Virat Gujarat
CSR પ્રવૃત્તિઓઅવેરનેસ

બજાજ ફિનસર્વ-ધુનિવર્સ શંકર-એહસાન-લોય સાથે, 31 માર્ચે ‘વોઇસ ઓફ નેશન’નું ગ્રાન્ડ ફિનાલે

ગુજરાત/પુણે, 26 માર્ચ, 2026: Bajaj Finservએ આજે તેના ડિજિટલ-ફર્સ્ટ સંગીત પ્રતિભા પ્લેટફોર્મ ‘બજાજ ધુનિવર્સ’ના ગ્રાન્ડ સમાપનની જાહેરાત કરી છે, જેનું ફિનાલે 31 માર્ચે મુંબઈમાં યોજાશે. આ કાર્યક્રમ દરમિયાન દિગ્ગજ સંગીતકાર ત્રિમૂર્તિ  શંકર-અહેસાન-લોયની હાજરીમાં ‘વોઇસ ઓફ ધ નેશન’ની જાહેરાત કરવામાં આવશે.

છેલ્લા છ મહિનામાં બજાજ ધુનિવર્સ સંગીત પ્રતિભાની શોધ માટે વિશ્વસનીય અને ટેકનોલોજી આધારિત પ્લેટફોર્મ તરીકે ઉભરી આવ્યું છે. આ પ્લેટફોર્મ મારફતે મેટ્રો શહેરોથી લઈને અંતરિયાળ વિસ્તારો સુધીના 60,000થી વધુ ઉમેદવારોને ઑડિયો અને વીડિયો સબમિશન દ્વારા ઓડિશન આપવાની તક મળી અને તેમને શંકર-અહેસાન-લોય દ્વારા શોધવામાં આવ્યા છે.

ગ્રાન્ડ ફિનાલેમાં દસ ફાઇનલિસ્ટ્સ અને એક વાઇલ્ડ-કાર્ડ દ્વારા લાઇવ પરફોર્મન્સ રજૂ કરવામાં આવશે. જે બધાને સંગીતકાર શંકર-અહેસાન-લોય દ્વારા પસંદ કરવામાં આવ્યા છે. વિજેતાને શંકર-અહેસાન-લોય સાથે મળીને બજાજની સોનિક ઓળખ (sonic identity) તૈયાર કરવાની તક મળશે તેમજ ઝી મ્યુઝિક કંપની સાથે એક સ્વતંત્ર આલ્બમ બનાવવા માટેની તક મળશે.

ડિજિટલ પ્લેટફોર્મના પ્રેસિડેન્ટ માનવ મિઆનવાલે જણાવ્યું કે, “અમે દેશ અને આપણા લોકો પ્રત્યેની જવાબદારીરૂપે એવા પ્લેટફોર્મ્સમાં રોકાણ કરવાનું જરૂરી માનીએ છીએ, જે પ્રતિભાને પ્રોત્સાહન આપે અને નવા રોલ મોડલ્સ ઉભા કરે. અમે પરફોર્મિંગ આર્ટ્સ, રમતગમત, ટેકનોલોજી અને સંસ્કૃતિ જેવા વિવિધ ક્ષેત્રો માટે પણ આ પ્લેટફોર્મ્સમાં સતત રોકાણ કરી રહ્યા છીએ. બજાજ ધુનિવર્સ અમારી લાંબા ગાળાની પ્રતિબદ્ધતાઓમાંનું એક છે. પ્રથમ વર્ષમાં મળેલા અદભૂત પ્રતિસાદે અમને બીજા વર્ષે આ પહેલને વધુ મોટી અને ઉત્તમ બનાવવાની પ્રેરણા અને હિંમત આપી છે.

શંકર મહાદેવને આ પહેલ વિશે વાત કરતા જણાવ્યું કે, “બજાજ ધુનિવર્સ વિશે મને સૌથી ખાસ એ લાગ્યું કે તેઓ ભારતના દરેક ખૂણામાંથી સંગીત પ્રતિભાને શોધવા અને તેને આગળ લાવવા માગે છે. ડિજિટલ-ફર્સ્ટ અભિગમે ભાગીદારીને ખરેખર સર્વસમાવેશક બનાવી છે, જેના કારણે અનેક ઉત્તમ સિંગર સામે આવ્યા છે, જે ખુબ સારી પ્રતિભા ધરાવે છે.”

અહેસાન નૂરાનીએ ઉમેર્યું, “મૂલ્યાંકન દરમિયાન અમે જે વિવિધતા, ઊંડાણ અને પ્રતિબદ્ધતા જોઈ તે અસાધારણ હતી. દેશભરમાંથી મળતી પ્રતિભાની ગુણવત્તા ખરેખર પ્રેરણાદાયી રહી છે.”

લોય મેન્ડોસાએ કહ્યું, “ભારતમાં હંમેશા વિશાળ સંગીત પ્રતિભા રહી છે. બજાજ ધુનિવર્સે એવું પ્લેટફોર્મ બનાવ્યું છે જ્યાં સંગીતકારો આગળ આવી શકે અને તેમને શોધી પણ શકાય છે. આ એક ખૂબ જ સંતોષકારક અનુભવ રહ્યો અને હું ફિનાલેની આતુરતાથી રાહ જોઈ રહ્યો છું.”

Related posts

DPS-બોપલનું ગૌરવ: ધોરણ-5ની વિદ્યાર્થીની U-11 ગર્લ્સ ચેસ ટુર્નામેન્ટમાં ચેમ્પિયન

viratgujarat

જીનીટોરીનરી ટ્યુબરક્યુલોસિસનું વહેલું નિદાન: વર્લ્ડ ટ્યુબરક્યુલોસિસ ડે પર કિડનીને થતા લાંબા ગાળાના નુકસાનને અટકાવવું

viratgujarat

વિદ્યાર્થીઓના વિકાસ માટે પ્રેરણાદાયક માર્ગદર્શન: હર્ષ દવે દ્વારા મહત્વપૂર્ણ સંવાદ

viratgujarat

Leave a Comment