Virat Gujarat
CSR પ્રવૃત્તિઓઅવેરનેસ

શ્રી નાગરવેલ હનુમાન મંદિર ખાતે હનુમાન જન્મોત્સવની ઉજવણી ભારે ભવ્યતાથી કરવામાં આવશે.

અમદાવાદનાં અમરાઈવાડી-રખિયાલ રોડ પર આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરના મહંત શ્રી 1008 શ્રી રંગનાથાચાર્યજી મહારાજે જણાવ્યું છે કે શ્રી હનુમાન દાદાનો જન્મોત્સવ ઉજવવા હનુમાન ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.શ્રી નાગરવેલ હનુમાન મંદિર ખાતે હનુમાન જન્મોત્સવની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે.શ્રી નાગરવેલ હનુમાન મંદિર ખાતે હનુમાન જન્મોત્સવ અનેરા ઉત્સાહ અને ધામધૂમથી ઉજવવામાં આવશે. તા.2.04.2026 ચૈત્ર સુદ પૂનમ ગુરુવારના રોજ શ્રી હનુમાન જન્મોત્સવ નિમિત્તે શ્રી નાગરવેલ હનુમાન મંદિર ખાતે સવારથી લઇને સાંજ સુધી વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં સવારે 6 કલાકે શ્રી હનુમાનદાદાની ઉત્થાપન આરતી અને ત્રિયંજન, સવારે 8.30 કલાકે  ધ્વજારોહણ, સવારે 9 થી 12 કલાકે શ્રી આલોક પુજારીજી દ્વારા સુંદરકાંડનો પાઠ,બપોરે 12 કલાકે શ્રી હનુમાન જન્મોત્સવની આરતી સાથે શૃંગાર દર્શન અને છપ્પન  ભોગ (અન્નકૂટ) ધરવામાં આવશે.12.30 થી 1 કલાકે મહાપ્રસાદી વિતરણ,બપોરે 1 થી 4 કલાકે ભંડારો,સાંજે 5 થી 7 કલાકે મારુતિ મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે તેમજ રાત્રે 8.30 કલાકે શ્રી નાગરવેલ હનુમાનદાદાની 11000 દિવડાંઓની ભવ્ય મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું છે.

Related posts

મોડલ્સ નહીં, અમદાવાદની મહિલાઓ બની રેમ્પની શોભા Wedding Avenue ના ‘Celebrating Her’કાર્યક્રમમાં ગૃહિણીથી ઉદ્યોગસાહસિક સુધીની મહિલાઓને મળ્યો પોતાની ઓળખ વ્યક્ત કરવાનો મંચ

viratgujarat

વર્લ્ડ કેન્સર ડે પર રોટરી ક્લબ ઓફ અમદાવાદ વેસ્ટએ કેન્સરગ્રસ્ત બાળકોમાં વહેંચી ખુશી

viratgujarat

ગુજરાતમાં ફૂટબૉલને પ્રોત્સાહનની જરૂર

viratgujarat

Leave a Comment