Virat Gujarat
ગુજરાતબિઝનેસમનોરંજનરાષ્ટ્રીયહેડલાઇન

‘રાગ રાજ 2.0’ સાથે 4 જુલાઈએ ઇન્ફોસિટી ક્લબમાં ગાંધીનગર ગુંજશે ગુજરાતી લોકસંગીતનો નવો સૂર

ગાંધીનગર, ગુજરાત | ૨૮ જૂન ૨૦૨૬ | ગાંધીનગરના ઇન્ફોસિટી ક્લબ ખાતે આજે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં લોકગાયક રાજ ગઢવીના ભવ્ય લાઈવ કોન્સર્ટ “રાગ રાજ 2.0” અંગે મહત્વપૂર્ણ માહિતી આપવામાં આવી. આ ભવ્ય સંગીતમય કાર્યક્રમ 4 જુલાઈ, સાંજે 7:00 વાગ્યે ઇન્ફોસિટી ક્લબ, ગાંધીનગર ખાતે યોજાશે. કાર્યક્રમમાં ગુજરાતી લોકસંગીતને આધુનિક સંગીત સાથે અનોખી રીતે રજૂ કરવામાં આવશે.

આ પ્રસંગે આયોજકોએ જણાવ્યું કે *’રાગ રાજ 2.0’* માં આ વખતે દર્શકો માટે એક ખાસ નવી સરપ્રાઈઝ લોકગીતની રજૂઆત કરવામાં આવશે, જે કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ બનશે. સાથે જ યુવા પેઢી માટે ગુજરાતી લોકસંગીતમાં એક નવા અધ્યાયની શરૂઆત કરવાનો પણ પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.આ કોન્સર્ટ નું પ્લાનિંગ “સન ઑફ જમાદાર” ઇવેન્ટ્સ કંપની દ્વારા કરવામાં આવી રહ્યું છે. આ ઇવેન્ટ રિંજય ઇવેન્ટસ દ્વારા ઓર્ગેનાઇઝ કરવામાં આવી રહી છે.

રાજ ગઢવીએ જણાવ્યું કે ગુજરાતી લોકસંગીતને વૈશ્વિક સ્તરે નવી ઓળખ અપાવવાના ઉદ્દેશ સાથે આ કોન્સર્ટનું આયોજન કરવામાં આવ્યું છે. પરંપરાગત લોકસંગીતને આધુનિક સંગીતના રંગ સાથે રજૂ કરીને દરેક વયના સંગીતપ્રેમીઓને એક યાદગાર અનુભવ આપવાનો પ્રયાસ કરવામાં આવશે.

== સમાપ્ત ==

Related posts

ઓરિસ્સા એએમ/એનએસ ઈન્ડિયા જિમ્નાસ્ટિક્સ હાઇ-પર્ફોર્મન્સ સેન્ટરનાં ત્રણ એથ્લેટ્સ કોમનવેલ્થ ગેમ્સ 2026માં ભારતનું પ્રતિનિધિત્ત્વ કરશે

viratgujarat

પેડાગોજી-ફર્સ્ટ એપ્રોચ સાથે એઆઈ સક્ષમ પ્લેટફોર્મ

viratgujarat

ગ્રાહકો સાથે 70 વર્ષોની ઉજવણી કરતા: યામાહાની RayZR 125 Fi Hybrid પર રૂ. 10,000નો કિંમત ફાયદો

viratgujarat

Leave a Comment