Virat Gujarat
હેલ્થકેર

ગૌડિયમ આઈવીએફ એન્ડ વિમેન હેલ્થ લિમિટેડના ઇક્વિટી શેર્સનો આઈપીઓ 20 ફેબ્રુઆરી, 2026ના રોજ ખુલશે

અમદાવાદ, 18 ફેબ્રુઆરી, 2026: ગૌડિયમ આઈવીએફ એન્ડ વિમેન હેલ્થ લિમિટેડે (“Gaudium IVF” or “The
Company”) જાહેર કર્યું છે કે તેના ઇક્વિટી શેર્સ માટેના આઈપીઓ સંદર્ભે બિડ/ઓફર ખુલવાની તારીખ શુક્રવાર,
20 ફેબ્રુઆરી, 2026 રહેશે.
ઓફરમાં 1,13,92,500 સુધીના ઇક્વિટી શેર્સના ફ્રેશ ઇશ્યૂ (the “Fresh Issue”) તથા પ્રમોટર સેલિંગ શેરહોલ્ડર
(the “Selling Shareholder”) ડો. મનિકા ખન્ના દ્વારા 94,93,700 સુધીના ઇક્વિટી શેર્સની વેચાણ માટેની
ઓફર (the “Offer for Sale”)નો સમાવેશ થાય છે.
કંપની ઇશ્યૂમાંથી મળનારી કુલ આવકનો કંપનીના નવા આઈવીએફ સેન્ટર્સ ઊભા કરવા માટે મૂડી ખર્ચને ભંડોળ
આપવા, કંપની દ્વારા લેવાયેલી કેટલીક બાકી લોનની સંપૂર્ણ કે આંશિક ચુકવણી કે પૂર્વચુકવણી કરવા તથા સામાન્ય
કોર્પોરેટ હેતુઓ માટે (the “Objects of the Offer”) ઉપયોગ કરવાની યોજના ધરાવે છે.
એન્કર ઇન્વેસ્ટર બિડ/ઓફર ગુરુવાર, 19 ફેબ્રુઆરી, 2026ના રોજ ખુલશે અને બંધ થશે. બિડ/ઓફર શુક્રવાર, 20
ફેબ્રુઆરી, 2026ના રોજ સબ્ક્રીપ્શન માટે ખુલશે અને મંગળવાર, 24 ફેબ્રુઆરી, 2026ના રોજ બંધ થશે.
ઓફરનો પ્રાઇસ બેન્ડ પ્રતિ ઇક્વિટી શેર રૂ. 75થી રૂ. 79 નક્કી કરવામાં આવ્યો છે. ઓછામાં ઓછા 189 ઇક્વિટી
શેર માટે અને ત્યારબાદ 189 ઇક્વિટી શેરના ગુણાંકમાં બિડ્સ કરી શકાય છે.
આ ઇક્વિટી શેર આરએચપી દ્વારા ઓફર કરવામાં આવી રહ્યા છે.
આરએચપી દ્વારા ઓફર કરવામાં આવનાર ઇક્વિટી શેર બીએસઈ લિમિટેડ અને નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ
ઈન્ડિયા લિમિટેડ ("NSE") ના મેઇન બોર્ડ પર લિસ્ટ કરવાની યોજના છે.
ઓફરના હેતુઓ માટે, એનએસઈ એ નિયુક્ત સ્ટોક એક્સચેન્જ છે.
સારથી કેપિટલ એડવાઇઝર્સ પ્રાઇવેટ લિમિટેડ આ ઓફરના એકમાત્ર બુક રનિંગ લીડ મેનેજર છે (the “BRLM”).
અહીં ઉપયોગમાં લેવાયેલી પરંતુ વ્યાખ્યા ન કરાયેલી તમામ કેપિટલાઇઝ્ડ ટર્મ્સનો આરએચપીમાં જણાવ્યા મુજબનો
અર્થ થશે.

Not for distribution outside India

આ ઓફર સેબી આઈસીડીઆર નિયમનોના નિયમન 31 સાથે વાંચતા સિક્યોરિટીઝ કોન્ટ્રાક્ટ્સ (રેગ્યુલેશન) રૂલ્સ,
1957ના નિયમ 19(2)(બી) ના સંદર્ભે કરવામાં આવી રહી છે. ઓફર સેબી આઈસીડીઆર નિયમનોના નિયમન 6
(1)ના અનુપાલનમાં બુક બિલ્ડિંગ પ્રોસેસ દ્વારા કરવામાં આવી છે, જેમાં નેટ ઓફરના લઘુતમ 50 ટકા ક્વોલિફાઇડ
ઇન્સ્ટિટ્યૂશનલ બાયર્સ (“QIBs and such portion, the “QIB Portion”) ને પ્રમાણસર ધોરણે ફાળવણી માટે
ઉપલબ્ધ રહેશે, એ શરતે કે બુક રનિંગ લીડ મેનેજર્સ સાથે ચર્ચા કરીને અમારી કંપની ક્યુઆઈબી કેટેગરીનો 60 ટકા
સુધીનો હિસ્સો વિવેકાધીન ધોરણે એન્કર ઇન્વેસ્ટર્સ (“Anchor Investor Portion”) ને ફાળવી શકે છે, જે પૈકી
એન્કર ઇન્વેસ્ટર પોર્શનનો 40 ટકાનો હિસ્સો નીચે મુજબ અનામત રખાશેઃ (1) 33.33 ટકા સુધીનો હિસ્સો
સ્થાનિક મ્યુચ્યુઅલ ફંડ્સ માટે અનામત રહેશે અને (2) 6.67 ટકા હિસ્સો લાઇફ ઇન્શ્યોરન્સ કંપનીઓ અને પેન્શન
ફંડ્સ માટે અનામત રહેશે, એ શરતે કે ઇક્વિટી શેર્સને જે કિંમતે એન્કર ઇન્વેસ્ટર્સને ફાળવવામાં આવ્યા છે તે અથવા
તેનાથી વધુ કિંમતે સ્થાનિક મ્યુચ્યુઅલ ફંડ્સ, લાઇફ ઇન્શ્યોરન્સ કંપનીઓ અને પેન્શન ફંડ્સ તરફથી માન્ય બિડ્સ
પ્રાપ્ત થઈ હોય. ઉપરોક્ત (2)માં જણાવાયેલ લાઇફ ઇન્શ્યોરન્સ કંપનીઓ અને પેન્શન ફંડ કેટેગરીમાં કોઇ અંડર
સબ્સ્ક્રીપ્શનના કિસ્સામાં સેબી આઈસીડીઆરના નિયમનો મુજબ સ્થાનિક મ્યુચ્યુઅલ ફંડ્સને ફાળવણી કરી શકાય
છે. એન્કર ઇન્વેસ્ટર પોર્શનમાં ફાળવણી ન થવાના કિસ્સામાં બાકીના ઇક્વિટી શેર્સ નેટ ક્યુઆઈબી પોર્શનમાં
ઉમેરવામાં આવશે.
આ ઉપરાંત નેટ ક્યુઆઈબી કેટેગરીનો 5 ટકા હિસ્સો (એન્કર ઇન્વેસ્ટર પોર્શન સિવાય) માત્ર મ્યુચ્યુઅલ ફંડ્સને
પ્રમાણસર ધોરણે અને ક્યુઆઈબી પોર્શનનો બાકીનો હિસ્સો સ્થાનિક મ્યુચ્યુઅલ ફંડ્સ સહિત તમામ ક્યુઆઈબી
બિડર્સને (એન્કર ઇન્વેસ્ટર સિવાય) પ્રમાણસર ધોરણે ફાળવણી માટે ઉપલબ્ધ રહેશે, જે તેમના તરફથી ઇશ્યૂ પ્રાઇઝ કે
તેનાથી વધુ કિંમતે મળેલી માન્ય બિડ્સને આધીન રહેશે. જોકે, જો મ્યુચ્યુઅલ ફંડ્સ તરફથી કુલ માંગ ઉપર જણાવ્યા
કરતા ઓછી હોય તો મ્યુચ્યુઅલ ફંડ પોર્શનમાં ફાળવણી માટે રહેલા બાકીના ઇક્વિટી શેર્સ ક્યુઆઈબી પોર્શનમાં
ઉમેરવામાં આવશે અને તેમની બિડના સંદર્ભે ક્યુઆઈબી બિડર્સ (એન્કર ઇન્વેસ્ટર્સ સિવાય)ને પ્રમાણસર ધોરણે
ફાળવવામાં આવશે.
આ ઉપરાંત નેટ ઓફરના મહત્તમ 15 ટકા નોન-ઇન્સ્ટિટ્યૂશનલ બિડર્સને ફાળવણી માટે ઉપલબ્ધ રહેશે, જે પૈકી
એક-તૃત્યાંશ હિસ્સો રૂ. 2,00,000થી વધુ અને રૂ. 10,00,000 સુધીની એપ્લિકેશન સાઇઝ ધરાવતા નોન-
ઇન્સ્ટિટ્યૂશનલ બિડર્સ માટે ઉપલબ્ધ રહેશે અને બે-તૃત્યાંશ હિસ્સો રૂ. 10,00,000થી વધુની એપ્લિકેશન સાઇઝ
ધરાવતા બિડર્સને ફાળવણી માટે અનામત રખાશે, એ શરતે કે આવી સબ-કેટેગરીઝ પૈકીની ગમે તેમાં સબ્સ્ક્રાઇબ
નથયેલો હિસ્સો સેબી આઈસીડીઆર નિયમનો અનુસાર નોન-ઇન્સ્ટિટ્યૂશનલ બિડર્સની અન્ય સબ-કેટેગરીમાં
બિડર્સને ફાળવવામાં આવી શકે છે અને લઘુતમ 35 ટકા હિસ્સો સેબી આઈસીડીઆર નિયમનો મુજબ રિટેલ
ઇન્ડિવિડ્યુઅલ બિડર્સને ફાળવણી માટે ઉપલબ્ધ રહેશે, એ શરતે કે તેમના તરફથી ઓફર કિંમત કે તેનાથી વધુના ભાવે
માન્ય બિડ્સ પ્રાપ્ત થઈ હોય. તમામ સંભવિત બિડર્સે (એન્કર ઇન્વેસ્ટર્સ સિવાય) ફરજિયાતપણે એપ્લિકેશન સપોર્ટેડ
બાય બ્લોક્ડ અમાઉન્ટ (“ASBA”) પ્રોસેસ દ્વારા જ આ ઓફરમાં ભાગ લેવાનો રહેશે તથા તેમના સંબંધિત ASBA
ખાતાની વિગતો તથા યુપીઆઈ મિકેનિઝમનો ઉપયોગ કરી રહેલા યુપીઆઈ બિડર્સના કિસ્સામાં યુપીઆઈ આઈડીની
વિગતો પૂરી પાડવાની રહેશે જેમાં સેલ્ફ સર્ટિફાઇડ સિન્ડિકેટ બેંકો (“SCSBs”) અથવા યુપીઆઈ મિકેનિઝમ હેઠળ
સ્પોન્સર બેંકો દ્વારા બિડની સંબંધિત રકમ બ્લોક કરવામાં આવશે. એન્કર ઇન્વેસ્ટર્સને ASBA પ્રોસેસ દ્વારા ઓફરના
એન્કર ઇન્વેસ્ટર પોર્શનમાં ભાગ લેવાની પરવાનગી નથી. વધુ વિગતો માટે પેજ 379 પર “Offer Procedure”
વાંચો.

Related posts

વર્લ્ડ મેન્ટલ હેલ્થ ડે ઉપક્રમે સ્વામિનારાયણ યુનિવર્સિટી દ્વારા ખાસ સાયકોલોજીકલ કાઉન્સેલિંગ સેન્ટરની સ્થાપના

viratgujarat

ડિજિટલ યુગમાં પોશ્ચર, લાઇફસ્ટાઇલ અને બેક પેઈન

viratgujarat

સ્તન કેન્સર અને બોડી વેઈટ: સ્થૂળતાના જોખમ સાથેના હોર્મોનલ જોડાણને ઉજાગર કરવું

viratgujarat

Leave a Comment