વિક્રમી વાર્ષિક એકત્રિત આવક ₹ 1,175,919 કરોડ, વાર્ષિક ધોરણે 9.8% નો વધારો
વિક્રમી વાર્ષિક એકત્રિત EBITDA ₹ 207,911 કરોડ, વાર્ષિક ધોરણે 13.4% નો વધારો
વિક્રમી વાર્ષિક એકત્રિત PAT ₹ 95,610 કરોડ, વાર્ષિક ધોરણે 18.3% નો વધારો
જિયો પ્લેટફોર્મ્સનું 4Q FY26 EBITDA વાર્ષિક ધોરણે 17.9% વધીને ₹ 20,060 કરોડ થયું, માર્જિન 230 bpsવધ્યું
જિયોનો કુલ ગ્રાહક આધાર 524 મિલિયનથી વધુ, જેમાં 268 મિલિયન જિયો ટ્રુ5જી (Jio True5G) ના ગ્રાહકો છે
રિલાયન્સ રિટેલનું 4Q FY26 EBITDA વાર્ષિક ધોરણે 3.1% વધીને ₹ 6,921 કરોડ થયું, સ્ટોર્સની સંખ્યા 20,000 ને પાર
RIL (રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ) દ્વારા શેર દીઠ ₹ 6/- ના ડિવિડન્ડની જાહેરાત
આ પરિણામો વિશે ટિપ્પણી કરતા, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર મુકેશ ડી. અંબાણીએ જણાવ્યું હતું કે: “નાણાકીય વર્ષ 2025-26દરમિયાન આપણે ભૂરાજકીય ખાનાખરાબી, ઊર્જા કિંમતોમાં અસ્થિરતા અને બદલાતા વૈશ્વિક વેપારની પેટર્નનો સામનો કરવો પડ્યો છે. આ અવરોધોએ વિશ્વભરના વ્યાપારને અસર કરી છે. ભારતે, અને તેની જેમજ રિલાયન્સે પણ આ તમામ પરિસ્થિતિઓ વચ્ચે પણ પોતાનો આર્થિક વિકાસનો માર્ગ જાળવી રાખ્યો છે. અમારા પોર્ટફોલિયોના વિસ્તાર અને મજબૂત સ્થાનિક અભિગમે બાહ્ય વાતાવરણમાં રહેલી અસ્થિરતાની અસરોને ખાળવામાં મદદ કરી છે.
જિયોએ ભારતના ડિજિટલ લેન્ડસ્કેપને પરિવર્તિત કરવાનું ચાલુ રાખ્યું છે. મને એ વાતની નોંધ લેતા આનંદ થાય છે કે અમે જિયો પ્લેટફોર્મ્સના લિસ્ટિંગ તરફ મક્કમતાથી આગળ વધી રહ્યા છીએ. આ તેની યાત્રામાં એક નિર્ણાયક સીમાચિહ્નરૂપ બનશે કારણ કે તે નવી ઊંચાઈઓ સર કરવાનું અને ભારતના ડિજિટલ ભવિષ્યમાં યોગદાન આપવાનું ચાલુ રાખે છે. સમગ્ર વર્ષ દરમિયાન 19%ની મજબૂત EBITDA વૃદ્ધિ માટેના ચાલકોમાં મોબિલિટી, હોમ બ્રોડબેન્ડ અને એન્ટરપ્રાઇઝ સેવાઓમાં સતત નોંધાયેલી વૃદ્ધિનો સમાવેશ થાય છે. આપણે AI ટૂલ્સ અને આગામી પેઢીના ટેકનોલોજી પ્લેટફોર્મ્સ સુધીની પહોંચને સર્વસુલભ બનાવવા માટે કાર્યરત થઈ રહ્યા છીએ, તેમ-તેમ જિયો આગામી વર્ષોમાં ભારત કેવી રીતે સંદેશાવ્યવહાર કરે છે, કમ્પ્યુટ કરે છે અને કન્ટેન્ટને કન્ઝ્યુમ કરે છે તેને નવો આકાર આપવા માટે સુસજ્જ થયું છે.
રિલાયન્સ રિટેલે વર્ષ દરમિયાન સતત વૃદ્ધિ નોંધાવી. મને વિશ્વાસ છે કે રિલાયન્સ રિટેલની ગહન સર્વવ્યાપક ઉપસ્થિતિ તેમજ ભારતીય ગ્રાહક વિશેની તેની ઊંડી સમજણ જ સાતત્યપૂર્ણ વૃદ્ધિને ટેકો આપવાનું ચાલુ રાખશે. કન્ઝ્યુમર પ્રોડક્ટ વર્ટિકલ, જે હવે એક સ્વતંત્ર અને કેન્દ્રિત સંગઠનાત્મક માળખામાં કાર્યરત છે, તે FMCG બ્રાન્ડ્સના પોર્ટફોલિયો વિસ્તરણમાં અર્થપૂર્ણ સફળતા હાંસલ કરી રહ્યું છે. ભારતની વપરાશની ગાથા પાસે આગળ વધવાના ઘણાં વર્ષો રહેલાં છે, અને આપણા વ્યવસાયો આ તકના કેન્દ્રમાં રહેવા માટે નિર્માણ પામ્યા છે.
