Virat Gujarat
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

અકસ્માતની વિવિધ ઘટનામાં માર્યા ગયેલાઓને શ્રધ્ધાંજલિ પાઠવતા મોરારિબાપુ

અમદાવાદ, ગુજરાત | ૨૮ સપ્ટેમ્બર ૨૦૨૬ | તાજેતરમાં દિલ્હીથી ઉતરપરદેશ જતી બસમાં આગ લાગી હતી અને તેમાં સવારી કરી રહેલા લોકોનાં મોત નિપજયા હતા. દિલ્હીથી યુપીનાં મહોબા તરફ સ્લીપર જતી બસમાં આગ લાગી હતી.    જોતજોતાંમાં ૯ પ્રવાસીઓનાં દાઝી જતાં મોત નિપજયા હતા. પૂ મોરારિબાપુએ એ હતભાગી લોકોને શ્રધ્ધાંજલિ પાઠવી છે અને તેમનાં પરિવારજનોને રુપિયા પંદર હજાર લેખે કુલ મળીને રુપિયા ૧,૩૫,૦૦૦ ની સંવેદના રાશિ અર્પણ કરી છે જે રામકથાના દિલ્હી સ્થિત શ્રોતા દ્વારા વડાપ્રધાન રાહત ફંડમાં જમા કરાવવામાં આવશે.

ગણેશ વિસર્જન દરમિયાન રાજ્યમાં વિવિધ સ્થળોએ કુલ ૬ લોકોનાં ડૂબી જતાં મોત નિપજયા છે. બાબરા તાલુકાના મોટા દેવળીયા ગામે ચાર યુવકોના મોત નિપજયા હતા અને મોરબી પંથકમાં બે લોકો ગણેશ વિસર્જન દરમિયાન મ્રુત્યુ પામ્યાં છે. પૂ મોરારિબાપુએ દિવંગત થયેલા લોકોને શ્રધ્ધાંજલિ પાઠવી છે અને તેમનાં પરિવારજનોને પણ રુપિયા પંદર હજાર લેખે કુલ મળીને ૯૦,૦૦૦ ની સહાયતા રાશિ અર્પણ કરી છે.

ગત બે દિવસ પહેલા ઉતરપ્રદેશના વિવિધ જીલ્લામાં ભયાનક વરસાદ નોંધાયો હતો. અરનબ વાવાઝોડાની અસર જોવા મળી હતી અને તેમાં ૪૬ જેટલા લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા તેવી વિગતો પ્રાપ્ત થઈ છે. પૂ બાપુએ ઉતરપ્રદેશના મુખ્યમંત્રી રાહત ફંડમાં રુપિયા હનુમંત સંવેદના રુપે ૨,૫૧,૦૦૦ અર્પણ કર્યા છે જેની વિતિય સેવા મુંબઈ સ્થિત રામકથાના શ્રોતા દ્વારા કરવામાં આવી છે. પૂજ્ય બાપુએ તમામ લોકોનાં નિર્વાણ માટે હનુમાનજીનાં ચરણોમાં પ્રાર્થના કરી છે અને તેમનાં પરિવારજનોને દિલસોજી પાઠવી છે.

== સમાપ્ત ==

Related posts

AriaRo 4.0 એ AI, ઓટોમેશન અને સુરક્ષિત ટેકનોલોજીના ભવિષ્ય પર ફોકસ કરશે

viratgujarat

Ai+ સ્માર્ટફોન લૉન્ચને ઓપન ટ્રાયલમાં પરિવર્તિત કરે છે: Nova2 Neo અને Pro — વેચાણ પહેલાં સમીક્ષા

viratgujarat

ધી- ફેડરેશન ઓફ ગુજરાત સ્ટેટ કેમિસ્ટ્સ એન્ડ ડ્રગિસ્ટ્સ એસોસિએશન (FGSCDA), દ્વારા ફિનટેક અને બેંકિંગ સિનર્જી”ના વિષય પર કૉંફરેન્સનું આયોજન કરાયું

viratgujarat

Leave a Comment