Virat Gujarat
એજ્યુકેશનગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

MICA અને IGNCAએ સાંસ્કૃતિક વારસા અને વ્યૂહાત્મક સંચાર વચ્ચે સેતુ રચવા માટે હાથ મિલાવ્યા

ભાગીદારી અંતર્ગત બે સંયુક્ત પ્રમાણપત્ર કાર્યક્રમો, હસ્તકળા ક્ષેત્રે સંયુક્ત સંશોધન, વિદ્યાર્થીઓ માટે ફીલ્ડ ઇમર્શન અને કારીગરોના ક્ષમતા વિકાસ માટે પહેલ

અમદાવાદ, ગુજરાત | ૦૩ સપ્ટેમ્બર ૨૦૨૬ | ભારતની વ્યૂહાત્મક માર્કેટિંગ અને કમ્યુનિકેશન ક્ષેત્રની અગ્રણી મેનેજમેન્ટ સંસ્થા MICA અને ભારત સરકારના સંસ્કૃતિ મંત્રાલય હેઠળ સ્વાયત્ત ટ્રસ્ટ તરીકે કાર્યરત ઇન્દિરા ગાંધી નેશનલ સેન્ટર ફોર ધ આર્ટ્સ (IGNCA) એ ત્રણ વર્ષના સમયગાળા માટે એક સમજૂતી કરાર (MoU) પર હસ્તાક્ષર કર્યા છે. આ કરારનો ઉદ્દેશ બંને સંસ્થાઓ વચ્ચે આંતરવિષયક શૈક્ષણિક અને સાંસ્કૃતિક સહયોગ સ્થાપિત કરવાનો છે.

આ ભાગીદારી દ્વારા ભારતીય કલા, હસ્તકળા અને સાંસ્કૃતિક દસ્તાવેજીકરણ ક્ષેત્રે IGNCAની ઊંડી નિષ્ણાતીને MICAની બ્રાન્ડ સ્ટ્રેટેજી, ડિજિટલ મીડિયા અને સાંસ્કૃતિક વાર્તાકથન (Cultural Storytelling) ક્ષેત્રની કુશળતા સાથે જોડવામાં આવશે.

આ સહયોગના એક મહત્વપૂર્ણ તબક્કા તરીકે MICA અને IGNCA સંયુક્ત રીતે બે વ્યાપક પ્રમાણપત્ર કાર્યક્રમો શરૂ કરશે. પ્રથમ કાર્યક્રમ ઓનલાઈન માધ્યમથી યોજાશે, જેથી દેશ અને વિશ્વભરના વિશાળ વર્ગ સુધી તેની પહોંચ સુનિશ્ચિત કરી શકાય. બીજો કાર્યક્રમ MICAના કેમ્પસ ખાતે અનુભવાત્મક અને ઇમર્સિવ ઓન-કેમ્પસ કાર્યક્રમ તરીકે યોજાશે.

આ કાર્યક્રમો નીતિ-નિર્માતાઓ, કલાકારો, સાંસ્કૃતિક ક્ષેત્ર સાથે સંકળાયેલા વ્યવસાયિકો તથા વિવિધ વિષયોના નિષ્ણાતો સહિતના વિવિધ હિતધારકોને સાંસ્કૃતિક સંચાર, માર્કેટિંગ અને વૈશ્વિક બ્રાન્ડિંગ ક્ષેત્રે વ્યવહારુ ક્ષમતાઓથી સજ્જ કરવા માટે વિશેષ રીતે તૈયાર કરવામાં આવ્યા છે.

શૈક્ષણિક પ્રમાણપત્ર કાર્યક્રમો ઉપરાંત, આ MoU વારસા સંચાર અને પરંપરાગત કલાના માર્કેટિંગ સાથે સંબંધિત સંયુક્ત સંશોધન પ્રોજેક્ટ્સ અને કેસ સ્ટડીઝ માટે પણ વ્યાપક તકો ઊભી કરશે. આ અંતર્ગત MICAના વિદ્યાર્થીઓને IGNCAના વિવિધ કેન્દ્રોમાં, જેમાં વડોદરા સ્થિત રિજનલ સેન્ટરનો પણ સમાવેશ થાય છે, ફીલ્ડ ઇમર્શન, ડિસર્ટેશન અને ઇન્ટર્નશિપ કરવાની તકો મળશે. બીજી તરફ, સાંસ્કૃતિક અભિયાનો માટે IGNCAને MICAના ફેકલ્ટી સભ્યો અને વિદ્યાર્થીઓ તરફથી સુવ્યવસ્થિત વ્યૂહાત્મક સૂચનો અને સહયોગ પ્રાપ્ત થશે.

આ ભાગીદારીનું એક મહત્વપૂર્ણ પાસું ક્ષમતા-વિકાસ વર્કશોપ્સ પણ છે. આ વર્કશોપ્સ દ્વારા હસ્તકળા સાથે સંકળાયેલા સમુદાયો અને કારીગરોને આધુનિક બ્રાન્ડિંગ તથા ડિજિટલ માર્કેટ સાથે જોડાણ માટે જરૂરી જ્ઞાન અને કૌશલ્ય પ્રદાન કરવામાં આવશે.

આ ભાગીદારી અંગે પોતાનો દૃષ્ટિકોણ વ્યક્ત કરતાં MICAનાં Director & CEO જયા દેશમુખ એ જણાવ્યું: “ભારત બનવા માટે તેને ભારતને સમજવું પડશે. મને ખરેખર લાગે છે કે આ સહયોગ બંને વચ્ચે એકીકરણ તરફનું અમારું પ્રથમ પગલું છે અને તેના માધ્યમથી અમે અમારા MICAના દૃષ્ટિકોણથી અમારી પોતાની વ્યાખ્યા ઘડી શકીશું.”

આ ભાગીદારી અંગે વધુ વિગત આપતાં MICAની The School of Applied Creativity નાં Academic Head પ્રો. ફાલ્ગુની વસાવડા એ જણાવ્યું, “MICA અને IGNCA વચ્ચેની આ ભાગીદારીને હું અત્યંત વ્યૂહાત્મક અને ભવિષ્યલક્ષી માનું છું. બંને સંસ્થાઓ વચ્ચે રહેલી સમન્વયની તકો કલા અને વાર્તાકથન અંગે રસપ્રદ અભ્યાસક્રમો અને સંવાદોને જન્મ આપશે. ભારતીય સંસ્કૃતિ અંગે IGNCAની આંતરવિષયક નિષ્ણાતી અને સંસ્કૃતિ, કન્ઝ્યુમર તથા સ્ટોરીટેલિંગ ક્ષેત્રે MICAની અગ્રણી ભૂમિકા આ જોડાણ દ્વારા મહત્વપૂર્ણ સમન્વય સર્જશે.”

તેમના મુખ્ય સંબોધનમાં IGNCAના Member Secretary ડૉ. સચ્ચિદાનંદ જોશી એ વિદ્યાર્થી અને લેખક તરીકેના પોતાના દિવસોને યાદ કરતાં જણાવ્યું,“સર્જનાત્મક વ્યક્તિનું સાચું કાર્ય લાગણીઓ અને સંવેદનશીલતા દ્વારા માનવતાને વાસ્તવિક જીવનમાં પાછી લાવવાનું છે. સર્જનાત્મકતા માટે દરરોજ રિયાઝ જરૂરી છે અને તેની સાથે બે મૂળભૂત સ્તંભો અત્યંત આવશ્યક છે — ભૌતિક સફળતા કરતાં વિશાળ એવા કોઈ હેતુ પ્રત્યેની પ્રતિબદ્ધતા અને સમાજની સેવા માટે માર્ગદર્શક પ્રકાશ સમાન કરુણા. આ બંને વિના કોઈપણ સર્જનાત્મક પ્રયાસ ખરેખર પૂર્ણ થઈ શકતો નથી.”

== સમાપ્ત ==

Related posts

ડ્રીમ ફાઉન્ડેશનની હૂંફ શહેરી સિમાડાઓ વટાવી ગ્રામ્ય વિસ્તારમાં પહોંચી

viratgujarat

મેઘાલયના ખાણ દુર્ધટનામાં માર્યા ગયેલાઓને મોરારિબાપુની શ્રધ્ધાંજલિ અને પરિવારજનોને સહાય

viratgujarat

છોટાઉદેપુરમાં “દૌડ” નામની ટ્રાઈબલ મેરેથોનમાં 15 હજારથી પણ વધુ લોકો જોડાયા

viratgujarat

Leave a Comment