Virat Gujarat
અવેરનેસગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇનહેલ્થકેર

નરોડામાં અદ્યતન “HCG આસ્થા ડે કેર સેન્ટર”નો પ્રારંભ – કેન્સર સારવાર હવે વધુ સરળ અને સુલભ

અમદાવાદ, ગુજરાત | ૦૬ એપ્રિલ ૨૦૨૬ — કેન્સર સારવાર ક્ષેત્રે અગ્રેસર HCG આસ્થાકેન્સર સેન્ટર દ્વારા નરોડા વિસ્તારમાં અદ્યતન સુવિધાઓ સાથે સજ્જ “HCG આસ્થા ડે કેર સેન્ટર”નો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ નવી સુવિધા દ્વારા દર્દીઓને હવે લાંબા સમય સુધી હોસ્પિટલમાં દાખલ રહેવાની જરૂરિયાત ઘટાડીને, ઝડપી અને આરામદાયક સારવાર ઉપલબ્ધ થશે.

આ ડે કેર સેન્ટર ખાસ કરીને કેમોથેરાપી, ટાર્ગેટેડ થેરાપી, ઈમ્યુનોથેરાપી તેમજ અન્ય તમામ ડે કેર પ્રોસિજર માટે સંપૂર્ણપણે સજ્જ છે.બધી ટ્રીટમેન્ટ્સ અનુભવી ઓન્કોલોજી ટીમ દ્વારા કડક તબીબી પ્રોટોકોલ હેઠળ સુરક્ષિત રીતે કરવામાં આવશે, જેથી ઉચ્ચ સ્તરની સારવાર સુનિશ્ચિત કરશે.

ખાસ નોંધનીય છે કે ડૉ. રૂબી પટેલ, કન્સલ્ટન્ટ મેડિકલ ઓન્કોલોજિસ્ટ, આ સેન્ટર પર ફુલ-ટાઈમ ઉપલબ્ધ રહેશે, જેના કારણે દર્દીઓને સતત નિષ્ણાત માર્ગદર્શન અને વ્યક્તિગત સારવાર મળશે. તેમની દેખરેખ હેઠળ દરેક દર્દીને ક્વોલિટીઅને અસરકારક સારવાર આપવામાં આવશે.

આ સેન્ટરમાં આધુનિક ટેકનોલોજી, સ્વચ્છ અને દર્દી-મૈત્રીપૂર્ણ વાતાવરણ, આરામદાયક ચેર સુવિધા અને ટ્રેન્ડ નર્સિંગ સ્ટાફ સાથે દર્દીઓને શ્રેષ્ઠ સારવારનો અનુભવ મળશે. ડે કેર મોડલના કારણે દર્દીઓ પોતાનો દૈનિક જીવનક્રમ જાળવી રાખીને સારવાર મેળવી શકશે.

આ સેન્ટરનું મુખ્ય ધ્યેય દર્દીઓને સમયસર સારવાર, ઓછો હોસ્પિટલ સ્ટે, અને વધુ સગવડતા પ્રદાન કરવાનું છે. નરોડા અને આસપાસના વિસ્તારોના દર્દીઓ માટે આ સુવિધા એક મહત્વપૂર્ણ પગલું સાબિત થશે, કારણ કે હવે તેમને ક્વોલિટી કેન્સર કેરમાટે દૂર સુધી જવાની જરૂર રહેશે નહીં.

સરનામું:
HCG આસ્થા ડે કેર સેન્ટર,
ગ્રાઉન્ડ ફ્લોર, બિહાઈન્ડ ક્રોમા, સાહિત્ય હિલ્સ&આઇકોન,
નવા નરોડા, અમદાવાદ – 382330

HCG આસ્થા ઓન્કોલોજી દ્વારા આ નવી પહેલ કેન્સર સારવારને વધુ સુલભ, અસરકારક અને દર્દીકેન્દ્રિત બનાવવાના દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે.

Related posts

પીએનબી મેટલાઈફ, ટ્રુહૉમ ફાઈનાન્સ (અગાઉની શ્રીરામ હાઉસિંગ લિ.) ઘરમાલિકોને ઑફર કરશે ક્રેડિટ લાઈફ ઈન્સ્યોરન્સ

viratgujarat

અપ્લૉઝ એન્ટરટેઇનમેન્ટ દ્વારા બાળકો માટે એક નવી ઍનિમેશન યુટ્યુબ ચૅનલ ‘અપ્લાટૂન’ લૉન્ચ કરવામાં આવી છે

viratgujarat

અનન્ય. ખ્યાતનામ. પ્રસ્તુત છે: વૈશ્વિક સ્તરે ખ્યાતનામ કારનું પુન:રાગમન – Škoda Octavia RS

viratgujarat

Leave a Comment