Virat Gujarat
ગુજરાતબિઝનેસબેંકિંગ અને ફાઇનાન્સરાષ્ટ્રીયહેડલાઇન

કોટકે હિંમત અને પ્રતીતિની માગણી કરતાં સપનાઓને સાકાર કરવા માટે હૌસલા 2.0 રજૂ કર્યું

જો તમારી પાસે કોઈ ઘેલું સ્વપ્ન હોય તો તે સાકાર કરવામાં તમારી મદદ કરવા અમે હાજર છીએઃ કોટક

મુંબઈ | ૦૭ જુલાઈ ૨૦૨૬ | કોટક મહિન્દ્રા બેંકે હૌસલા 2.0 રજૂ કર્યું છે, જે તેના બ્રાન્ડ પ્લેટફોર્મનું બીજું પ્રકરણ છે, જે ગયા વર્ષે રજૂ કરાયેલા ‘હૌસલા હૈ તો હો જાયેગા’ની ફિલસુફી પર આધારિત છે.

કોટકે 2025માં ‘હૌસલા હૈ તો હો જાયેગા’ શરૂ કર્યું ત્યારે તે એક એવી માન્યતામાં મૂળ હતું જે આધુનિક ભારતની ભાવનાને પ્રતિબિંબિત કરે છે. તે આકાંક્ષા દેશની સૌથી શક્તિશાળી શક્તિઓમાંની એક બની ગઈ છે. વ્યવસાયો, શહેરો અને પેઢીઓમાં ભારતીયો આજે મોટાં સપનાં જોઈ રહ્યાં છે. ઉચ્ચ લક્ષ્ય રાખી રહ્યા છે અને એવી શક્યતાઓની કલ્પના કરી રહ્યા છે જે અગાઉની પેઢીઓએ કદાચ વિચારી ન હોય.

હૌસલા 2.0 સાથે કોટક તેના પહેલાથી જ સેવેલાં સપનાંઓને સાકાર કરવા માટે જરૂરી હિંમત અને પ્રતીતિ વિશે વાત કરે છે. આકાંક્ષાઓ પુષ્કળ હોય છે ત્યારે અર્થપૂર્ણ પ્રગતિ ઘણી વાર તેની પર કાર્ય કરવાની હિંમત પર આધાર રાખે છે. કોટકનો વિશ્વાસ છે કે લોકોને મોટાં સપનાંઓની નહીં, પણ હિંમત અને દ્રઢવિશ્વાસની જરૂર છે. આ અર્થમાં હૌસલા એ મહત્ત્વાકાંક્ષા અને કાર્ય વચ્ચેનો સેતુ છે.

હૌસલા 2.0 બ્રાન્ડ ફિલ્મો જોવા માટે અહીં ક્લિક કરો.

કોટક મહત્ત્વાકાંક્ષાને સમર્થન આપે છે. કોટક ખાતે અમે ઉદ્યોગ સાહસિક પસંદગીઓ અને વિકાસની આકાંક્ષાઓને મજબૂત બનાવવા માગીએ છીએ, જે મુશ્કેલ હોય છે જેમાં કંઈક અર્થપૂર્ણ બનાવવાની ક્ષમતા હોય છે,” એમ કોટક મહિન્દ્રા બેંકના બિઝનેસ બેંકિંગના પ્રમુખ અને ચીફ માર્કેટિંગ ઓફિસર રોહિત ભસીને જણાવ્યું હતું. “ભારતીયો તેમના સૌથી મોટા વિચારોને વાસ્તવિકતા બનતા જોવા માગે છે. ઘણી વાર રસ્તામાં જે અવરોધ આવે છે તે છે પગલાં લેતાં પહેલાં દેખાતો ખચકાટ. અમે લોકોને તે સેતુ પાર કરવામાં અને તે વિચારોને જીવંત બનાવતું પગલું ભરવામાં મદદ કરવા માગીએ છીએ. જો તમારી પાસે કોઈ ઘેલું સ્વપ્ન હોય તો અમે તમને તે સાકાર કરવામાં મદદ કરવા માટે હાજર છીએ.”

“આજે ભારતમાં મહત્ત્વાકાંક્ષા ભરપૂર પ્રમાણમાં છે. વિશ્વાસ જ મહત્ત્વાકાંક્ષાને કાર્યમાં રૂપાંતરિત કરે છે,” એમ કાર્ટવ્હીલ ક્રિએટિવ કન્સલ્ટન્સીના સીઈઓ રામકૃષ્ણ દેસીરાજુએ જણાવ્યું હતું. “લોકો ઘણી વાર જાણે છે કે તેઓ કયો રસ્તો અપનાવવા માગે છે, પરંતુ પસંદગીના તબક્કે ખચકાટ અનુભવે છે. હૌસલા 2.0 એ માનવ સત્ય અને માન્યતાની આસપાસ બન્યું છે કે જ્યારે વ્યક્તિઓ ખચકાટને માત આપે છે ત્યારે અર્થપૂર્ણ પ્રગતિ શરૂ થાય છે.”

ખાસ કરીને કોટક માને છે કે ભારતીયો વધુ ને વધુ મોટા પાયે નિર્માણ અને સર્જન કરવા માગે છે. પછી ભલે તે ભારતમાં હાલમાં આયાત કરેલી વસ્તુઓ બનાવીને અથવા એસેમ્બલ કરીને દેશની આત્મનિર્ભરતા તરફની સફરમાં યોગદાન આપીને અથવા બદલાતી વૈશ્વિક આર્થિક વ્યવસ્થામાંથી ઊભરતી તકોનો લાભ લઈને.

== સમાપ્ત ==

Related posts

“ધર્મ એટલે ટકાઉ અને શાશ્વત સિદ્ધાંતોનું આચરણ કરવું”- રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી

viratgujarat

જેએલઆર ઇન્ડિયાએ રાજકોટ ખાતે ન્યુ ઓપન મોડેલ લક્ઝરી રિટેલ ફેસીલીટી મેસર્સ કાર્ગો મોટર્સ પ્રાઇવેટ લિમિટેડનું અનાવરણ કર્યું

viratgujarat

કોલકાતામાં બળાત્કાર-હત્યા, ડોક્ટર ગંભીર ભૂખ હડતાળ પર: બેભાન થયા બાદ ઓક્સિજન અપાયો, IMAએ મમતાને લખ્યું- માંગણીઓ પર તાત્કાલિક પગલાં લો

admin

Leave a Comment