Virat Gujarat
આઈપીઓ

એસેટ રિકન્સ્ટ્રક્શન કંપની (ઈન્ડિયા) લિમિટેડનો આઈપીઓ બુધવાર, 9 સપ્ટેમ્બર, 2026ના રોજ ખુલશે.

અમદાવાદ, 7 સપ્ટેમ્બર, 2026: એસેટ રિકન્સ્ટ્રક્શન કંપની (ઈન્ડિયા) લિમિટેડ (the “Company”) બુધવાર, 9 સપ્ટેમ્બર, 2026ના રોજ રૂ. 10ની ફેસ વેલ્યુ ધરાવતા તેના ઇક્વિટી શેર (“Equity Shares”) નો આઈપીઓ (“Offer”) શરૂ કરવાની દરખાસ્ત ધરાવે છે. એન્કર ઇન્વેસ્ટર માટે બિડીંગની તારીખ બિડ/ઓફર શરૂ થવાની તારીખના કામકાજના એક દિવસ પહેલા એટલે કે મંગળવાર, 8 સપ્ટેમ્બર, 2026 છે. બિડ/ઓફર બંધ થવાની તારીખ શુક્રવાર, 11 સપ્ટેમ્બર, 2026 છે.

ઓફર માટેનો પ્રાઇઝ બેન્ડ રૂ. 10ની ફેસ વેલ્યુ ધરાવતા દરેક ઇક્વિટી શેર માટે રૂ. 132થી રૂ. 139 નક્કી કરવામાં આવ્યો છે. બિડ રૂ. 10ની ફેસ વેલ્યુ ધરાવતા ઓછામાં ઓછા 107 ઇક્વિટી શેર માટે અને ત્યારબાદ રૂ. 10ની ફેસ વેલ્યુ ધરાવતા 107 ઇક્વિટી શેરના ગુણાંકમાં કરી શકાશે.

આ ઓફરમાં કેટલાક વર્તમાન શેરધારકો દ્વારા રૂ. 10ની ફેસ વેલ્યુ ધરાવતા વધુમાં વધુ 5,27,31,946 ઇક્વિટી શેરની ઓફર ફોર સેલ સામેલ છે. તેમાં એવન્યુ ઈન્ડિયા રિઝર્જન્સ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા રૂ. 10ની ફેસ વેલ્યુ ધરાવતા વધુમાં વધુ 2,48,23,910 ઇક્વિટી શેર અને સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા દ્વારા રૂ. 10ની ફેસ વેલ્યુ ધરાવતા વધુમાં વધુ 1,09,63,062 ઇક્વિટી શેરનો સમાવેશ થાય છે (એવન્યુ ઈન્ડિયા રિઝર્જન્સ પ્રાઇવેટ લિમિટેડ અને સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાને મળીને “Promoter Selling Shareholders”). આ ઉપરાંત લેથે ઇન્વેસ્ટમેન્ટ પ્રાઇવેટ લિમિટેડ (the “Investor Selling Shareholder”) દ્વારા રૂ. 10ની ફેસ વેલ્યુ ધરાવતા વધુમાં વધુ 1,62,44,858 ઇક્વિટી શેર અને ધ ફેડરલ બેન્ક લિમિટેડ (the “Other Selling Shareholder”, પ્રમોટર સેલિંગ શેરહોલ્ડર અને ઇન્વેસ્ટર સેલિંગ શેરહોલ્ડર સાથે, the “Selling Shareholders”) દ્વારા રૂ. 10ની ફેસ વેલ્યુ ધરાવતા વધુમાં વધુ 7,00,116 ઇક્વિટી શેરનું વેચાણ કરવામાં આવશે.

આ ઓફર સિક્યોરિટીઝ કોન્ટ્રાક્ટ્સ (રેગ્યુલેશન) રૂલ્સ, 1957ના નિયમ 19(2)(બી) અનુસાર અને સેબી આઈસીડીઆર નિયમોના નિયમન 31 સાથે વાંચવામાં આવતા સુધારેલા (the “SCRR”) સાથે કરવામાં આવી રહી છે. આ ઇશ્યૂ સેબી આઈસીડીઆર નિયમનોના નિયમન 6(1)ના અનુસંધાનમાં બુક બિલ્ડિંગ પ્રોસેસ દ્વારા કરવામાં આવી રહ્યો છે, જેમાં સેબી આઈસીડીઆર નિયમનોના નિયમન 32(1)ની શરતો મુજબ ઇશ્યૂના મહત્તમ 50 ટકા હિસ્સાની ફાળવણી ક્વોલિફાઇડ ઇન્સ્ટિટ્યુશનલ બાયર્સ (“QIBs”) (આવો હિસ્સો “QIB Portion” ગણાશે) ને પ્રમાણસર ધોરણે કરવામાં આવશે, એ શરતે કે અમારી કંપની, બુક રનિંગ લીડ મેનેજરો સાથે ચર્ચા કરીને ક્યુઆઈબી હિસ્સામાંથી મહત્તમ 60 ટકા હિસ્સો સેબી આઈસીડીઆર નિયમનો અનુસાર એન્કર ઇન્વેસ્ટર્સને પોતાની વિવેકબુદ્ધિ મુજબ ફાળવી શકશે (“Anchor Investor Portion”), જે પૈકી 40 ટકા હિસ્સો આ પ્રકારે અનામત રાખવામાં આવશેઃ (1) 33.33 ટકા હિસ્સો સ્થાનિક મ્યુચ્યુઅલ ફંડ્સ માટે અનામત રખાશે અને (2) 6.67 ટકા હિસ્સો જીવન વીમા કંપનીઓ અને પેન્શન ફંડ્સ માટે અનામત રહેશે, એ શરતે કે સેબી આઈસીડીઆર નિયમનો મુજબ સ્થાનિક મ્યુચ્યુઅલ ફંડ્સ, જીવન વીમા કંપનીઓ અને પેન્શન ફંડ્સ તરફથી એન્કર ઇન્વેસ્ટરને ફાળવવામાં આવનાર ઇક્વિટી શેર્સની કિંમતે કે તેનાથી વધુ કિંમતે માન્ય બિડ્સ પ્રાપ્ત થાય (“Anchor Investor Allocation Price”). ઉપર મુદ્દા (2)માં અંડર સબ્સ્ક્રીપ્શનના કિસ્સામાં સ્થાનિક મ્યુચ્યુઅલ ફંડ્સને ફાળવણી થઈ શકે છે. જો એન્કર ઇન્વેસ્ટર હિસ્સામાં અંડર-સબ્સ્ક્રીપ્શન રહે કે ફાળવણી ન થાય, તો બાકીના ઇક્વિટી શેર ક્યુઆઈબી હિસ્સામાં ઉમેરવામાં આવશે (એન્કર ઇન્વેસ્ટર હિસ્સા સિવાય) (the “Net QIB Portion”).

આ ઉપરાંત, નેટ ક્યુઆઈબી હિસ્સાના 5 ટકા શેર માત્ર મ્યુચ્યુઅલ ફંડને પ્રમાણસર ધોરણે ફાળવવામાં આવશે અને બાકીના નેટ ક્યુઆઈબી હિસ્સાની ફાળવણી તમામ ક્યુઆઈબી બિડર્સ (એન્કર ઇન્વેસ્ટર્સ સિવાય), જેમાં મ્યુચ્યુઅલ ફંડનો પણ સમાવેશ થાય છે, તેમને પ્રમાણસર ધોરણે કરવામાં આવશે, એ શરતે કે તેમના તરફથી ઇશ્યૂ પ્રાઇઝ અથવા તેથી વધુ કિંમતે માન્ય બિડ્સ પ્રાપ્ત થઈ હોય. જો મ્યુચ્યુઅલ ફંડ તરફથી કુલ માંગ નેટ ક્યુઆઈબી હિસ્સાના 5 ટકા કરતાં ઓછી રહેશે, તો ફાળવણી માટે ઉપલબ્ધ રહેલા બાકીના ઇક્વિટી શેર્સ તમામ ક્યુઆઈબીને પ્રમાણસર ફાળવણી માટે બાકીના નેટ ક્યુઆઈબી હિસ્સામાં ઉમેરવામાં આવશે.

ઉપરાંત, જો નેટ ઓફરના લઘુત્તમ 15 ટકા શેર નોન-ઇન્સ્ટિટ્યૂશનલ ઇન્વેસ્ટર્સને પ્રમાણસર ધોરણે ફાળવણી માટે ઉપલબ્ધ રહેશે, જે પૈકી (એ) એક તૃત્યાંશ હિસ્સો રૂ. 0.2 મિલિયનથી વધુ અને રૂ. 1.00 મિલિયન સુધીની એપ્લિકેશન સાઇઝ ધરાવતા અરજીકર્તા માટે અનામત રહેશે અને (બી) બે તૃત્યાંશ હિસ્સો રૂ. 1.00 મિલિયનથી વધુની એપ્લિકેશન સાઇઝ ધરાવતા અરજીકર્તા માટે અનામત રહેશે, એ શરતે કે આ બે સબ-કેટેગરીઝમાંથી ગમે તેમાં સબ્સ્ક્રાઇબ ન થયેલો હિસ્સો સેબી આઈસીડીઆર નિયમનો મુજબ નોન-ઇન્સ્ટિટ્યૂશનલ બિડર્સની અન્ય સબ કેટેગરીમાં બિડર્સને ફાળવી શકાશે અને ઓફરનો લઘુતમ 35  ટકા હિસ્સો સેબી આઈસીડીઆર નિયમો મુજબ રિટેલ ઇન્ડિવિડ્યુઅલ ઇન્વેસ્ટર્સને ફાળવણી માટે ઉપલબ્ધ રહેશે, એ શરતે કે ઓફર કિંમત કે તેનાથી વધુ કિંમતે માન્ય બિડ્સ પ્રાપ્ત થઈ હોય. તમામ બિડર્સ (એન્કર ઇન્વેસ્ટર્સને બાદ કરતાં) માટે Application Supported by Blocked Amount (“ASBA”) પ્રક્રિયા દ્વારા અરજી કરવી ફરજિયાત રહેશે. આ માટે તેમણે તેમના ASBA ખાતાની વિગતો તથા યુપીઆઈ મારફતે અરજી કરનારોએ પોતાના યુપીઆઈ આઈડીની વિગતો (અહીં જણાવ્યા મુજબ) આપવાની રહેશે. ત્યારબાદ નેટ ઓફરમાં ભાગ લેવા માટે સંબંધિત બિડની રકમ સેલ્ફ સર્ટિફાઇડ સિન્ડિકેટ બેંકો (“SCSBs”) અથવા યુપીઆઈ મિકેનિઝમ હેઠળ બ્લોક કરવામાં આવશે. એન્કર ઇન્વેસ્ટર્સને ASBA પ્રોસેસ દ્વારા ઓફરમાં ભાગ લેવાની મંજૂરી નથી.

ઇક્વિટી શેર બીએસઈ લિમિટેડ (“BSE”) અને નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઈન્ડિયા લિમિટેડ (“NSE”)  પર લિસ્ટ કરવાની યોજના છે. આ ઇશ્યૂ માટે એનએસઈ લિમિટેડને ડેઝિગ્નેટેડ સ્ટોક એક્સચેન્જ તરીકે નિયુક્ત કરવામાં આવશે.

આઈઆઈએફએલ કેપિટલ સર્વિસીસ લિમિટેડ (અગાઉ આઈઆઈએફએલ સિક્યોરિટીઝ લિમિટેડ તરીકે ઓળખાતી), આઈડીબીઆઈ કેપિટલ માર્કેટ્સ એન્ડ સિક્યોરિટીઝ લિમિટેડ અને જેએમ ફાઇનાન્શિયલ લિમિટેડ આ ઇશ્યૂના બુક રનિંગ લીડ મેનેજર્સ છે.

Related posts

ધિલ્લોન ફ્રેઇટ કેરિયર લિમિટેડ ₹10.08 કરોડનું IPO 29 સપ્ટેમ્બરથી લાવશે

viratgujarat

SFC એન્વાયર્નમેન્ટલ ટેક્નોલોજીસ લિમિટેડની પ્રારંભિક જાહેર ઓફર મંગળવાર, 27 ઓક્ટોબર, 2026 ના રોજ ખૂલશે, પ્રાઈસ બેન્ડ રૂ.313 થી રૂ. 330 પ્રતિ ઇક્વિટી શેર નક્કી કરાઈ

viratgujarat

રૂ.48.81 કરોડનો કવાસર ઇન્ડિયાનો રાઇટ ઇશ્યુ 17 જાન્યુઆરીના રોજ બંધ થશે

viratgujarat

Leave a Comment