ગુજરાત/પુણે, 26 માર્ચ, 2026:Bajaj Finservએ આજે તેના ડિજિટલ-ફર્સ્ટ સંગીત પ્રતિભા પ્લેટફોર્મ ‘બજાજ ધુનિવર્સ’ના ગ્રાન્ડ સમાપનની જાહેરાત કરી છે, જેનું ફિનાલે 31 માર્ચે મુંબઈમાં યોજાશે. આ કાર્યક્રમ દરમિયાન દિગ્ગજ સંગીતકાર ત્રિમૂર્તિ શંકર-અહેસાન-લોયની હાજરીમાં ‘વોઇસ ઓફ ધ નેશન’નીજાહેરાત કરવામાં આવશે.
છેલ્લા છ મહિનામાંબજાજ ધુનિવર્સ સંગીત પ્રતિભાની શોધ માટે વિશ્વસનીય અને ટેકનોલોજી આધારિત પ્લેટફોર્મ તરીકે ઉભરી આવ્યું છે. આ પ્લેટફોર્મ મારફતે મેટ્રો શહેરોથી લઈને અંતરિયાળ વિસ્તારો સુધીના 60,000થી વધુ ઉમેદવારોને ઑડિયો અને વીડિયો સબમિશન દ્વારા ઓડિશન આપવાની તક મળી અને તેમનેશંકર-અહેસાન-લોયદ્વારા શોધવામાં આવ્યા છે.
ગ્રાન્ડ ફિનાલેમાં દસ ફાઇનલિસ્ટ્સ અને એક વાઇલ્ડ-કાર્ડ દ્વારા લાઇવ પરફોર્મન્સ રજૂ કરવામાં આવશે. જે બધાને સંગીતકાર શંકર-અહેસાન-લોયદ્વારા પસંદ કરવામાં આવ્યા છે. વિજેતાનેશંકર-અહેસાન-લોયસાથે મળીને બજાજની સોનિક ઓળખ (sonic identity) તૈયાર કરવાની તક મળશે તેમજઝી મ્યુઝિક કંપનીસાથે એક સ્વતંત્ર આલ્બમ બનાવવા માટેની તક મળશે.
ડિજિટલ પ્લેટફોર્મના પ્રેસિડેન્ટ માનવ મિઆનવાલે જણાવ્યું કે, “અમે દેશ અને આપણા લોકો પ્રત્યેની જવાબદારીરૂપે એવા પ્લેટફોર્મ્સમાં રોકાણ કરવાનું જરૂરી માનીએ છીએ, જે પ્રતિભાને પ્રોત્સાહન આપે અને નવા રોલ મોડલ્સ ઉભા કરે. અમે પરફોર્મિંગ આર્ટ્સ, રમતગમત, ટેકનોલોજી અને સંસ્કૃતિ જેવા વિવિધ ક્ષેત્રો માટે પણ આ પ્લેટફોર્મ્સમાં સતત રોકાણ કરી રહ્યા છીએ. બજાજ ધુનિવર્સ અમારી લાંબા ગાળાની પ્રતિબદ્ધતાઓમાંનું એક છે. પ્રથમ વર્ષમાં મળેલા અદભૂત પ્રતિસાદે અમને બીજા વર્ષે આ પહેલને વધુ મોટી અને ઉત્તમ બનાવવાની પ્રેરણા અને હિંમત આપી છે.
શંકર મહાદેવનેઆ પહેલ વિશે વાત કરતાજણાવ્યુંકે, “બજાજ ધુનિવર્સ વિશે મને સૌથી ખાસ એ લાગ્યું કે તેઓ ભારતના દરેક ખૂણામાંથી સંગીત પ્રતિભાને શોધવા અને તેને આગળ લાવવા માગે છે. ડિજિટલ-ફર્સ્ટ અભિગમે ભાગીદારીને ખરેખર સર્વસમાવેશક બનાવી છે, જેના કારણે અનેક ઉત્તમ સિંગર સામે આવ્યા છે, જે ખુબ સારી પ્રતિભા ધરાવે છે.”
અહેસાન નૂરાનીએ ઉમેર્યું, “મૂલ્યાંકન દરમિયાન અમે જે વિવિધતા, ઊંડાણ અને પ્રતિબદ્ધતાજોઈતેઅસાધારણહતી. દેશભરમાંથી મળતી પ્રતિભાની ગુણવત્તા ખરેખર પ્રેરણાદાયી રહી છે.”
લોય મેન્ડોસાએ કહ્યું, “ભારતમાં હંમેશા વિશાળ સંગીત પ્રતિભા રહી છે. બજાજ ધુનિવર્સે એવું પ્લેટફોર્મ બનાવ્યું છે જ્યાં સંગીતકારો આગળ આવી શકે અને તેમને શોધી પણ શકાય છે. આ એક ખૂબ જ સંતોષકારક અનુભવ રહ્યોઅને હું ફિનાલેની આતુરતાથી રાહ જોઈ રહ્યો છું.”
જુઓ: YouTube પર બજાજ ધુનિવર્સhttps://l1nq.com/PKgN3
બજાજ ધુનિવર્સ- ડિજિટલ-ફર્સ્ટ, ટેલેન્ટ પ્લેટફોર્મ
બજાજ ધુનિવર્સને દેશવ્યાપી સંગીત પ્રતિભા શોધ પહેલ તરીકે શરૂ કરવામાં આવ્યું હતું, જે ઉભરતી પ્રતિભાને ઓળખવા, પ્રોત્સાહિત કરવા અને આગળ લાવવા માટે તૈયાર કરવામાં આવ્યું છે. મજબૂત ડિજિટલ માળખા પર આધારિત આ પ્લેટફોર્મ કડક અને પારદર્શક મૂલ્યાંકન પ્રક્રિયા પ્રદાન કરે છે, જે તમામ વય જૂથના ગાયક અને સંગીતકારો માટે ખુલ્લું છે- જેમાં ફિઝિકલ ઓડિશનની મર્યાદાઓ રહેતી નથી.
મજબૂત રાષ્ટ્રીય પ્રતિસાદ
એન્ટ્રીઓ 7 નવેમ્બર, 2025થી શરૂ થઈ અને 8 જાન્યુઆરી, 2026એ બંધ થઈ, જેમાં 60,000થી વધુ સબમિશન પ્રાપ્ત થયા અને તે પણ ટેલિવિઝન પ્રચાર અથવા ભારે સ્તરની જાહેરાત અભિયાનો વગર. આ પ્લેટફોર્મે નાના શહેરો, ગામડાંઓ અને મોટા શહેરોના ભાગીદારોને સમાન તક સુનિશ્ચિત કરી.
શંકર-અહેસાન-લોય દ્વારા માર્ગદર્શન અને પસંદગી
કડક અને બહુસ્તરીય મૂલ્યાંકન પ્રક્રિયા દ્વારા એન્ટ્રીઓને ટોચના 100 સ્પર્ધકો સુધી સીમિત કરવામાં આવ્યા, જેમનેશંકર-અહેસાન-લોયદ્વારા ડિજિટલ એપિસોડિક ફોર્મેટમાં માર્ગદર્શન આપવામાં આવ્યું અને તેમનું મૂલ્યાંકન કરવામાં આવ્યું. આ જૂથમાંથી 10 ફાઇનલિસ્ટ્સ અને એક વાઇલ્ડ કાર્ડ સ્પર્ધકની પસંદગી કરવામાં આવી.
31 માર્ચે ગ્રાન્ડ ફિનાલે
ફાઇનલિસ્ટ્સઅનેએકવાઇલ્ડ-કાર્ડસ્પર્ધક 31 માર્ચે મુંબઈમાં આયોજિત ઑન-ગ્રાઉન્ડ ઇવેન્ટમાં લાઇવ પરફોર્મન્સ આપશેઅને આ કાર્યક્રમ દેશભરમાં સ્ટ્રીમ કરવામાં આવશે.શંકર-અહેસાન-લોયદ્વારા પસંદ કરાયેલા વિજેતાને નીચે મુજબની તક મળશે:
- Zee Music Company સાથે સ્વતંત્ર આલ્બમ રેકોર્ડ કરવાની તક
- શંકર-અહેસાન-લોયસાથે Spotify પર રિલીઝ માટે કોલોબ્રેશન કરવાની તક
- સીઝન 1ના ‘વોઇસ ઓફ બજાજ’ તરીકે બજાજ એન્થમ (Anthem) સહ-સર્જન કરવાની તક
