Virat Gujarat
બિઝનેસ

વિઝાએ ભારતમાં લોન્ચ કરી પેમેન્ટ પાસકી ડિજિટલ પેમેન્ટની મુશ્કેલીઓ થશે દૂર

મુંબઈ, ભારત – 02 જુલાઈ, 2026: વિઝા (NYSE: V) દ્વારા આજે જાહેરાત કરવામાં આવી છે કે વિઝા પેમેન્ટ પાસકી (VPP) ભારતમાં લાઈવ થઈ ગઈ છે. કાર્ડધારકો માટે આ સુવિધા શરૂ કરનારી આઈડીએફસી ફર્સ્ટ બેંક (IDFC FIRST Bank) અમારી પ્રથમ બેંકિંગ પાર્ટનર બની છે. VPP સુવિધા હાલમાં મિંત્રા (Myntra), પેટીએમ (Paytm), મેકમાયટ્રિપ (MakeMyTrip), ટાટા સ્ટારબક્સ (Tata Starbucks), રિલાયન્સ ડિજિટલ (Reliance Digital) અને ઈટસ્યોર (EatSure – Rebel Foods) જેવા મર્ચન્ટ્સના પસંદગીના યુઝર્સ માટે ઉપલબ્ધ છે. આ સાથે જ જસપે (Juspay), વિબ્મો (Wibmo), રેઝરપે (Razorpay), પેયુ (PayU), પાઈન લેબ્સ (Pine Labs), બિલડેસ્ક (BillDesk), એમ2પી ફિનટેક (M2P Fintech) અને પેટીએમ પેમેન્ટ્સ સર્વિસીસ જેવી ફિનટેક પાર્ટનર્સનું મજબૂત નેટવર્ક વિઝા કાર્ડધારકો માટે વિઝા પેમેન્ટ પાસકીના સરળ જોડાણ (integration) અને ઉપયોગ માટે મુખ્ય આધાર સ્તંભ તરીકે કામ કરી રહ્યું છે.

આ લોન્ચિંગ વિશ્વસનીય અને સરળ ઓનલાઈન પ્રમાણીકરણ (authentication) સક્ષમ કરવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે. તેનો ઉદ્દેશ્ય ભારતમાં ગ્રાહકો અને વ્યવસાયો માટે ડિજિટલ પેમેન્ટના અનુભવને બહેતર બનાવવાની સાથે, ઓટીપી (OTP) જેવી પરંપરાગત પેમેન્ટ વેરિફિકેશન પદ્ધતિઓ પરની નિર્ભરતાને ઘટાડવાનો છે.

ફીડો (FIDO) ના વૈશ્વિક ધોરણો (અગ્રણી કંપનીઓ દ્વારા ઉપયોગમાં લેવાતી ગ્લોબલ ઓથેન્ટિકેશન સિસ્ટમ) પર આધારિત, વિઝા પેમેન્ટ પાસકી વિઝા કાર્ડધારકોને તેમના ઉપકરણની મૂળ અનલોક સિસ્ટમ — જેમ કે ફિંગરપ્રિન્ટ, ફેસ લોક, પિન, પાસવર્ડ અથવા પેટર્ન — નો ઉપયોગ કરીને વ્યવહારોને પ્રમાણિત કરવાની મંજૂરી આપે છે. આ સોલ્યુશન આરબીઆઈ (RBI) ના સપ્ટેમ્બર 2025 ના "ડિજિટલ પેમેન્ટ ટ્રાન્ઝેક્શન માટે વૈકલ્પિક ઓથેન્ટિકેશન મિકેનિઝમની રૂપરેખા (Framework on Alternative Authentication Mechanisms for Digital Payment Transactions) ના અનુરૂપ તૈયાર કરવામાં આવ્યું છે, જેથી યુઝર્સ વન-ટાઇમ પાસવર્ડ (OTP) સિવાયની વૈકલ્પિક પદ્ધતિઓ અપનાવી શકે. વિઝા પેમેન્ટ પાસકી ચેકઆઉટ પ્રક્રિયાને સરળ બનાવે છે, વ્યવહારોની સુરક્ષા મજબૂત કરે છે અને ઝડપી તેમજ સરળ પેમેન્ટનો અનુભવ પ્રદાન કરે છે.

વિઝાના ભારત અને દક્ષિણ એશિયાના ગ્રુપ કન્ટ્રી મેનેજર, સુરેશ સેઠી એ જણાવ્યું હતું કે, "ભરોસો એ ભારતના ડિજિટલ પેમેન્ટ પ્રવાસનો પાયો છે – એક એવો પ્રવાસ જે તેના સ્કેલ, ઇનોવેશન અને કરોડો ગ્રાહકો તથા વ્યવસાયોના વિશ્વાસ દ્વારા વિશ્વ સમક્ષ એક શક્તિશાળી ઉદાહર્ડ પૂરું પાડી રહ્યો છે. વિઝા પેમેન્ટ પાસકી દ્વારા, અમે લોકોને બાયોમેટ્રિક્સ, પિન, પાસવર્ડ અથવા પેટર્ન જેવી પરિચિત ડિવાઇસ-આધારિત પદ્ધતિઓ વડે કાર્ડ પેમેન્ટ પ્રમાણિત કરવા સક્ષમ બનાવી રહ્યા છીએ, જેનાથી ડિજિટલ કોમર્સ વધુ સુરક્ષિત, સર્વસમાવેશી અને ઉપયોગમાં સરળ બનશે. ટોકનાઇઝેશન (tokenization) સાથે મળીને, આ સોલ્યુશન સુરક્ષાનું એક મહત્વપૂર્ણ સ્તર ઉમેરે છે, પેમેન્ટના અવરોધો ઘટાડે છે અને દરેક ચેકઆઉટ પર વિશ્વાસ મજબૂત કરે છે. તે 'એજન્ટિક કોમર્સ (agentic commerce) ના આગામી યુગનો પાયો પણ નાખે છે, જ્યાં વિશ્વસનીય ક્રેડેન્શિયલ્સ અને મજબૂત ઓથેન્ટિકેશન ડિજિટલ સિસ્ટમને ગ્રાહકો વતી સુરક્ષિત રીતે કામ કરવા સક્ષમ બનાવશે. આ વધુ સુલભ, લવચીક અને ભવિષ્ય માટે સક્ષમ ડિજિટલ અર્થતંત્ર બનાવવાની ભારતની મહત્વાકાંક્ષાને ટેકો આપે છે.

પરંપરાગત ઓટીપી-આધારિત પદ્ધતિઓની સરખામણીમાં વિઝા પેમેન્ટ પાસકીથી પેમેન્ટ સક્સેસ રેટ (PSR – Payment Success Rate) માં નોંધપાત્ર વધારો થવાની અપેક્ષા છે, સાથે જ ઓનલાઈન ટ્રાન્ઝેક્શન પૂર્ણ કરવા માટેના જરૂરી સ્ટેપ્સ પણ ઓછા થઈ જશે. માત્ર એક વખતના સરળ સેટઅપ સાથે, ગ્રાહકો આ સુવિધાનો લાભ લઈ શકે છે અને તમામ પાર્ટનર મર્ચન્ટ્સ તેમજ પ્લેટફોર્મ્સ પર એક સમાન ઓથેન્ટિકેશન અનુભવ મેળવી શકે છે. આ સોલ્યુશન અગ્રણી ઓપરેટિંગ સિસ્ટમ્સ અને બ્રાઉઝર્સ સાથે સુસંગત છે અને વૈશ્વિક સ્તરે અબજો FIDO-સક્ષમ ઉપકરણો દ્વારા સપોર્ટેડ છે, જે તેની વ્યાપક પહોંચ અને માપનક્ષમતા સુનિશ્ચિત કરે છે.

ભારત જે રીતે તેની ડિજિટલ અર્થવ્યવસ્થાને આગળ ધપાવી રહ્યું છે અને તેની પેમેન્ટ ઇકોસિસ્ટમને મજબૂત કરી રહ્યું છે, તે રીતે વિઝા નાણાકીય સંસ્થાઓ અને ઇકોસિસ્ટમ ભાગીદારોના સહયોગથી સુરક્ષિત, વ્યાપક અને ગ્રાહક-કેન્દ્રિત ઇનોવેશન્સ લાવવા પર પોતાનું ધ્યાન કેન્દ્રિત રાખી રહ્યું છે, જે વધુ સર્વસમાવેશી અને મજબૂત ડિજિટલ પેમેન્ટ લેન્ડસ્કેપના વિકાસને ટેકો આપશે.

Related posts

‘રાગ રાજ 2.0’ સાથે 4 જુલાઈએ ઇન્ફોસિટી ક્લબમાં ગાંધીનગર ગુંજશે ગુજરાતી લોકસંગીતનો નવો સૂર

viratgujarat

ન્યુટન સ્કૂલ ઓફ ટેકનોલોજીએ એઆઈ, રોબોટિક્સ અને ઉદ્યોગસાહસિકતામાં ફ્યુચર લીડર્સને પોષવા બેંગાલુરુ કેમ્પસનો પ્રારંભ કર્યો

viratgujarat

વડોદરાની HCG કેન્સર હોસ્પિટલ ખાતે સફળ દ્વિપક્ષીય સ્તન રિકન્સ્ટ્રક્શન સર્જરી બાદ 64 વર્ષીય મહિલાએ પોતાનો આત્મવિશ્વાસ ફરી મેળવ્યો

viratgujarat

Leave a Comment