Virat Gujarat
CSR પ્રવૃત્તિઓઅવેરનેસ

આઈઓસી, અભિનવ બિન્દ્રા ફાઉન્ડેશન અને રિલાયન્સ ફાઉન્ડેશને “યુ કેન ડુ ધીસ! લેટ્સ મુવ”ના લોન્ચ સાથે ઓલિમ્પિક દિવસની ઉજવણી કરી

ઈન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટી (આઈઓસી) ફરી એકવાર અભિનવ બિન્દ્રા ફાઉન્ડેશન અને રિલાયન્સ ફાઉન્ડેશન સાથે મળીને ભારતમાં આઈઓસીની વર્ષભર ચાલતી સ્પોર્ટ્સ પાર્ટનરશિપ કેમ્પેઇન “લેટ્સ મુવ” પહેલને લાવી રહી છે, જેનો ઉદ્દેશ્ય યુવાનોને ઓલિમ્પિક મૂવમેન્ટની તાકાત અને પ્રેરણા થકી સક્રિય થવા માટે પ્રોત્સાહિત અને સપોર્ટ કરવાનો છે.

ઓલિમ્પિક વેલ્યુઝ એજ્યુકેશન પ્રોગ્રામ (OVEP) અંતર્ગત ચાલી રહેલા સહયોગના ભાગ રૂપે અને પાછલા બે વર્ષના સફળ કેમ્પેઇન કે જેના કારણે 20 મિલિયન યુવાનોને સક્રિય થયા છે, તેને અનુસરીને યુ કેન ડૂ ધીસ! લેટ્સ મૂવ કેમ્પેઇનની શરૂઆત ઓલિમ્પિક ડે એટલે કે 23 જૂનના રોજ થઈ રહી છે, જેનો ઉદ્દેશ્ય સમગ્ર ભારતમાં સ્પોર્ટ્સ એક્ટિવિટીઝ અને ડિજિટલ કન્ટેન્ટ થકી યુવાનોને સક્રિય થવા અને રમતગમતના તમામ ફાયદાઓ આનંદ માણવા માટે તૈયાર થવામાં મદદ કરવાનો છે.

યુ કેન ડૂ ધીસ! લેટ્સ મૂવ આત્મવિશ્વાસ વધારવામાં રમતગમતની શક્તિને ઉજાગર કરે છે

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના અહેવાલ મુજબ ભારતમાં 74% બાળકો અને કિશોરો (11-17 વર્ષની વયના) અને 49 ટકા પુખ્ત વયના લોકો (ડબ્લ્યુએચઓ, 2024) સારી તંદુરસ્તી માટે જરૂરી પ્રવૃત્તિના નિર્ધારિત સ્તર સુધી પહોંચી રહ્યા નથી,જેથી આરોગ્ય અને સુખાકારી સાથે જોડાયેલા પડકારો વધી રહ્યા છે. સંશોધનથી એ પણ સામે આવ્યું છે કે યુવાનોને શારીરિક પ્રવૃત્તિમાં ભાગ લેવા માટે અનેક અવરોધોનો સામનો કરવો પડે છે, જેમાં પોતાના પર શંકા કરવી એ પણ એક ફાળો આપનાર પરિબળ છે. આ સાથે,ટૂંકા ગાળાની એક્ટિવિટી પણ મૂડ અને એનર્જીને તાત્કાલિક વધારી શકે છે. યુવાનો માટે, સ્પોર્ટ્સ આત્મવિશ્વાસ વધારવા માટે એક શક્તિશાળી માધ્યમ હોવાની સાથેસાથે, મુશ્કેલીઓનો સામનો કરવાની ક્ષમતા, ખંત અને કોમ્યુનિકેશન જેવા આવશ્યક જીવન કૌશલ્યોના વિકાસમાં પણ મદદ કરી શકે છે.

આ જ કારણ છે કે, આ વર્ષે “લેટ્સ મૂવ”ના પુનરાવર્તનમાં “યુ કેન ડૂ ધીસ”નો એક સરળ સંદેશ છે, જેનો ઉદ્દેશ્ય યુવાનોને તેમનું પહેલું પગલું ભરવા માટે હિંમત આપવાનો છે અનેતેમને યાદ અપાવવાનું છે કે અસ્વસ્થતા, અપૂર્ણતા અથવા અનિશ્ચિતતાનો અનુભવ કરવો એ સામાન્ય બાબત છે. શરૂઆત કરવા માટે માત્ર એક પગલું, એક સેશન, એક શ્વાસ પૂરતો હોય છે, અને મૂવમેન્ટ થકી આત્મવિશ્વાસ ખીલી શકે છે.

અભિનવ બિન્દ્રા ફાઉન્ડેશને સમગ્ર ભારતમાં યુવાનો માટે સ્પોર્ટ્સ પ્રોગ્રામનો વિસ્તાર કર્યો છે

અભિનવ બિન્દ્રા ફાઉન્ડેશન, આઈઓસીઅને પ્રાદેશિક સરકારો સાથે મળીને, યુવાનોને શારીરિક પ્રવૃત્તિમાં જોડવા માટે તેમના મહત્વપૂર્ણ કાર્યને પાંચ પ્રદેશોમાં વિસ્તારી રહ્યું છે, જેમાં ઓડિશા, આસામ અને ચંદીગઢ, અને પ્રથમ વખત સમાવિષ્ટતેલંગાણા અને મેઘાલયનો સમાવેશ થાય છે.

ઓલિમ્પિક દિવસે,વિદ્યાર્થીઓ યોગ સહિત વિવિધ ઇન્ડોર ગેમ્સ અને વર્ગખંડ આધારિત પ્રવૃત્તિઓમાં ભાગ લેશે – જેનો ઉદ્દેશ્ય કેમ્પેઇનના સમયગાળા દરમિયાન આશરે 4 મિલિયન વિદ્યાર્થીઓને જોડવાનો છે. આજની તારીખમાં,આ પહેલ થકી 12 મિલિયનથી વધુ બાળકો પર સકારાત્મક અસર પડી છે.

શૂટિંગમાં ઓલિમ્પિક ચેમ્પિયન (બેઇજિંગ 2008) અભિનવ બિન્દ્રાએ જણાવ્યું,”ઓલિમ્પિક વેલ્યૂઝ એજ્યુકેશન પ્રોગ્રામ,લેટ્સ મૂવ કેમ્પેઇન સાથે મળીને, સ્પોર્ટ્સના માધ્યમથી ભારતમાં લાખો યુવાનોને સશક્ત બનાવી ચૂક્યો છે. આ આગામી પેઢીને એક મહત્વપૂર્ણ સંદેશ પહોંચાડે છે: તમે આ કરી શકો છો, તમે સક્ષમ છો, તમે આગળ વધવા માટે તૈયાર છો. સ્પોર્ટ્સના ફાયદા માત્ર શારીરિક તંદુરસ્તી પૂરતા સિમિતનથી; તે વ્યક્તિગત વિકાસ માટે પણ મહત્વપૂર્ણ છે અને આત્મવિશ્વાસ વધારવામાં મદદ કરે છે.”

રિલાયન્સ ફાઉન્ડેશન વધુ યુવાનોને આગળ વધવા માટે મદદ કરી રહ્યું છે

લેટ્સ મૂવ ઇન્ડિયા કેમ્પેઇન અને ઓલિમ્પિક દિવસ 2026ની ઉજવણી માટે આઈઓસીસાથેની ભાગીદારીના ભાગ રૂપે, રિલાયન્સ ફાઉન્ડેશન દેશભરના વધુ યુવાનો માટે OVEP લાવી રહ્યું છે. 2024થી, OVEP 16 રાજ્યોમાં 464 શાળાઓ અને આંગણવાડીઓમાં 3,38,869થી વધુ વિદ્યાર્થીઓ સુધી પહોંચ્યું છે, જ્યારે પ્રારંભિક બાળ શિક્ષણમાં ઓલિમ્પિક મૂલ્યોથી અવગત કરાવવા માટે વિશ્વમાં પોતાના પ્રકારની પ્રથમ પહેલ પણ શરૂ કરી છે.

આ ગતિને આગળ ધપાવતા, રિલાયન્સ ફાઉન્ડેશન આ વર્ષના ઓલિમ્પિક દિવસની ઉજવણીના ભાગ રૂપે દેશભરમાં આશરે 1,800 આંગણવાડીઓ અને 44,000 બાળકો સાથે જોડાશે, જે “યુ કેન ડૂ ધીસ” થીમ પર કેન્દ્રિત છે. મનોરંજક, શારીરિક પ્રવૃત્તિઓ, રમતો અને કમ્યુનિટી સ્પોર્ટ્સ સેશન્સના માધ્યમથી,બાળકોને સક્રિય રહેવાનો આનંદ માણવા અને તેમના રોજિંદા જીવનમાં ઓલિમ્પિક મૂલ્યોને સ્વીકારવા માટે પ્રોત્સાહિત કરવામાં આવશે. રિલાયન્સ ફાઉન્ડેશન સાથે જોડાયેલ એથલીટ અને ઓલિમ્પિયન્સ પણ આ કેમ્પેઇનમાં જોડાશે અને પોતાના પર રહેલી શંકાઅને પડકારોને દૂર કરવાની પ્રેરણાદાયી વાર્તાઓ જણાવશે,સમગ્ર ભારતમાં યુવાનોને પોતાનું પહેલું પગલું ભરવા અને સ્પોર્ટ્સની પરિવર્તનશીલ શક્તિને જાણવા માટે પ્રેરિત કરશે.

ઓલિમ્પિક ગેમ્સમાં 100 મીટર હર્ડલ્સમાં ભાગ લેનાર પ્રથમ ભારતીય મહિલા, જ્યોતિ યારાજીએ જણાવ્યું: “મોટા થવા દરમિયાન, સ્પોર્ટ્સે મને જીવનમાં ઘણું બધું આપ્યું, શારીરિક તંદુરસ્તી,એક મજબૂત સમુદાય અને પોતાના પર ભરોસો રાખવાનો આત્મવિશ્વાસ આપ્યો. તેણે મને મુશ્કેલીઓનો સામનો કરતાં શીખવી, પોતાના પર થતી શંકાઓ દૂર કરવામાં મદદ કરી અને આજે હું જે વ્યક્તિ છું તેને આકાર આપ્યો. મને આશા છે કે વધુ યુવાનો તે સમજશે કે તેઓ તેમની કલ્પના કરતાં ઘણું વધારે કરવામાં સક્ષમ છે. કેટલીકવાર માત્ર એક એક પગલું ભરવાની જરૂરિયાત હોય છે.”

ઓલિમ્પિક દિવસે કોમ્યુનિટી રનિંગ ક્લબો આ કેમ્પેઇનમાં જોડાશે

આ વર્ષે, કોમ્યુનિટી રનિંગ ક્લબ્સ ઓલિમ્પિક દિવસની ઉજવણીમાં ભાગ લેવા માટે તૈયાર છે, જેમાં થીમ આધારિત દોડનું આયોજન કરવામાં આવશે, આ એક એવી પરંપરા રહી છે જે ઘણાં સમયથી સમગ્ર વિશ્વમાં આ દિવસનો ભાગ રહી છે. આ સેશન્સ પ્રતીકાત્મક 20 મિનિટ અને 28 સેકન્ડના હશે, જે LAમાં યોજાનારા આગામી ઓલિમ્પિક સ્પોર્ટ્સની ઉજવણી કરશે, જ્યાં 1900 પછી પહેલીવાર ક્રિકેટ સ્પોર્ટ્સને પ્રોગ્રામમાં સામેલ કરવામાં આવ્યું છે – જે યુવાનોને ઓલિમ્પિક દિવસ પર આગળ વધવા અને LA28 માટે ઉત્સાહિત થવાની તક આપશે.

લેટ્સ મૂવ આઈઓસીના આખું વર્ષ ચાલનાર ગ્બોબલ પાર્ટનરશીપ કેમ્પેઇન તરીકે સતત વિકસિત થઇ રહ્યું છે

લેટ્સ મુવ ઓલિમ્પિક દિવસ માટે એક પહેલ તરીકે શરૂ થઈ હતી,પરંતુ હવે તે આખા વર્ષ દરમિયાન લોકોને સક્રિય રહેવા માટેની તકો અને પ્રેરણા પૂરી પાડનાર પહેલ બની ગઈ છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના સહયોગથી 2023માં શરૂ કરાયેલ, આ પહેલ સ્પોર્ટ્સના માધ્યમથી વિશ્વને વધુ સારી જગ્યા બનાવવાના ઓલિમ્પિક મૂવમેન્ટના મિશનનો એક ભાગ છે, જે ફિટનેસ અને સ્પોર્ટ્સના શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય પર પડનાર સકારાત્મક પ્રભાવને ઉજાગર કરવા માટે રચના કરવામાં આવી છે.

ઓલિમ્પિક દિવસ એ સ્પોર્ટ્સ અને સક્રિય રહેવાની એક વૈશ્વિક ઉજવણી છે, જે 1894માં મોડર્ન ઓલિમ્પિક ગેમ્સની શરૂઆત નિમિત્તે દર વર્ષે 23 જૂને ઉજવવામાં આવે છે. ઓલિમ્પિક મૂવમેન્ટ કે જેમાં ઓલિમ્પિક ગેમ્સની આયોજન સમિતિઓ,નેશનલ ઓલિમ્પિક કમિટીઓ, ઈન્ટરનેશનલ સ્પોર્ટ્સ ફેડરેશન,ઓલિમ્પિયન, મીડિયા રાઇટ્સ-હોલ્ડર્સ અને વિશ્વવ્યાપી ઓલિમ્પિક પાર્ટનર્સનો સમાવેશ થાય છે, તેની સાથે મળીને વિવિધ પ્રકારની ઇવેન્ટ્સ, એક્ટિવેશન્સ, કન્ટેન્ટ અને ટૂલકીટ્સ વિશ્વભરના લોકોને વધુ સક્રિય કરવા માટે પ્રેરણા પૂરી પાડે છે અને તેમને તેની તકો આપે છે.

સ્થાનિક સ્તરે ફિજિકલ અને ડિજિટલ એક્ટિવેશન્સની સાથેસાથે, અભિનવ બિન્દ્રા ફાઉન્ડેશન અને રિલાયન્સ ફાઉન્ડેશન સાથે ભાગીદારી અને તેમની ચાલી રહેલીOVEPપહેલ થકી, ‘લેટ્સ મૂવે’ ભારતમાં 20 મિલિયનથી વધુ લોકોને પહેલાથી જ જોડ્યા છે.

Related posts

કોન્શિયસલીપ એ CEE ના એજ્યુકેટિંગ ફોર સસ્ટેનેબિલિટી એકશન ઇન્ટરનેશનલ કોન્ફરન્સમાં શાંતિ અને સ્થિરતાને વેગ આપવા ટકાઉ સુખાકારીને પ્રોત્સાહન આપ્યું

viratgujarat

ફર્ટિવિઝન 2024માં ફર્ટિલિટી કેરમાં ઇનોવેશન અને કુશળતાની રજૂઆત કરાશે

viratgujarat

શાંતિનો માર્ગ: ઇતિહાસનું સન્માન કરતી આધુનિક દાંડી કૂચ

viratgujarat

Leave a Comment