Virat Gujarat
ગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

દીનદયાળ પોર્ટ ઓથોરિટી, કંડલાએ એલપીજી હેન્ડલિંગમાં નવો માઈલસ્ટોન હાંસલ કર્યો

  • ”12 વર્ષ: વિશ્વાસના, વિકાસના, જન-કલ્યાણના’ ની થીમ સાથે નાણાકીય વર્ષ  2025-26માં 25% વર્ષની વૃદ્ધિ નોંધાઈ

અમદાવાદ, ગુજરાત | ૨૪ જૂન ૨૦૨૬ | દીનદયાળ પોર્ટ ઓથોરિટી, કંડલાએ નાણાકીય વર્ષ 2025-26 દરમિયાન એલપીજી હેન્ડલિંગમાં નવો માઈલસ્ટોન હાંસલ કર્યો છે, જેના દ્વારા ભારતના અગ્રણી એનર્જી પોર્ટ્સમાં તેનું સ્થાન વધુ મજબૂત બન્યું છે.

ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન ડીપીએએ સફળતાપૂર્વક 133 એલપીજી વેસલ્સનું હેન્ડલિંગ સાથે 2.61 મિલિયન મેટ્રિક ટન (MMT) એલપીજી કાર્ગોનો થ્રૂપુટ નોંધાવ્યો છે. જે અગાઉના નાણાકીય વર્ષની સરખામણીએ આ 25% વૃદ્ધિ દર્શાવે છે.

આ સિદ્ધિ ડીપીએની વધતી કાર્યક્ષમતા, મજબૂત બનેલુ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષમતા અને દેશની વધતી ઊર્જા જરૂરિયાતોને પહોંચી વળવાની તેની પ્રતિબદ્ધતાને દર્શાવે છે. એલપીજી હેન્ડલિંગમાં સતત વૃદ્ધિ જે પોર્ટ અધિકારીઓ, ટર્મિનલ ઓપરેટર્સ અને અન્ય હિતધારકોના સંકલિત પ્રયાસોનું પરિણામ છે. આ કામગીરી ભારત સરકારનું ઊર્જા સુરક્ષા સુનિશ્ચિત કરવાના અને પોર્ટ આધારિત વિકાસને વધુ મજબૂત બનાવવાના વિઝન સાથે સુસંગત છે.

વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના સુચારુ નેતૃત્વ હેઠળ છેલ્લા એક દાયકામાં ભારતે સમુદ્રી (મેરિટાઇમ) ક્ષેત્રે અભૂતપૂર્વ વૃદ્ધિ અને પરિવર્તન જોયું છે.બંદરો, શિપિંગ અને જળમાર્ગ મંત્રાલય દ્વારા “12 વર્ષ – વિશ્વાસના, વિકાસના, જન-કલ્યાણના” થીમ હેઠળ ડીપીએની કામગીરીની પ્રશંસા કરવામાં આવી હતી.  અહીં ઉલ્લેખનીય છે કે મજબૂત મેરિટાઇમ લોજિસ્ટિક્સ મારફતે રાષ્ટ્રીય વિકાસ, ઊર્જા સુરક્ષા અને જનકલ્યાણમાં પોર્ટના યોગદાનને આ સિદ્ધિ વધુ સ્પષ્ટ રીતે દર્શાવે છે.

== સમાપ્ત ==

Related posts

યવતમાલ મહારાષ્ટ્રથી મોરારિબાપુની ૯૬૩મી રામકથાનો મંગલ આરંભ

viratgujarat

યુવાન હૃદય પર છરી : શા માટે મિલેનિયલ્સ હાર્ટ સર્જરીનો સામનો કરી રહ્યા છે?

viratgujarat

જીનીટોરીનરી ટ્યુબરક્યુલોસિસનું વહેલું નિદાન: વર્લ્ડ ટ્યુબરક્યુલોસિસ ડે પર કિડનીને થતા લાંબા ગાળાના નુકસાનને અટકાવવું

viratgujarat

Leave a Comment