Virat Gujarat
CSR પ્રવૃત્તિઓએજ્યુકેશન

અદાણી યુનિવર્સિટીમાં AI અને એન્જિનિયરિંગ માટે બે અત્યાધુનિક લેબ્સ શરૂ ક્વાલકોમ અને IIT બોમ્બે સાથે ડીપ-ટેક પહેલ

અદાણી યુનિવર્સિટીએ વિદ્યાર્થીઓને આધુનિક ટેક્નોલોજી સાથે પ્રાયોગિક તાલીમ મળી રહે તે માટે મહત્વપૂર્ણ પહેલ કરી છે. યુનિવર્સિટીએ ક્વાલકોમ ટેક્નોલોજીસ અને IIT બોમ્બે સાથે મળીને બે નવી સુપર-સ્પેશિયાલિટી લેબ્સ શરૂ કરી છે. તેમાં ક્વાલકોમ દ્વારા સંચાલિત ‘Arduino Edge AI Lab’ અને IIT બોમ્બેના ઇ-યંત્ર પ્રોગ્રામ હેઠળ ‘Engineering Exploration Program (EEP) Lab’નો સમાવેશ થાય છે. આ બંને લેબ્સ વિદ્યાર્થીઓને AI, એજ કમ્પ્યુટિંગ, IoT, એમ્બેડેડ સિસ્ટમ્સ અને ઇન્ડસ્ટ્રિયલ ઓટોમેશન જેવા ક્ષેત્રોમાં હેન્ડ્સ-ઓન અનુભવ આપશે.

‘Arduino EdgeAI Lab’માંવિદ્યાર્થીઓને ઉદ્યોગમાં ઉપયોગમાં લેવાતા એજ કમ્પ્યુટિંગ પ્લેટફોર્મ્સ પર કામ કરવાની તક મળશે. અહીં તેઓ AI મોડલ્સ ડિઝાઇન, ટેસ્ટ અને ઓપ્ટિમાઇઝ કરી શકશે. આ લેબ ખાસ કરીને એજ AI, ઇન્ટરનેટ ઓફ થિંગ્સ, કમ્પ્યુટર વિઝન અને સ્માર્ટ ડિવાઇસિસ જેવા ક્ષેત્રો પર કેન્દ્રિત રહેશે. બીજી તરફ,IIT બોમ્બેની EEP Lab વિદ્યાર્થીઓને ઇલેક્ટ્રોનિક્સ, એમ્બેડેડ સિસ્ટમ્સ, પ્રોગ્રામિંગ અને ઓટોમેશનમાં પ્રેક્ટિકલ તાલીમ આપશે, જેથી ક્લાસરૂમમાં મેળવેલું જ્ઞાન વાસ્તવિક પ્રોજેક્ટ્સમાં ઉપયોગી બની શકે.

આ લેબ્સનું ઉદ્ઘાટન અદાણી યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ ડો. પ્રીતિ જી. અદાણી દ્વારાક્વાલકોમ ટેક્નોલોજીસ ઇન્ડિયાના પ્રેસિડેન્ટ શ્રી રાજેન વાગડિયાની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું. આ સહયોગનો હેતુ વિદ્યાર્થીઓને ભવિષ્યની ડિજિટલ અર્થવ્યવસ્થા માટે વધુસારી રીતે તૈયાર કરવાનો છે. આ લેબ્સમાંથી થનારા સંશોધન અને પ્રોટોટાઇપ્સ સ્માર્ટ હેલ્થકેર, સ્માર્ટ સિટી, ઇન્ટેલિજન્ટ ટ્રાન્સપોર્ટેશન, ઇન્ડસ્ટ્રિયલ ઓટોમેશન અને 5G/6G કનેક્ટેડ નેટવર્ક્સ જેવા ક્ષેત્રોમાં ઉપયોગી બની શકે છે.

અદાણી યુનિવર્સિટીના પ્રોવોસ્ટ પ્રો. ધવલ પૂજારાએ કહ્યું કે આધુનિક ટેક્નોલોજી આધારિત અર્થતંત્ર માટે વિદ્યાર્થીઓને ઉદ્યોગજગતનો સીધો અનુભવ મળવો ખૂબ જરૂરી છે. વાસ્તવિક પડકારો પર કામ કરવાની તક તેમને સમસ્યા ઉકેલવાની ક્ષમતા, ટેક્નિકલ સમજ અને સર્જનાત્મકતા વિકસાવવામાં મદદ કરશે.

યુનિવર્સિટીના રજિસ્ટ્રાર પ્રો. અમિષ વ્યાસે જણાવ્યું કેઆ નવી સુવિધાઓ અદાણી યુનિવર્સિટીના સંશોધન માળખાને વધુ મજબૂત બનાવશે. વિદ્યાર્થીઓ, સંશોધકો અને ઉદ્યોગ નિષ્ણાતોને એક સાથે લાવીને યુનિવર્સિટી પ્રાયોગિક શિક્ષણ, ઇન્ડસ્ટ્રી કનેક્ટ અને ડીપ-ટેક પ્રોજેક્ટ્સ માટે મજબૂત પ્લેટફોર્મ ઊભું કરી રહી છે.

Related posts

કર્ણાવતી યુનિવર્સિટીના છઠ્ઠા દીક્ષાંત સમારોહમાં શૈક્ષણિક શ્રેષ્ઠતા અને રાષ્ટ્રીય સેવાની ઉજવણી કરવામાં આવી

viratgujarat

બે ચક્ર, એક લક્ષ્ય: ભાવનગર, ગુજરાતમાં માર્ગ સલામતીનું કેન્દ્રસ્થાન

viratgujarat

ડૉ. રૂપેશ વસાણી સ્વામિનારાયણ યુનિવર્સિટી, કલોલના કુલપતિ તરીકે નિમાયા

viratgujarat

Leave a Comment