Virat Gujarat
એજ્યુકેશન

અદાણી યુનિવર્સિટી અને IIT મંડી વચ્ચે સંશોધન અને શૈક્ષણિક સહયોગને વિસ્તારવાસમજૂતિ

અમદાવાદ, ૧૮ માર્ચ ૨૦૨૬: અદાણી યુનિવર્સિટીએ શૈક્ષણિક અને સંશોધન સહયોગ માટે એક માળખાગત માળખું સ્થાપિત કરવા માટે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી (IIT) મંડી સાથે સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા છે.

આ કરારમાં સંયુક્ત સંશોધન માટેની પહેલ, સહ-લિખિત પ્રકાશનો, શૈક્ષણિક આદાન-પ્રદાન અને ઇન્ટર્નશિપની તકોનો સમાવેશ થાય છે. બંને સંસ્થાઓ સંશોધન માટે સહયોગી ભંડોળ, પરિસંવાદ અને પરિષદોનું સહિયારું-આયોજન અને કારોબારનું શિક્ષણ, સમર સ્કૂલ અને ડિજિટલ અભ્યાસક્રમો સહિતના ટૂંકા ગાળાના અભ્યાસ કાર્યક્રમો વિકસાવવાની બાબતો પણ આ સમજૂતિનો ભાગ છે.

પાંચ વર્ષનાઆ સમજૂતિ કરાર અન્વયે સંશોધન પ્રવૃત્તિનેસુદ્રઢબનાવવા અને વિવિધ શાખાઓમાં શૈક્ષણિક જોડાણને વિસ્તૃત કરવાની દિશામાં એક મહત્વના પગલા તરીકે અગ્રતા આપવામાં આવી છે. વિદ્યાર્થીઓ અને ફેકલ્ટીઓને વ્યાપક સંસાધનો, વહેંચાયેલ કુશળતા અને આંતર-સંસ્થાકીય શિક્ષણની તકો સુધીની પહોંચ માટે અનુકૂળતા પૂરી પાડવાની તેની અપેક્ષા છે.

અદાણી યુનિવર્સિટીના અગ્રણી શૈક્ષણિક સંસ્થાઓ સાથે ભાગીદારી મારફત સંશોધનોનીતેનીઇકોસિસ્ટમને વધુ ગાઢ બનાવવાના કેન્દ્રિત પ્રયાસોને આ સહયોગ પ્રતિબિંબિત કરવા સાથે આ સમજૂતિ કરારશૈક્ષણિક સંશોધનની સાથો સાથ ઉદ્યોગ-પ્રેરીત શિક્ષણને એકીકૃત કરવાના તેના ઉદ્દેશ્યને સમર્થન આપે છે.

ઉચ્ચ શિક્ષણમાં વ્યાપક વલણ સાથે સંરેખિતઆ ભાગીદારીમારફત જ્યાં સંસ્થાઓ આંતરશાખાકીય સંશોધન અને વિતરીત શિક્ષણ મોડેલો દ્વારા જટિલ પડકારોનો સામનો કરવા માટે વધુને વધુ સહયોગ કરી રહી છે.

Related posts

એએસસીઆઈના અધ્યયનમાં જેન આલ્ફા કન્ટેન્ટ અને કોમર્સની આસાન દુનિયામાં જીવી રહી હોવાનું તારણ

viratgujarat

કોગ્નિઝન્ટે ટેક્નોવર્સ હેકાથોન 2026 લોન્ચ કર્યું

viratgujarat

ધીરુભાઈ અંબાણી યુનિવર્સિટીનું સિનેપ્સ ૨૦૨૬ પૂરજોશમાં ચાલુ: જોકરનું રાજ્ય કેમ્પસને ટેક્નોલોજી, સંસ્કૃતિ અને અરાજકતાના અદ્ભુત રમતના મેદાનમાં ફેરવી રહ્યું છે

viratgujarat

Leave a Comment