ નેપાળમાં પોખરાથી કાઠમાંડુ તરફ જઈ રહેલી બસમાં ૪૪ યાત્રીઓ સવાર હતા. અચાનક જ આ બસના ચાલકે કાબૂ ગુમાવતા બસ ૨૦૦ ફીટ ઉંડી ખીણમાં ખાબકી હતી અને જોતજોતામાં ૧૮ લોકોનાં કરુણ મોત નિપજયા હતા.

પૂજ્ય મોરારીબાપુએ આ ઘટનામાં માર્યા ગયેલાઓને શ્રધ્ધાંજલિ પાઠવી છે અને તેમના પરિવારજનોને પ્રત્યેકને રૂપિયા પંદર હજાર લેખે કુલ મળીને રુપિયા ૨,૭૦,૦૦૦ ની સહાયતા રાશિ અર્પણ કરી છે જે નેપાળ સ્થિત રામકથાના શ્રોતા દ્વારા પહોંચાડવામાં આવશે. નેપાળ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટીમને સાથે રાખી આ સહાયતા રાશિ પહોંચાડવામાં આવશે. પૂજ્ય મોરારીબાપુએ તમામ મૃતકોના નિર્વાણ માટે પ્રાર્થના કરી છે અને તેમના પરિવારજનોને દિલસોજી પાઠવી છે.

Related posts

સેમસંગ આરએન્ડડી ઈન્સ્ટિટ્યૂટ, નોઈડા અને આઈઆઈટી મદ્રાસ વચ્ચે ભારતીય ભાષાઓ, હેલ્થટેક માટે AI જનરેટિવ AI પર સંશોધન કરવા માટે સમજૂતી કરાર

viratgujarat

ઉદયપુરમાં મેરિયોટ હોટેલ્સનો પ્રારંભ, ઉદયપુર મેરિયોટ હોટેલમાં કાલાતીત આકર્ષણ, સાંસ્કૃતિક વારસો અને સમકાલીન ભવ્યતાનું મિશ્રણ

viratgujarat

ઇલેક્ટ્રોનિકા ઇન્ડિયા અને પ્રોડક્ટ્રોનિકા ઇન્ડિયાએ ભારત ઇલેક્ટ્રોનિક્સ યાત્રા શરૂ કરી

viratgujarat

Leave a Comment