Virat Gujarat
ખાણીપીણી

NRAI ફૂડ ડિલિવરી સમિટ 2026માં રૂ. 1,000 કરોડની બ્રાન્ડ્સથી લઈને એઆઈ સંચાલિત રેસ્ટોરન્ટ્સ સુધી ભારતના રેસ્ટોરાં ઉદ્યોગના આગામી તબક્કાની દિશા નક્કી કરવામાં આવી.

અમદાવાદ, 20 ઓગસ્ટ 2026: નેશનલ રેસ્ટોરાં એસોસિયેશન ઓફ ઈન્ડિયા (NRAI) અમદાવાદમાં NRAI ફૂડ ડિલિવરી સમિટ 2026ની 5મી એડિશનમાં 5,000થી વધુ રેસ્ટોરાં માલિકો, ઉદ્યોગના 100થી વધુ અગ્રણીઓ, 3,000થી વધુ બ્રાન્ડ્સ અને 30થી વધુ શહેરોના પ્રતિનિધિઓને એક મંચ પર લાવ્યું હતું. આ સમિટમાં ભારતના રેસ્ટોરાં ઉદ્યોગના આગામી તબક્કાને આકાર આપનારા વિવિધ મહત્વપૂર્ણ મુદ્દા પર ચર્ચા કરવામાં આવી હતી, જેમાં રૂ. 1,000 કરોડની ફૂડ બ્રાન્ડ્સ ઊભી કરવી, ફૂડ ડિલિવરીના આગામી દાયકાની દિશા સમજવા તેમજ ભવિષ્યના રેસ્ટોરાંમાં ગિફ્ટ સિટી અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સની ભૂમિકા જેવા મુદ્દા ચર્ચાયા હતા. ગુજરાતના માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં સમિટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. તેમણે ઉદ્યોગના અગ્રણીઓ અને અન્ય હિતધારકો સાથે ભારતની રેસ્ટોરાં ઇકોસિસ્ટમના વિકાસ અને પરિવર્તન અંગે ચર્ચા કરી હતી.

 

પેટપૂજા દ્વારા પ્રસ્તુત અને ‘Automate to Dominate: Tech Powers Growth’ થીમ સાથે યોજાયેલી આ સમિટમાં રેસ્ટોરાં ચલાવતા વ્યાપારીઓ, ફૂડ બ્રાન્ડ્સ, ટેક્નોલોજી કંપનીઓ, રોકાણકારો અને ઇકોસિસ્ટમના ભાગીદારો એકત્રિત થયા હતા. દિવસ દરમિયાન વિકાસ, વિસ્તરણ, ટેક્નોલોજી, ગ્રાહકોના વર્તન અને વ્યવસાયના ટકાઉપણા જેવા વિષયો પર ચર્ચા થઈ હતી. ટેક્નોલોજીને એક અલગ વિષય તરીકે જોવાને બદલે, ચર્ચામાં એ બાબત પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું કે એઆઈ, ઓટોમેશન, ડેટા અને ડિજિટલ પ્લેટફોર્મ્સ હવે રેસ્ટોરાંની કામગીરી, વિસ્તરણ, માર્કેટિંગ અને ગ્રાહકો સાથેના જોડાણ અંગે લેવાતા મૂળભૂત નિર્ણયોમાં વધુને વધુ કેવી રીતે સામેલ થઈ રહ્યાં છે.

 

સમિટ દરમિયાન મિટ્ટી કેફે, ગિફ્ટ સિટી અને ઈઝી કેટર્સ સાથે એમઓયુ પર પણ હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. આ સાથે રેસ્ટોરાં અને ફૂડ સર્વિસ ક્ષેત્રના સમગ્ર ઇકોસિસ્ટમમાં સહયોગના નવા ક્ષેત્રો ઊભા થયા છે.

 

સમિટની મુખ્ય ચર્ચાઓમાંની એક ‘Food Delivery – Decoding the Next Decade’ હતી. તેમાં ફૂડ ડિલિવરી ક્ષેત્રમાં થઈ રહેલા પરિવર્તન અને ઇકોસિસ્ટમના આગામી તબક્કાની રેસ્ટોરાં, પ્લેટફોર્મ્સ અને ગ્રાહકો માટે શું અસર થઈ શકે છે, તે અંગે ચર્ચા કરવામાં આવી હતી. ત્યારબાદ ‘Building India’s Next ₹1,000 Crore Food Brand’ સેશન યોજાયું હતું, જેમાં મોટા પાયે રેસ્ટોરાં અને ફૂડ બિઝનેસ ઊભા કરવા માટે જરૂરી મહત્વાકાંક્ષા, કામગીરીના મોડલ અને ક્ષમતાઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી.

 

‘The Franchisee Paradox – Scale with Excellence’ દ્વારા પણ વ્યવસાયના વિસ્તરણના મુદ્દાની ચર્ચા કરવામાં આવી હતી. તેમાં વ્યવસાયો સાતત્યતા, ગુણવત્તા અને કામગીરીમાં શ્રેષ્ઠતા જાળવીને ઝડપથી કેવી રીતે વિસ્તરી શકે તે અંગે વિચારણા કરવામાં આવી હતી. રેસ્ટોરાં વ્યવસાયો નવા બજારોમાં પ્રવેશવા અને દેશવ્યાપી હાજરી ઊભી કરવા માટે ફ્રેન્ચાઇઝિંગને વધુને વધુ એક માર્ગ તરીકે અપનાવી રહ્યા હોવાથી આ ચર્ચા ખાસ મહત્વપૂર્ણ બની હતી.

 

‘GIFT City for the Global Kitchen – Intersection of Innovation, Capital and Food Brands’ સેશનમાં ફરીથી અમદાવાદ અને ગુજરાત પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. વૈશ્વિક મૂડી, બિઝનેસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ફૂડ તથા હોસ્પિટાલિટી ઇકોસિસ્ટમ જ્યાં એકબીજા સાથે જોડાય છે ત્યાં ઊભી થઈ રહેલી તકોનું તેમાં વિશ્લેષણ કરવામાં આવ્યું હતું. આ સેશનમાં નવા ગ્રાહકો, નવી ભાગીદારીઓ અને વિસ્તરણના નવા માર્ગો શોધી રહેલી રેસ્ટોરાં બ્રાન્ડ્સ માટે ગિફ્ટ સિટી કેવી તકો ઊભી કરી શકે છે, તે અંગે ચર્ચા કરવામાં આવી હતી.

 

સમગ્ર સમિટ દરમિયાન ટેક્નોલોજી એક મહત્વપૂર્ણ વિષય તરીકે સતત ચર્ચામાં રહી હતી અને તેનો અંત ‘The Intelligent Restaurant – Who Will Own the Future: Restaurant Platforms or Algorithms?’ સેશન સાથે આવ્યો હતો. તેમાં એઆઈ, ડેટા, ઓટોમેશન અને ટેક્નોલોજી પ્લેટફોર્મ્સ રેસ્ટોરાંની કામગીરી અને નિર્ણય લેવાની પ્રક્રિયામાં કેવી રીતે પરિવર્તન લાવી શકે છે તેની ચર્ચા કરવામાં આવી હતી. સાથે જ એક મોટો સવાલ પણ ઉઠાવવામાં આવ્યો હતો કે ભવિષ્યમાં રેસ્ટોરાંની કેટલી કામગીરી અલ્ગોરિધમ્સ દ્વારા સંચાલિત થશે અને આ ભવિષ્ય કેટલું માનવીય નિર્ણયક્ષમતા તથા આતિથ્ય સત્કાર પર આધારિત રહેશે.

 

સમિટમાં ‘Marketing Strategies That Play to Your Strengths and Product’ દ્વારા બ્રાન્ડ બિલ્ડિંગ અને ગ્રાહકો સાથેના જોડાણની ભૂમિકા અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. જ્યારે છેલ્લા સેશન ‘Food Fight – Is Discount a Necessary Evil?’માં ગ્રાહકો મેળવવા, કિંમત નક્કી કરવા અને ટકાઉ નફાકારકતા સાથે જોડાયેલા ઉદ્યોગના સૌથી સતત ચર્ચાતા પ્રશ્નોમાંથી એક તરફ ફરી ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું.

 

નેશનલ રેસ્ટોરાં એસોસિયેશન ઓફ ઈન્ડિયા (NRAI)ના પ્રેસિડેન્ટ અને વાઉ! મોમો ફૂડ્સના સીઈઓ તથા સહ-સ્થાપક શ્રી સાગર દરિયાણીએ જણાવ્યું હતું કે, “આ વર્ષની સમિટમાં રેસ્ટોરન્ટ ઉદ્યોગ જે રીતે વિકાસ વિશે વિચારી રહ્યો છે તેમાં સ્પષ્ટ પરિવર્તન જોવા મળ્યું છે. હવે ચર્ચા માત્ર વિસ્તરણ કરવા પૂરતી મર્યાદિત રહી નથી, પરંતુ એવા વ્યવસાયો ઊભા કરવા પર વધુ ધ્યાન કેન્દ્રિત થઈ રહ્યું છે, જે પડકારો સામે ટકી શકે, નફાકારક હોય અને મોટા પાયે વિસ્તરણને લાંબા સમય સુધી જાળવી શકે. ફૂડ ડિલિવરી, ફ્રેન્ચાઇઝિંગ, બ્રાન્ડ બિલ્ડિંગ, ટેક્નોલોજી અને ગિફ્ટ સિટી જેવા નવા બજારોના ઉદય સહિત વિવિધ ક્ષેત્રોમાં લાંબા ગાળાની સફળતા નક્કી કરતા મૂળભૂત પરિબળો પર વધુ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. ટેક્નોલોજી નિશ્ચિતપણે રેસ્ટોરાંની કામગીરી કરવાની રીતમાં પરિવર્તન લાવશે, પરંતુ લાંબા સમય સુધી ટકાઉ મૂલ્ય ઊભું કરનારા વ્યવસાયો એવા હશે, જે નવીનતાને મજબૂત અમલીકરણ, ગ્રાહકોની સમજ અને આતિથ્ય સત્કારના મૂળભૂત સિદ્ધાંતો સાથે જોડશે.”

 

આ પ્રસંગે પેટપૂજાના સહ-સ્થાપક અને સીઈઓ પાર્થિવ પટેલે જણાવ્યું હતું કે, “રેસ્ટોરાં ક્ષેત્રમાં આપણે જે સૌથી મહત્વપૂર્ણ પરિવર્તન જોઈ રહ્યા છીએ તે એ છે કે ટેક્નોલોજી હવે માત્ર કામગીરીના અલગ-અલગ વિભાગો પૂરતી મર્યાદિત રહી નથી, પરંતુ તે વ્યવસાયના નિર્ણય લેવાના સ્તરનો એક ભાગ બની રહી છે. વિવિધ પ્રકારની સેવાઓ, સ્થળો અને ચેનલો સાથે રેસ્ટોરાં વધુ જટિલ બનતાં જાય છે ત્યારે ઓપરેટર્સને એકબીજા સાથે જોડાયેલી એવી સિસ્ટમ્સની જરૂર છે, જે તેમને સમગ્ર વ્યવસાયનું વધુ સ્પષ્ટ ચિત્ર આપે અને વધુ ઝડપી તથા માહિતી આધારિત નિર્ણયો લેવામાં સક્ષમ બનાવે. હવે તક એ છે કે રેસ્ટોરાં માલિકો માટે ટેક્નોલોજીને વધુ સરળ, સુલભ અને વ્યવહારમાં ઉપયોગી બનાવવામાં આવે, જેથી તેના પરિણામે વધુ સારું નિયંત્રણ, વધુ કાર્યક્ષમતા અને વધુ મજબૂત વ્યવસાય ઊભો થઈ શકે. NRAI ફૂડ ડિલિવરી સમિટમાં થયેલી ચર્ચાઓમાં આ પરિવર્તન ખૂબ જ સ્પષ્ટ રીતે જોવા મળ્યું હતું.”

 

સમિટ અંગે NRAI ગુજરાતના ચેપ્ટર હેડ અને ધ સિક્રેટ કિચન (ઈન્ડિયા એન્ડ ગ્લોબલ)ના સ્થાપક શેફ આનલ કોટકે જણાવ્યું હતું કે, “ગુજરાતે ઉદ્યોગસાહસિકતાની ઊર્જા, ગ્રાહકોની બદલાતી પસંદગીઓ અને નવા પ્રકારના ભોજનના અનુભવો માટે વધતી માંગના આધારે એક મજબૂત અને સતત વિકસતી ફૂડ ઇકોસિસ્ટમ ઊભી કરી છે. આજે તક માત્ર વ્યક્તિગત રેસ્ટોરાંના વિકાસ પૂરતી મર્યાદિત નથી. સમગ્ર ઇકોસિસ્ટમ હવે ટેક્નોલોજી, નવા બિઝનેસ મોડલ્સ અને ગિફ્ટ સિટી જેવા ઉભરી રહેલા વિકાસ સાથે વધુ જોડાઈ રહ્યું છે. NRAI ફૂડ ડિલિવરી સમિટને અમદાવાદમાં યોજવાથી આ પરિવર્તનને કેન્દ્રમાં લાવવાની સાથે ઉદ્યોગને ગુજરાત અને સમગ્ર ભારતમાં વિકાસ, નવીનતા તથા ફૂડ અને હોસ્પિટાલિટી ક્ષેત્રના ભવિષ્ય અંગે વિચારોની આપ-લે કરવા માટે એક મંચ મળ્યું છે.”

 

મુખ્ય મંચ પર યોજાયેલા સેશન્સની સાથે સમિટમાં 13 વિશેષ વર્કશોપ પણ યોજાઈ હતી, જેનો હેતુ ઉદ્યોગમાં થયેલી ચર્ચાઓને રેસ્ટોરાં વ્યવસાયો માટે વ્યવહારુ માહિતી અને માર્ગદર્શનમાં ફેરવવાનો હતો. ત્રણ સમાંતર રૂમમાં યોજાયેલી આ વર્કશોપમાં વધુ અસરકારક વિકાસ વ્યૂહરચનાઓ, ડાયરેક્ટ ઓર્ડરિંગ અને રિપિટ બિઝનેસ, ઉદ્યોગસાહસિકની નાણાંકીય વિચારસરણી, ગ્રાહકો મેળવવા, પેકેજિંગને બ્રાન્ડ અનુભવ તરીકે રજૂ કરવું, એઆઈ આધારિત રેસ્ટોરાં કામગીરી, ડાઇન-ઇન વ્યવસાયમાં વૃદ્ધિ, સતત આવક ઊભી કરી શકે તેવી વ્યવસાયિક વ્યવસ્થાઓ ઊભી કરવી, બિઝનેસ વેલ્યુએશન, વિઝિબિલિટી આધારિત વૃદ્ધિ, મેનુમાં નવીનતા અને કન્ટેન્ટ ક્રિએશન જેવા વિષયો આવરી લેવામાં આવ્યા હતા.

 

સમિટમાં રેસ્ટોરાં, ફૂડ ડિલિવરી, ટેક્નોલોજી અને બિઝનેસ ક્ષેત્રના અનેક અગ્રણી નિષ્ણાંતોએ પોતાના વિચારો રજૂ કર્યા હતા, જેમાં જ્યુબિલન્ટ ફૂડવર્ક્સના મેનેજિંગ ડિરેક્ટર અને સીઈઓ શ્રી સમીર ખેતરપાલ, રેબેલ ફૂડ્સના સહ-સ્થાપક અને ગ્લોબલ સીઈઓ શ્રી અંકુશ ગ્રોવર, EatClubના સહ-સ્થાપક શ્રી અંશુલ ગુપ્તા, સ્વિગીના ફૂડ માર્કેટપ્લેસના સીઈઓ શ્રી રોહિત કપૂર, Chaayosના સીઈઓ શ્રી નીતિન સલૂજા, Graviss Foodsના સીઈઓ શ્રી મોહિત ખટ્ટર, પાપા જ્હૉન્સના ગ્રુપ સીઈઓ ડૉ. તપન વૈદ્ય અને મેસિવ રેસ્ટોરાંના સ્થાપક તથા મેનેજિંગ ડિરેક્ટર શ્રી ઝોરાવર કાલરા સહિત ઉદ્યોગના અન્ય અગ્રણીઓ સમાવિષ્ટ હતા.

 

NRAI ફૂડ ડિલિવરી સમિટની 5મી એડિશને ઉદ્યોગમાં ચાલી રહેલા એક વ્યાપક પરિવર્તનને વધુ મજબૂત બનાવ્યું છે. રેસ્ટોરાં ઉદ્યોગના વિકાસના આગામી તબક્કામાં વ્યવસાયોએ ટેક્નોલોજી, મોટા પાયે વિસ્તરણ, ગ્રાહકો માટેની પ્રાસંગિકતા અને નફાકારકતા અંગે એકસાથે વિચારવું પડશે. નવા બિઝનેસ મોડલ્સ ઊભા થઈ રહ્યા છે અને ટેક્નોલોજી રેસ્ટોરાંની કામગીરી તથા વિકાસની રીતને વધુને વધુ પ્રભાવિત કરી રહી છે ત્યારે ઉદ્યોગનું ધ્યાન માત્ર નવા ટૂલ્સ અપનાવવા પૂરતું મર્યાદિત રહેવાને બદલે તેનો ઉપયોગ કરીને લાંબા ગાળે વ્યવસાય માટે ટકાઉ મૂલ્ય કેવી રીતે ઊભું કરી શકાય તેના પર કેન્દ્રિત થઈ રહ્યું છે.

 

Related posts

કોકા-કોલાના અદ્યતન ઉકેલો સાથે રિટેલ ઇકોસિસ્ટમને વેગ મળ્યો

viratgujarat

મહાકુંભની ઉજવણીઃ કોકા-કોલા ઈન્ડિયાનું રિફ્રેશમેન્ટ, હેતુ અને સામાજિક પ્રભાવનું સંમિશ્રણ

viratgujarat

01 જાન્યુઆરીથી 07 જાન્યુઆરી દરમિયાન એમેઝોન ફ્રેશના ‘સુપર વેલ્યૂ ડેઇઝ’ પર મોટી બચત કરીને નવા વર્ષની ધમાકેદાર શરૂઆત કરો

viratgujarat

Leave a Comment