Virat Gujarat
બિઝનેસ

એચડીએફસી બેંકે નાગરિકોને ‘બૉસ સ્કેમ’થી સાવધાન રહેવાની અપીલ કરી

ભારતની ખાનગી ક્ષેત્રની અગ્રણી બેંક એચડીએફસી બેંકે ગ્રાહકોને બૉસ સ્કેમ (બિઝનેસ લીડર/કંપનીના વરિષ્ઠ અધિકારી તરીકેની ખોટી ઓળખ ધારણ કરીને કરવામાં આવતી છેતરપિંડી)થી સાવધાન રહેવાની સલાહ આપી છે. તેની પાછળનો ઉદ્દેશ ગ્રાહકોને સુરક્ષિત રાખવા માટે આવી છેતરપિંડી અંગે જાગૃતિ વધારવાનો છે.

 

બૉસ સ્કેમમાં છેતરપિંડી કરનારા લોકો સોશિયલ મેસેજિંગ એપ્સ પર કંપનીના વરિષ્ઠ અધિકારીઓ અને વિશ્વાસુ સહકર્મીઓની ખોટી ઓળખ ધારણ કરીને કર્મચારીઓને નાણાંની ચૂકવણી કરવા અથવા સંવેદનશીલ માહિતી શૅર કરવા માટે ગેરમાર્ગે દોરે છે.

 

આ સ્કેમ કેવી રીતે થાય છે:

 

છેતરપિંડી કરનારા લોકો ઈ-મેઇલ અથવા સોશિયલ મીડિયા અને મેસેજિંગ પ્લેટફોર્મ્સ પર મેસેજ મોકલીને નિયમનકારી સંસ્થાઓ અથવા સીઈઓ અને સીએક્સઓ જેવા કંપનીના વરિષ્ઠ અધિકારીઓની ખોટી ઓળખ ધારણ કરે છે.આ મેસેજમાં સામાન્ય રીતે સંસ્થાએ કેટલાક નિયમોનું ઉલ્લંઘન કર્યું હોવાનો દાવો કરવામાં આવે છે, જેથી તાકીદનીપરિસ્થિતિ ઊભી કરીને મેસેજ મેળવનારી વ્યક્તિ પર તાત્કાલિક પગલાં લેવાનું દબાણ કરવામાં આવે છે.છેતરપિંડી કરનારા લોકો અનુપાલન અથવા સુરક્ષા સંબંધિત દસ્તાવેજો હોવાનું જણાવીને એક ઝિપ ફાઇલ શૅર કરે છે.આ ઝિપ ફાઇલને ખોલતાં જ માલવૅર છૂપી રીતે ઇન્સ્ટૉલ થઈ જાય છે. આ માલવૅર અધિકારીના ડીવાઇસ (લેપટૉપ/મોબાઇલ)ને હૅક કરી નાંખે છે, જેના કારણે છેતરપિંડી કરનારાઓને તેમના વાસ્તવિક સોશિયલ મીડિયા મેસેજિંગ એપ એકાઉન્ટનું ઍક્સેસ મળી જાય છે.હૅક કરાયેલા એકાઉન્ટનો ઉપયોગ કરીને છેતરપિંડી કરનારા લોકો ફાઇનાન્સ અથવા એકાઉન્ટ્સ વિભાગના કર્મચારીઓને મેસેજ મોકલીને તાત્કાલિક મોટી રકમ ટ્રાન્સફર કરવા માટે સૂચના આપે છે.કેટલાક કિસ્સાઓમાંગુનેગારો હૅક કરાયેલા ડીવાઇસમાં પોતાના નંબરને સીઈઓના નામે સેવ કરી દે છે, જેના કારણે છેતરપિંડીભરી સૂચનાઓ સંપૂર્ણપણે વિશ્વસનીય હોવાનું જણાય છે.

 

બૉસ સ્કેમથી પોતાને બચાવવા માટેની સૂચનો

 

  • હંમેશાં નાણાકીય વિનંતીઓની સ્વતંત્ર રીતે ચકાસણી કરો:તાત્કાલિક ચૂકવણીની કોઈપણ સૂચના અથવા લાભાર્થીના ખાતામાં ફેરફારની વિનંતીને સીધો ફોન કરીને અથવા રૂબરૂમાં પુષ્ટિ કરીને ચકાસી લો.
  • અજાણી ફાઇલો ક્યારેય ઇન્સ્ટોલ કરશો નહીં:અજાણ્યા સ્રોતોમાંથી મળેલી ઝિપ/એક્ઝિક્યુટેબલ ફાઇલો ડાઉનલોડ અથવા ઇન્સ્ટૉલ કરશો નહીં, નિયમનકારી સંસ્થાઓ ક્યારેય સોશિયલ મીડિયા એપ્સ મારફતે અટેચમેન્ટ્સ મોકલતી નથી.
  • કંપનીની સિસ્ટમ્સ પર સૉફ્ટવેર રીસ્ટ્રિક્શન પૉલિસી લાગુ કરો. ડીવાઇસની ઑપરેટિંગ સિસ્ટમ અને માલવૅર ડિટેક્શન ટૂલ્સને અપડેટેડ રાખો.
  • છેતરપિંડીભર્યા/શંકાસ્પદ કૉલ્સ અને મેસેજની જાણhttps://sancharsaathi.gov.in/પર આવેલા ચક્ષુ પોર્ટલ પર અથવા સંચાર સાથી મોબાઇલ એપ મારફતે કરો.

આ છેતરપિંડી અંગે સાવધાન કરતાં એચડીએફસી બેંકના ક્રેડિટ ઇન્ટેલિજન્સ એન્ડ કન્ટ્રોલના સીનિયર એક્ઝિક્યુટિવ વાઇસ પ્રેસિડેન્ટ શ્રી મનીષ અગ્રવાલે જણાવ્યું હતું કે, ‘છેતરપિંડી કરનારા લોકો બૉસ સ્કેમના કિસ્સાઓનો ઉપયોગ કરીને સંસ્થાઓ સાથે છેતરપિંડી કરી રહ્યા છે. તેમાં એકાઉન્ટ્સ વિભાગના કર્મચારીઓ (અધિકૃત હસ્તાક્ષરકર્તા)ને સંસ્થાના વરિષ્ઠ અધિકારી તરફથી મળેલી બનાવટી સૂચનાઓના બહાને ચૂકવણી કરવા માટે ગેરમાર્ગે દોરવામાં આવે છે.આવી છેતરપિંડી સામે જાગૃતિ એ જ સૌથી મોટું હથિયાર છે.આ પ્રકારના સ્કેમમાં સોશિયલ એન્જિનીયરિંગ, માલવૅર અને ખોટી ઓળખ ધારણ કરવાની ટેકનિકનો ઉપયોગ કરીને કર્મચારીઓને અનધિકૃત રીતે નાણાં ટ્રાન્સફર કરવા માટે ગેરમાર્ગે દોરવામાં આવે છે.સંસ્થાઓએ સૉફ્ટવેર ઇન્સ્ટૉલેશન અંગે કડક નિયંત્રણો, કર્મચારીઓમાં જાગૃતિ લાવવાના કાર્યક્રમો અને ટ્રાન્ઝેક્શનની પ્રક્રિયા કરતા પહેલાં ચૂકવણીની વિનંતીઓની ચકાસણી કરવી જોઈએ.અધિકૃત હસ્તાક્ષરકર્તાઓને આવા મેસેજની ખરાઈનીખાતરી કર્યા વિના ફક્ત ટેક્સ્ટ/ઈ-મેઇલના આધારે કોઈપણ ચૂકવણી નહીં કરવાની સલાહ આપવી જોઈએ.’

 

આવી છેતરપિંડીનો ભોગ બનવાના કિસ્સામાં, ભવિષ્યમાં થતાં નુકસાનથી બચવા માટે પીડિતે તાત્કાલિક બેંકને બિનઅધિકૃત ટ્રાન્ઝેક્શનની જાણ કરવી જોઈએ, જેથી ચૂકવણીના માધ્યમ એટલે કે કાર્ડ્સ/યુપીઆઈ/નેટ બેંકિંગને બ્લૉક કરાવી શકાય.ગ્રાહકોએ ગૃહ મંત્રાલય (એમએચએ)

Related posts

સેમસંગ દ્વારા ભારતમાં હોમ એપ્લાયન્સીસ માટે વોરન્ટી પ્લાન સમાવિષ્ટ કરવા સેમસંગ કેર+ સર્વિસનું વિસ્તરણ

viratgujarat

એમેઝોન ઈન્ડિયાની સૌપ્રથમ બ્લેક ફ્રાઈડે ઈવેન્ટ લાઈવ થશે 29મી નવેમ્બરે

viratgujarat

‘Born Out of Line’ 2025 યેઝદી રોડસ્ટરનો આવિષ્કાર – યેઝદી ફિલસૂફી ઉપર ડિઝાઇન કરેલું, આગવી સ્ટાઇલ જીવંત કરવા કસ્ટમાઇઝ કરી શકાય તેવું પરફોર્મન્સ ક્લાસિક

viratgujarat

Leave a Comment