Virat Gujarat
ગુજરાતડ્રિંક્સબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

Maaza®ના 50 વર્ષ: ભારતના કેરી પ્રત્યેના અતૂટ પ્રેમને બોટલમાં ભરતા

નેશનલ | ૨૦ મે ૨૦૨૬ | કોકા કોલા ઇન્ડિયા કેરીના સ્વાદ સાથે ભારતને સંતોષતી Maaza®ના 50 વર્ષની ઉજવણી કરી રહી છે. 1976માં તેની શરૂઆત થઈ ત્યારથી, Maaza® એ ભારતના કેરી પ્રત્યેના પ્રેમ સાથે ઊંડે સુધી વણાઈ ગયું છે, જે ઉત્તમ સ્વાદ, બાળપણની યાદો અને સ્પષ્ટ રીતે ભારતીય લાગે તેવી ક્ષણોના મજબૂત વારસાનું નિર્માણ કરે છે.

પાંચ દાયકા સુધી, Maaza®એ ઉનાળાની બપોર અને કૌટુંમ્બિક મેળાવડાથી લઇને નાની દૈનિક ઉજવણીઓ સુધી એમ દરેક પેઢીઓમાં એક પરિચિત હાજરી ધરાવી છે. સમય વીતતા બ્રાન્ડ માત્ર એક પીણા ઉપરાંત વિકસી છે અને ઘરેલુ કેરીમાં ડૂબી જવાના એક સમાનાર્થી તરીકે ઉભરી આવી છે જેણે આરામદાયક અને યાદગાર એમ બન્નેની અનુભૂતિ કરાવવાનું સતત રાખ્યું છે.

Maaza® માટે એક સીમાચિન્હ વર્ષ છે ત્યારે આ ઉજવણી બ્રાન્ડની ફક્ત એક મુસાફરી કરતા વધુ છે. 50 વર્ષનો આ વારસો એ વિશાળ ઇકોસિસ્ટમની પણ યાદગીરી છે જેણે વર્ષોથી Maaza® ને આકાર આપ્યો છે, ભારતીય ખેતરોના ફળોથી લઈને તે ઉત્પન્ન થાય છે, ગ્રાહકોને જેમણે બ્રાન્ડને તેમના જીવનનો ભાગ બનાવ્યો છે, અને દરેક ઘૂંટ પાછળ ઘણા હાથ છે.

કોકા-કોલા ઇન્ડિયા અને સાઉથવેસ્ટ એશિયાના ન્યૂટ્રીશન-માર્કેટિંગના સિનીયર ડિરેક્ટર સુનૈનિકા સિંઘએ જણાવ્યું હતું કે, “Maaza®એ જિંદગીઓ, અભેરાઇઓ અને ભારતીયોની યાદમાં સ્થાન જાળવતા અર્ધી સદી વટાવી છે. તેની હાજરી ઉનાળાની રજાઓ અને કૌટુંમ્બિક મેળાવડાઓ, રવિવારના લંચ બાદ ડેઝર્ટ અને તહેવારોમાં હોય છે, આ ક્ષણો ફોટોગ્રાફમાં ઘણી નાની લાગે છે, પરંતુ ભૂલવા માટે પણ સારી હોય છે. Maaza® જે અસાધારણ બનાવે છે તે એ છે કે તે દરેક દાયકા દરમિયાન સંપૂર્ણપણે સ્વયંભૂ રહ્યું છે: પ્રામાણિક, ઉદાર અને કેરીના અનુભવનો આનંદ માણવાની સૌથી ગાઢ લાગણી. તે વિશ્વાસનું 50 વર્ષથી નિર્માણ થયં છે, અને તે એકમાત્ર પાયો છે જેનો આપણને આગામી 50 વર્ષ માટે જરૂર છે.”

Maaza®એ બદલાતા સમયની સાથે વિકસવાનું ચાલુ રાખ્યું છે તેની સાથે સ્વાદ અને અનુભવમાં ખૂંચેલું છે જેણે નિવાસીઓ માટે લોકપ્રિય બનાવ્યું છે. ‘Taaza Mango, Maaza® Mango’ જેવા આઇકોનિક કેમ્પેનથી લઈને ‘Maaza® Ho Jaaye’ જેવા સાંસ્કૃતિક રીતે પ્રતિધ્વનિ અભિયાનો સુધી, બ્રાન્ડે ગ્રાહકોના કેરી પ્રત્યેના શાશ્વત પ્રેમ અને રોજિંદા જીવનને આકાર આપતી નાની, ઊંડી વ્યક્તિગત ક્ષણોની સતત ઉજવણી કરી છે, જે કેરી અને Maaza® સાથે લોકોના ભાવનાત્મક જોડાણને મજબૂત બનાવે છે.

ઓજિલ્વી ઇન્ડિયાના ચિફ ક્રિયેટીવ ઓફિસર સુકેશ નાયકએ જણાવ્યું હતું કે “Maaza® હંમેશા કેરીના આનંદ તરીકે ઉભી રહી છે, ફક્ત એક ફળ પીણા તરીકે જ નહી પરંતુ લોકો જેની સાથે મોટા થાય છે તેની પ્રતીતી તરીકે પણ. અમે 50 વર્ષમાં પ્રવેશ્યા છીએ ત્યારે તેનો પ્રત્યેક ઘૂંટ જીવનમાં જે ભાવના અને બધું જ લાવે છે તેની ઉજવણી વિશે છે.”

કેમ્પેન ઉપરાંત, Maaza®નો કેરી સાથેનો સંબંધ દરેક બોટલ પાછળના બગીચાઓ અને ખેડૂત સમુદાયોથી શરૂ થાય છે. કોકા-કોલા ઇન્ડિયાના પ્રોજેક્ટ ઉન્નતિ દ્વારા, કંપનીએ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ફળના ખેડૂતો સાથે ભાગીદારી કરી છે, જેમાં અલ્ટ્રા-હાઇ-ડેન્સિટી પ્લાન્ટેશન અને ટપક સિંચાઈ પ્રણાલીઓ સહિત ટકાઉ કૃષિ પદ્ધતિઓ રજૂ કરવામાં આવી છે જેણે લાંબા ગાળાના ગ્રોવ-ટુ-ગ્લાસ અભિગમ દ્વારા ફળની ગુણવત્તા સુધારવા, ઉપજ વધારવા અને ભારતના કેરી ઉગાડતા ઇકોસિસ્ટમને મજબૂત બનાવવામાં મદદ કરી છે.

Maaza® તેની બીજી અર્ધી સદીમાં પ્રવેશ કરી રહ્યું છે, ત્યારે બ્રાન્ડ છેલ્લા પાંચ દાયકાથી તેની સફરને વ્યાખ્યાયિત કરેલા આનંદ, પરિચિતતા અને આનંદની ઉજવણી કરવા માટે પ્રતિબદ્ધ છે. વર્ષ દરમિયાન, Maaza® વાર્તાઓ, અનુભવો અને ક્ષણો દ્વારા કેરીની ઉજવણી કરશે જે સંસ્કૃતિ અને રોજિંદા જીવનના મૂળમાં લાગે છે, સાથે બ્રાન્ડની મુખ્ય ઓળખ પ્રત્યે ખરા રહેશે.

Related posts

વેરનો લય આવી ચૂક્યો છે! સોની લાઈવની ચમકઃ ધ કોન્ક્લુઝન નાઉનું ટ્રેલર જુઓ

viratgujarat

સ્ટાર એરએ અમદાવાદથી મુસાફરો માટે મોનસૂન સેલ જાહેર કર્યો: ભાડું રૂ. 2,799 થી શરૂ

viratgujarat

અમદાવાદ ખાતે હેડવે બિઝનેસ સોલ્યુશન્સ દ્વારા જવેલરી વ્યવસાયના પ્રોત્સાહન માટે સુવર્ણ સૌભાગ્ય ઉત્સવ ૨૦૨૪નું આયોજન.

viratgujarat

Leave a Comment