Virat Gujarat
બિઝનેસ

ફેડરેશન ઓફ ગુજરાત FMCG ડિસ્ટ્રીબ્યુટર્સ એસોસિએશન ચેરિટેબલ ટ્રસ્ટ (FGDA) દ્વારા અમદાવાદમાં ‘ગુજરાત કન્વેન્શન ઓફ ડિસ્ટ્રીબ્યુટર્સ’ નું આયોજન કરાયું

અમદાવાદના પ્રહલાદનગર સ્થિત AMC કોમ્યુનિટી હોલ ખાતે ફેડરેશન ઓફ ગુજરાત FMCG ડિસ્ટ્રીબ્યુટર્સ એસોસિએશન ચેરિટેબલ ટ્રસ્ટ (FGDA) દ્વારા ‘ગુજરાત કન્વેન્શન ઓફ ડિસ્ટ્રીબ્યુટર્સ’ નું આયોજન કરાયું હતું. આ કાર્યક્રમમાં રાજ્યના ૩૩ જિલ્લાઓમાંથી આશરે ૧૦૦૦થી વધુ પ્રતિનિધિઓ અને અન્ય રાજ્યોના વિતરકોએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી.

આ કાર્યક્રમમાં ભારત સરકારના નેશનલ ટ્રેડર્સ વેલ્ફેર બોર્ડના ચેરમેન શ્રી સુનિલ સિંઘીજી મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. તેમણે પોતાના સંબોધનમાં જણાવ્યું કે, “દેશના અર્થતંત્રમાં ડિસ્ટ્રીબ્યુટર્સ કરોડરજ્જુ સમાન છે. સરકાર વેપારીઓના હિત અને તેમની સુરક્ષા માટે કટિબદ્ધ છે.” તેમણે વિતરણ વ્યવસ્થામાં આવતા પડકારો અને તેના ઉકેલો અંગે પણ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. સંસ્થાના પ્રમુખ શ્રી અરુણ પરીખ અને જનરલ સેક્રેટરી શ્રી શ્રીરામ બક્ષીએ વિતરણ વ્યવસ્થામાં સુધારા અને સંગઠનની મજબૂતી પર ભાર મૂક્યો હતો.

આ સંમેલનમાં FMCG વિતરણ વ્યવસ્થા સામે આવી રહેલા ગંભીર પડકારો અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. અગ્રણીઓએ ચિંતા વ્યક્ત કરતા જણાવ્યું કે, વધતા જતા ખર્ચ અને માત્ર ૫ ટકા જેટલા સીમિત માર્જિનના કારણે વિતરકો માટે ટકી રહેવું મુશ્કેલ બન્યું છે, જેના લીધે રાજ્યમાં ૭૦૦થી વધુ ડિસ્ટ્રીબ્યુટર્સ બંધ થઈ ગયા છે. આ ઉપરાંત, ઈ-કોમર્સ અને ક્વિક કોમર્સના વધતા પ્રભાવને કારણે પરંપરાગત રિટેલ વેપારીઓનો હિસ્સો ઘટીને માત્ર ૭૦ ટકા રહી ગયો છે અને બાકીનો વેપાર ઓનલાઈન પ્લેટફોર્મ તરફ ડાયવર્ટ થતાં ૧ લાખથી વધુ આઉટલેટ્સ બંધ થઈ ગયા છે. કાર્યક્રમમાં બંધ થઈ રહેલા આઉટલેટ્સ, કેટેગરી બિલિંગની સમસ્યાઓ તેમજ રેટ અને પેક ડિફરન્સ જેવા મહત્વના મુદ્દાઓ પર ગહન મંથન કરી તેના ત્વરિત ઉકેલ લાવવા પર ભાર મૂકવામાં આવ્યો હતો.

આ સફળ સંમેલનમાં વેપાર ક્ષેત્રના અગ્રણીઓ અને નિષ્ણાતોએ પણ પોતાના મંતવ્યો રજૂ કર્યા હતા. આ ઇવેન્ટમાં મહિન્દ્રા લાસ્ટ માઈલ મોબિલિટી, મહાલક્ષ્મી અને શ્રી હરિ મસાલા જેવા પ્રતિષ્ઠિત બ્રાન્ડ્સ ઇવેન્ટ પાર્ટનર્સ તરીકે જોડાયા હતા. સમગ્ર આયોજન દ્વારા ગુજરાતના FMCG ક્ષેત્રના વિતરકોમાં એક નવો ઉત્સાહ અને એકતાના દર્શન થયા હતા, જે આગામી સમયમાં આ ક્ષેત્રના વિકાસમાં મહત્વની ભૂમિકા ભજવશે.

Related posts

નથિંગ ફોન (3a) લાઇટ ₹19,999 માં વેચાણ માટે ઉપલબ્ધ છે, જેમાં નવા વાદળી રંગનો સમાવેશ થાય છે

viratgujarat

કિસ્ના ડાયમંડ અને ગોલ્ડ જ્વેલરી લકી ડ્રો વિજેતાઓને ભવ્ય ઇનામ તરીકે કાર, વાઉચર્સ આપ્યા

viratgujarat

ભારતીય AI અમલીકરણને વેગ આપતા: લામા (Llama) આધારિત એન્ટરપ્રાઇસ AI ઉકેલો ઊભા કરવા માટે મેટાએ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ સાથે વ્યૂહાત્મક ભાગીદારી કરી

viratgujarat

Leave a Comment