Virat Gujarat
ગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

જીઈ એરોસ્પેસનું પુણેનું ઉત્પાદન એકમ 10 વર્ષની કામગીરીની ઉજવણી કરે છે

સ્થાનિક પ્રતિભા મૂળમાં યોગદાન આપતી પ્રેસિશન મેન્યુફેક્ચરિંગ સ્કિલ્સ સાથે 5000થી વધુ પ્રોડકશન એસોસિયેટ્સને તાલીમબદ્ધ કરે છે

ભારત, પુણે | ૧૪મી ઓક્ટોબર ૨૦૨૫ — આજે જીઈ એરોસ્પેસના પુણે ઉત્પાદન એકમે કામગીરીનાં દસ વર્ષની ઉજવણી કરી હતી, જે ભારતીય ઉડ્ડયન ઉદ્યોગમાં કંપનીના ચાર દાયકાના ઈતિહાસમાં નોંધપાત્ર માઈલસ્ટોન છે. ગત દાયકામાં પુણે કમર્શિયલ જેટ એન્જિન કમ્પોનન્ટ્સનું ઉત્પાદન કરવા માટે અને સેન્ટર ફોર એડવાન્સ્ડ મેન્યુફેક્ચરિંગ સ્કિલ ડેવલપમેન્ટ માટે હબ તરીકે ઊભરી રહ્યું છે, જે તેના એપ્રેન્ટિસ અને અન્ય કાર્યક્રમો થકી 5000થી વધુ પ્રોડકશન એસોસિયેટ્સને તાલીમબદ્ધ કરી રહી છે.

“અમે આ ફેક્ટરી શરૂ કરી ત્યારે પુણેમાં અહીં અમારી પાસે એરો- એન્જિન ઈકોસિસ્ટમ ધરાવતા નહોતા. ત્યારબાદ દસ વર્ષ પછી અમે વિશ્વ કક્ષાનું મેન્યુફેક્ચરિંગ સ્કિલ બેઝ નિર્માણ કરવા સાથે વિશાળ એરોસ્પેસ ક્ષેત્રમાં પણ યોગદાન આપ્યું છે.  એમ જીઈ એરોસ્પેસના ગ્લોબલ મેન્યુફેક્ચરિંગ ઓપરેશન્સ અને સપ્લાય ચેઈનના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અમોલ નગરે જણાવ્યું હતું કે, મહારાષ્ટ્રમાં ઉચ્ચ મૂલ્યનું ઉત્પાદન અને સ્કિલિંગ માટે સ્થાનિક ક્ષમતા વિકસાવવા કરાયેલી પ્રગતિ વિશે ગૌરવની લાગણી થાય છે,’’

પુણે એકમ CFM’s* LEAP, GEnx અને GE9X એન્જિન્સ માટે કમ્પોનન્ટ્સ ઉત્પાદન કરે છે, જે દુનિયાભરની ફેક્ટરીઓ દ્વારા વધતી ગ્રાહક માગણીને પહોંચી વળવા ઉપયોગ કરાય છે. આ એકમની સફળતા ફ્લાઈટ ડેક દ્વારા પાવર્ડ હોઈ જીઈ એરોસ્પેસનું પ્રોપ્રાઈટરી લીન ઓપરેટિંગ મોડેલ સુરક્ષા, ગુણવત્તા અને કાર્યક્ષમતાને અગ્રતા આપે છે. પ્લાઈટ ડેક કામે લગાવીને અને શોપ ફ્લોર પર કર્મચારીઓ પાસેથી 1000થી વધુ ભલામણોનો લાભ લઈને એકમે કચરો ઘટાડ્યો છે, પ્રક્રિયા કાર્યક્ષમતા બહેતર બનાવે છે અને શોપ- ફ્લોર સેફ્ટી સુધારવા સાથે આઉટપુટ વધારે છે. મહત્ત્વપૂર્ણ કમ્પોનન્ટ માટે નવી મોડેલ રેખા પર તે ટૂંકો લીડ ટાઈમ, તે જ ટીમ સાથે ઉત્પાદકતા અભિમુખ બનાવે છે, અને ડાઉનટાઈમ ઓછો કરે છે. આ રેખા હવે 6 ત્રિમાસિકમાં કરાયેલી ઘણી બધી સુધારણાની મદદથી ઘણા બધા પાર્ટસનું ઉત્પાદન કરે છે.

“અમારી વૈશ્વિક ફેક્ટરીઓમાં પુણે ફીડમાંથી કમ્પોનન્ટ્સ, જ્યાં તે CFM’sLEAP, GEnx અને GE9X એન્જિન્સ નિર્માણ કરવા માટે ઉપયોગ કરાય છે. અમને દુનિયાભરના અમારા ગ્રાહકોને સેવા આપવાની અને સુરક્ષા તથા ગુણવત્તા પર મજબૂત એકાગ્રતા સાથે અમારા ફ્લાઈટ ડેક પ્રોપ્રાઈટરી લીન ઓપરેશન્સ મોડેલનો ઉપયોગ કરીને તેમની વધતી માગણીને પહોંચી વળવાની ખુશી છે,’’ તેવુ જીઈ એરોસ્પેસના પુણે ઉત્પાદન એકમમાં મેનેજિંગ ડાયરેક્ટર વિશ્વજિત સિંહે જણાવ્યું હતું.

ઉત્પાદનની પાર પુણે એકમે પ્રેસિશન ઉત્પાદનમાં એન્જિનિયરિંગ પ્રતિભાને તાલીમ આપીને મજબૂત સ્થાનિક એરોસ્પેસ કાર્યબળ નિર્માણ કર્યું છે. દર વર્ષે ડિપ્લોમા એન્જિનિયર્સની નવી બેચો ક્લાસરૂમ અને શોપ ફ્લોર ટેનિંગમાં સંમિશ્રણ હેઠળ પસાર થઈને એરોસ્પેસ ઉત્પાદન સુરક્ષા અને ગુણવત્તાનાં સર્વોચ્ચ ધોરણો સાથે તેમનો સુમેળ સાધે છે. જીઈ એરોસ્પેસ પાર્ટ-ટાઈમ ગ્રેજ્યુએટ એન્જિનિયરિંગ પ્રોગ્રામ્સ પ્રાયોજિત કરીને એન્જિનિયરોની ઉચ્ચ મોબાઈલ કોર્પ્સ નિર્માણ કરે છે. આજે 300થી વધુ એન્જિનિયરો પુણે એકમમાં કામ કરે છે, જ્યારે અન્યોએ ભારતના એરોસ્પેસ ક્ષેત્રમાં હકારાત્મક પ્રભાવ પાડવાનું ચાલુ રાખ્યું છે.

એન્વાયર્નમેન્ટ સ્ટુઅર્ડશિપ પુણે એકમનું સીમાચિહન છે. તે ISO14001 અનેISO45001 સર્ટિફાઈડ છે, જે નવીનીકરણક્ષમ સ્રોતોમાંથી ચેના વીજ ભોગના 30 ટકા ઉપયોગ કરે છે.

*CFM જીઈ એરોસ્પેસ અને સફરાન વચ્ચે 50-50 સંયુક્ત સાહસ છે.

Related posts

ઓનલાઈન એફડી બુકિંગ પ્લેટફોર્મ સ્ટેબલ મનીએ ઈન્ફોસિસના કો-ફાઉન્ડર નંદન નીલેકણીની ફંડામેન્ટમ પાર્ટનરશીપ પાસેથી ₹173 કરોડ એકત્ર કર્યા

viratgujarat

સેમસંગ ઈનોવેશન કેમ્પસ 2025 દરમિયાન ફ્યુચર- ટેક ડોમેન્સમાં 20,000 ભારતીય વિદ્યાર્થીઓને તાલીમબદ્ધ કરવા માટે છગણું વિસ્તરણ કરશે

viratgujarat

ગુજરાતના ફ્રોઝન ફૂડ નિકાસ ક્ષેત્રને મળી સ્પેશિયલ રેલ-ટુ-પોર્ટ કોલ્ડ ચેઈન કોરિડોરની ભેટ

viratgujarat

Leave a Comment