Virat Gujarat
CSR પ્રવૃત્તિઓ

યુવાનો, સ્ટાર્ટઅપ્સ, મહિલા સશક્તિકરણ, ટેકનોલોજી સહિત વિવિધ ક્ષેત્રો માટે બજેટમાં સમાવિષ્ટ બાબતો અંગે ‘સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર્સ‘ સાથે સંવાદ કરતા ભાજપા પ્રદેશ અધ્યક્ષશ્રી જગદીશભાઈ વિશ્વકર્મા

ગુજરાત પ્રદેશ ભાજપા મીડિયા વિભાગની અખબારી યાદી જણાવે છે કે, કેન્દ્રીય બજેટ 2026-27 સંદર્ભે ભાજપા પ્રદેશ અધ્યક્ષશ્રી જગદીશભાઈ વિશ્વકર્માની વિશેષ ઉપસ્થિતિમાં તા.૯ ફેબ્રુઆરી, સોમવારે અમદાવાદ સ્થિત કર્ણાવતી કલબ ખાતે ‘સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર્સ મીટ‘ યોજાઈ હતી.
આ પ્રસંગે ભાજપા પ્રદેશ અધ્યક્ષશ્રી જગદીશભાઈ વિશ્વકર્માએ યશસ્વી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીજીના દૃષ્ટિવંત નેતૃત્વ હેઠળ રજૂ થયેલ કેન્દ્રીય બજેટ અંગે સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર્સ સાથે વિસ્તૃત સંવાદ કરી બજેટમાં સમાવિષ્ટ દેશના યુવાનો, સ્ટાર્ટઅપ્સ, મહિલા સશક્તિકરણ, ટેકનોલોજી સહિત વિવિધ ક્ષેત્રો માટેની સમાવિષ્ટ બાબતો અંગે ચર્ચા કરી હતી. તેઓએ જણાવ્યું હતું કે, આ બજેટ કન્ટેન્ટ ક્રિએટરથી કૌશલ્ય વિકાસ, Make in India થી Make for World, તેમજ ઇન્ફોર્મેશનથી ઇનોવેશનને ગતિ આપી દેશને નવા શિખરે પહોંચાડનારું બજેટ છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વમાં દેશ આજે વિશ્વમાં નવી ઓળખ બનાવી રહ્યો છે.
વિકસિત ભારતના રોડમેપ સમાન આ બજેટની બાબતો સોશિયલ મીડિયાના માધ્યમથી નાગરિકો સુધી પ્રભાવી રીતે પહોંચાડવા ઈન્ફ્લુએન્સર્સને અપીલ કરી શ્રી જગદીશભાઈ વિશ્વકર્માએ જણાવ્યું હતું કે, આજના ડિજિટલ યુગમાં સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર્સ નાગરિકો સુધી માહિતી પંહોચાડવા સેતુરૂપ ભૂમિકા ભજવે છે. સાચી માહિતી, નીતિગત અને પ્રજાલક્ષી નિર્ણયો અને વિકાસલક્ષી યોજનાઓ જનજન સુધી પહોંચાડવામાં ઈન્ફ્લુએન્સર્સની ભૂમિકા અત્યંત મહત્વપૂર્ણ છે.
આ કાર્યક્રમ દરમિયાન સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર્સે પણ સક્રિય ભાગીદારી દાખવી પ્રદેશ અધ્યક્ષશ્રી જગદીશભાઈ વિશ્વકર્મા સમક્ષ પોતાના વિચારો રજૂ કર્યા હતા. આ કાર્યક્રમમાં કેન્દ્રીય બજેટ જનજાગરણ અભિયાનના પ્રદેશ ઇન્ચાર્જ શ્રી જૈનિકભાઈ વકીલે પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું. ભાજપા ગુજરાત દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં પ્રદેશ ભાજપાના મુખ્ય પ્રવક્તા ડૉ.અનિલભાઈ પટેલ, કર્ણાવતી મહાનગર ભાજપા અધ્યક્ષશ્રી પ્રેરકભાઈ શાહ, કેન્દ્રીય બજેટ જનજાગરણ અભિયાનના પ્રદેશ ઇન્ચાર્જ શ્રી જૈનિકભાઈ વકીલ, પ્રદેશ સોશિયલ મીડિયા ક્ન્વીનર શ્રી મનનભાઈ દાણી, બજેટ જનજાગરણ અભિયાનના સોશિયલ મીડિયા ઇન્ચાર્જ શ્રી નિકુંજભાઈ ખાખી તથા સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર્સ ઉપસ્થિત રહ્યાં હતાં.

Related posts

પેટ એક્સ્પો ઇન્ડિયા 2026 અમદાવાદતથા ગુજરાતનું સૌથી મોટું પેટ સેલિબ્રેશન

viratgujarat

‘સોમનાથ સ્વાભિમાન પર્વ-2026’નો મુખ્ય ઉદ્દેશ સનાતન ધર્મની અખંડ આસ્થા, સહનશીલતા અને શક્તિને નવી પેઢી સુધી પહોંચાડવાનો તેમજ સોમનાથ મંદિરના રક્ષણ માટે ત્યાગ-તપશ્ચર્યા અને બલિદાન આપનારાઓનું સ્મરણ કરવાનો છે.

viratgujarat

અદાણી મુંદ્રા પોર્ટથી ભવ્ય આધ્યાત્મિક મહાયાત્રાનો પ્રારંભ: અદાણી શ્રીમદ ભાગવત કથાનો સંદેશ ભારત અને નેપાળમાં લઈ જવાની અનોખી પહેલ

viratgujarat

Leave a Comment