Virat Gujarat
CSR પ્રવૃત્તિઓઅવેરનેસ

સરસપુર શ્રી બાલાહનુમાનજી મંદિર દ્વારા વિશ્વ શાંતિ મહાયજ્ઞ યોજાયો.

શ્રી બાલાહનુમાનજી મંદિરના માનદ્ ચીફ ઓ-ઓર્ડિનેટર હેમેન્દ્ર બાગડી ધર્મપ્રચારક શ્રી નિત્યાનંદજી મહારાજ, શ્રી વિદ્યાનંદ ચૌધરી એક સંયુક્ત નિવેદનમાં જણાવે છે કે વૈશ્વિક યુદ્ધની અશાંતિ અને પરમાણુ વિનાશના ભય વચ્ચે માનવ જાતના રક્ષણ માટે આજે સરસપુરના 150 વર્ષ પ્રાચીન શ્રી બાલા હનુમાનજી મંદિર ખાતે ભવ્ય વિશ્વશાંતિ મહાયજ્ઞનું આયોજન કરવામાં આવી હતું.

ધર્માચાર્ય તથા મહામંડલેશ્વર સ્વામીશ્રી અખિલેશ્વરદાસજી મહારાજની હાજરીમાં ૩૦ પ્રખર વેદપાઠી બ્રાહ્મણો દ્વારા કરાયેલ ગગનભેદી મંત્રોચ્ચારથી આખુ વાતાવરણ પવિત્ર અને ઉર્જાથી તરબતર બની ગયું હતું.

વિજ્ઞાન અને મંત્રશક્તિનો તર્ક આપતા આ પ્રસંગે શ્રી બાલા હનુમાનજી મંદિરના માનદ ચીફ કો-ઓર્ડિનેટર શ્રી હેમેન્દ્ર બાગડીએ એક પ્રબળ તર્ક રજુ કરતા જણાવ્યું હતું કે જો એક અણુધડાકાના વિનાશના તરંગો હજારો કિલોમીટર સુધી વિનાશ નોતરી શકતા હોય તો વેદના મંત્રોની હાકારાત્મક ઉર્જા વિશ્વમાં શાંતિ કેમ ન લાવી શકે?

સ્થાનિક ધારાસભ્ય શ્રી દિનેશસિંહ કુશવાહે જણાવ્યું હતું કે, અમારો ઉદ્દેશ્ય સ્પષ્ટ છે કે, આખું વિશ્વ એક પરિવાર છે તેના કલ્યાણ માટે પ્રાર્થના કરવી જોઈએ એજ અમારો એક માત્ર લક્ષ્ય છે.

સ્થાનિક મ્યુનિ. કાઉન્સીલરશ્રી ભાસ્કર ભટ્ટએ જણાવ્યું હતું કે, આ યજ્ઞ એ વિજ્ઞાન અને અધ્યાત્મિકતાનો સમન્વય છે અને બારૂદના ધુમાડા સામે ગાયના ઘી અને જડીબુટ્ટીઓના પવિત્ર ધુમાડો કરી રહ્યા છે. જે વાતાવરણને શુદ્ધ કરવાની સાથે મનુષ્યની હિંસક બુદ્ધિને પણ શાંત કરે છે.

હવન કરવાથી યુદ્ધ અટકી જશે? તેવા પ્રશ્નનો જવાબ શ્રી બાલાહનુમાનજી મંદિરના માનદ્ ચીફ ઓ-ઓર્ડિનેટર હેમેન્દ્ર બાગડીએ જણાવ્યું હતું કે આસ્થા એ આખી દુનિયાનો આધાર છે. વિજ્ઞાન કહે છે કે બ્રહ્માંડના તરંગો (વાયબ્રેશન) પર ચાલે છે. અમે આ યજ્ઞ દ્વારા વાતાવરણમાં શાંતિ અને સકારાત્મકતાના તરંગો ફેલાવી રહ્યા છીએ જ્યારે લાખો લોકો એક સાથે શાંતિનો સંકલ્પ કરે ત્યારે તે શાસકોની હિંસક બુદ્ધિને પણ બદલી શકે છે. આ અમારો આધ્યાત્મિક વિરોધ છે.

અમારો એક જ સંદેશ છે કે વિનાશ નહીં વિશ્વ શાંતિ જોઈએ. અમે ઈચ્છીએ છીએ કે ભારત ફરી એકવાર વિશ્વ ગુરુ તરીકે શાંતિનો માર્ગ બતાવે.

Related posts

અદાણી યુનિવર્સિટીમાં MBA ઇન્ફ્રાસ્ટ્રક્ચર મેનેજમેન્ટની નવી બેચનો પ્રારંભ: ૧૨૦ વિદ્યાર્થીઓનું ઉત્સાહભેર સ્વાગત

viratgujarat

EDII દ્વારા પ્રોજેક્ટ ઉદયા : ઉદ્યોગસાહસિકતાના સપનાને કરી રહી છે સાકાર

viratgujarat

LIBF એક્સ્પો 2026: 30 જાન્યુઆરીથી 1 ફેબ્રુઆરી 2026 દરમિયાન જીઓ વર્લ્ડ કન્વેન્શન સેન્ટર, મુંબઈ ખાતે યોજાશે

viratgujarat

Leave a Comment