Virat Gujarat
CSR પ્રવૃત્તિઓઅવેરનેસ

સતત 15 વર્ષથી થઈ યોજાઈ રહેલ “રાજસ્થાન સ્થાપના દિવસ”અંતર્ગત આ વર્ષે પણ ભવ્ય ઉજવણીનું આયોજન

ગુજરાત રાજસ્થાન મૈત્રી સંઘના સંયોજકશ્રી નરેન્દ્રસિંહ પુરોહિત એક નિવેદન દ્વારા જણાવે છે કે તત્કાલીન મુખ્યમંત્રી અને વર્તમાન પ્રધાનમંત્રી આદરણીયશ્રી નરેન્દ્રભાઈ મોદીજીની સદ પ્રેરણાથી પ્રારંભ કરેલું રાજસ્થાન સ્થાપના દિવસનું આયોજન સતત 15 વર્ષથી સમાજને સંગઠિત કરવા સમરસતાનો ભાવનિર્માણ કરવા સર્વ સમાજને સાથે રાખીને ! राष्ट्र प्रथम!!ની ભાવનાને જાગૃત કરવા માટે તારીખ 29મી માર્ચે- રવિવારે, સાંજે નારાયણ રાવ ભંડારી પાર્ટી પ્લોટ ,માનવ મંદિર સામે, ડ્રાઇવિંગ રોડ, અમદાવાદ ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે.

રાજસ્થાન સ્થાપના દિવસ કાર્યક્રમમાં ગુજરાતના લોકપ્રિય મૃદુ અને મક્કમ મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ જી, પ્રદેશ અધ્યક્ષ આદરણીયશ્રી જગદીશભાઈ વિશ્વકર્માજી, મહામંત્રીશ્રીઓ, રાજસ્થાન ભાજપના પૂર્વ અધ્યક્ષશ્રી ડૉ સતિષજી પુનિયા, પૂર્વ કેન્દ્રીય મંત્રીશ્રી પી પી ચૌધરીજી, ભાજપ શહેર અધ્યક્ષશ્રી પ્રેરક ભાઈ શાહ, પ્રદેશ મહામંત્રીશ્રીઓ, અમદાવાદ શહેરના સાંસદો, ધારાસભ્યોશ્રીઓ ,મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમ, કાઉન્સિલરશ્રીઓ,વરિષ્ઠ આગેવાનો, સામાજિક અગ્રણીઓ , વિશિષ્ટ કામગીરી દ્વારા સમાજ-રાષ્ટ્રનું ગૌરવ વધારનારા મહાનુભાવોને આમંત્રિત કરવામાં આવ્યા છે .

રાજસ્થાન સ્થાપના દિવસ સમારોહ સર્વગ્રાહી- સર્વહિતૈષી બની રહે તેના માટે ખૂબ જીણવટ પૂર્વકના પ્રયાસો કરવા આવ્યા છે.
કાર્યક્રમમાં રાજસ્થાનના સુપ્રસિદ્ધ કલાકારો દ્વારા સાંસ્કૃતિક સંઘ્યાનું ભવ્ય આયોજન સાથે જ સમાજમાં સમરસતાનું ભાવ જાગૃત થાય દરેક સમાજ એક સાથે મળીને તહેવારોનું આયોજન કરે તેના માટે રાષ્ટ્રરક્ષા યજ્ઞ, ભારત માતા પૂજન, ગૌ માતા પૂજનનું આયોજન તેમજ સમાજના સુખાકારી માટે અને રોગ મુક્ત સમાજના નિર્માણ માટે નિઃશુલ્ક સર્વ રોગ નિદાન કેમ્પ તથા આંખોની તપાસણી અને નિઃશુલ્ક ચશ્માં વિતરણનું કાર્યક્રમ પણ રાખવામાં આવેલ છે,

આ કાર્યક્રમમાં જે બહેનો માતાઓ પોતાના ઘરે ગૃહ ઉદ્યોગ થકી ચીજ વસ્તુઓ બનાવીને વેચે છે તેઓને એક સારો પ્લેટફોર્મ મળી રહે તે હેતુથી અહીં તેઓને વેચાણ અને પ્રદર્શન માટેની તક આપવામાં આવશે.

કાર્યક્રમમાં હજારો નરનારી પોતાના પરંપરાગત રાજસ્થાની પહેરવેશમાં આવશે, રાજસ્થાની પરંપરાગત નૃત્ય ગૈર અને છંગનો આનંદ પણ માણશે. સમાજ- રાષ્ટ્રના ગૌરવ માટે વિશેષ ઉપલબ્ધિ પ્રાપ્ત કરનારા મહાનુભાવોનો વિશેષ સન્માન કરવામાં આવશે.

Related posts

Sprint Era દ્વારા આયોજિત TCL ટૂર્નામેન્ટ સીઝન 17માં મહિલાઓએ ક્રિકેટ મેદાનમાં રચ્યો ઇતિહાસ

viratgujarat

એચસીજી હોસ્પિટલ્સ અમદાવાદે બોર્ન ટ્યુમર માટે ગુજરાતનું પ્રથમ નેવિગેશન ગાઇડેડ રેડિયો ફ્રીક્વન્સી એબ્લેશન કર્યું

viratgujarat

આરસીએમની રૂપાંતરણ યાત્રા અમદાવાદ પહોંચશે, સેવા ભાવના, આરોગ્ય જાગૃતિ અને જીવન મૂલ્યોને પ્રોત્સાહન આપશે

viratgujarat

Leave a Comment