Virat Gujarat
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

આંધ્રપ્રદેશની આગ દુર્ધટનામાં અકાળે મૃત્યુ પામેલા લોકોને મોરારિબાપુની શ્રધ્ધાંજલિ અને પરિવારજનોને સહાય

ગુજરાત, અમદાવાદ | ૦૨ માર્ચ ૨૦૨૬ — પ્રાપ્ત વિગતો અનુસાર આંધ્રપ્રદેશ ખાતે કાકીનાડા જીલ્લામાં વેટલાપાલેમ ગામમાં ગત શનિવારે ફટાકડાની ફેક્ટરીમાં વિસ્ફોટ થયો હતો જેમાં ૨૧ લોકોનાંઅકાળે અવસાન થયા છે. આ ઘટનામાં ૮થી વધુ લોકોને ઈજાઓ પહોંચી છે. સ્થાનિક લોકો દ્વારા મળતી માહિતી મુજબ બપોરે બે વાગ્યે બ્લાસ્ટ થયો હતો જેમાં જોતજોતાંમાં ૨૧ લોકોનાં કરુણ મોત નિપજયા હતા.

પૂજ્ય મોરારીબાપુએ આ ઘટનામાં માર્યાગયેલાઓને શ્રધ્ધાંજલિ પાઠવી છે અને તેમના પરિવારજનોને તત્કાળ રાહત મળે તે હેતુથી પ્રત્યેકને રૂપિયા પંદર હજાર લેખે કુલ મળીને રુપિયા ૩,૧૫,૦૦૦ ની સહાયતા રાશિ અર્પણ કરી છે જે મુખ્ય પ્રધાન રાહત ફંડ માં જમા કરાવવામાં આવશે અને તેની વિતિય સેવા મુંબઈ સ્થિત રામકથાના શ્રોતા દ્વારા કરવામાં આવશે. પૂજ્ય મોરારીબાપુએ તમામ મૃતકોના નિર્વાણ માટે હનુમાનજીનાં ચરણોમાં પ્રાર્થના કરી છે.

Related posts

ફૂડ સર્વિસીસ માર્કેટ અસંગઠિત સેગમેન્ટની સરખામણીએ સંગઠિત સેગમેન્ટની 2x ગતિએ વૃદ્ધિ સાથે 2030 સુધીમાં US$ 125 બિલિયન કરતાં વધુનું થશે: કિર્ની સાથે ભાગીદારીમાં સ્વિગીની હાઉ ઇન્ડિયા ઇટ્સ 2025 આવૃત્તિ બહાર પડી

viratgujarat

પુષ્પા જ્વેલર્સ લિમિટેડનો IPO 30 જૂન, 2025 ના રોજ ખૂલશે

viratgujarat

Amazon.in ના ‘ગ્રેટ સેવિંગ્સ સેલિબ્રેશન’ સ્ટોરફ્રન્ટમાં GST બચતનો લાભ મેળવો

viratgujarat

Leave a Comment