Virat Gujarat
એક્ઝિબિશનબિઝનેસ

15મો ઈન્ડિયા ઇન્ડસ્ટ્રીયલ ફેર – UDYAM 2026નું આયોજન: 23થી 26 ઓક્ટોબર દરમિયાન ગાંધીનગરમાં યોજાશે દેશભરના MSME અને ઉદ્યોગજગતનો મહામેળો

ગુજરાત પ્રદેશ ‘લઘુ ઉદ્યોગ ભારતી’ દ્વારા દેશના સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો (MSMEs) ના વિકાસ, પ્રોત્સાહન અને નવી તકોના સર્જન અર્થે આગામી ૨૩ થી ૨૬ ઓક્ટોબર, ૨૦૨૬ દરમિયાન હેલિપેડ એક્ઝિબિશન સેન્ટર (HEC), ગાંધીનગર ખાતે ભવ્ય ૧૫મા ઇન્ડિયા ઇન્ડસ્ટ્રિયલ ફેર – UDYAM ૨૦૨૬ નું આયોજન કરવામાં આવ્યું છે.

આ પ્રદર્શનના ઉદ્ઘાટન સમારોહમાં ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, માનનીય કેબિનેટ મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા, લઘુ ઉદ્યોગ ભારતીના રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી શ્રી પ્રકાશચંદજી, રાષ્ટ્રીય અક્ષ્યક્ષ શ્રી મધુકર દાદુ, રાષ્ટ્રીય મંત્રી શ્રી ઓમપ્રકાશ ગુપ્તા, ગુજરાત પ્રભારી શ્રી ઘનશ્યામભાઈ ઓઝા અને ક્ષેત્રીય પ્રભારી શ્રી બળદેવભાઈ પ્રજાપતિ વિશેષ અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે.

આ ઉપરાંત લઘુ ઉદ્યોગ ભારતી (ગુજરાત પ્રદેશ) ના પ્રમુખ શ્રી ઈશ્વરભાઈ પટેલ, મંત્રી શ્રી હંસરાજભાઈ ગજેરા, ક્ષેત્રીય પ્રભારી શ્રી વજુભાઈ વઘાસિયા, સૌરાષ્ટ્ર સંભાગ પ્રમુખ શ્રી દિનેશભાઈ ડાંગરિયા, ખજાનચી શ્રી ઉમેશભાઈ પટેલ, સૌરાષ્ટ્ર સંભાગ મંત્રી શ્રી જયકુમાર માવાણી, કર્ણાવતી સંભાગ પ્રમુખ શ્રી અરવિંદભાઈ પટેલ, કર્ણાવતી સંભાગ મંત્રી શ્રી અશોકભાઈ પટેલ, કર્ણાવતી પ્રમુખ શ્રી જયકલ્પ પટેલ અને કર્ણાવતી મંત્રી શ્રી મેહુલભાઈ યાદવ સહિતના હોદ્દેદારો ઉપસ્થિત રહેશે.

આ આયોજનને ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી (GCCI) તેમજ ઓઢવ, કઠવાડા, નરોડા, સાંતેજ, સાણંદ, વટવા ઈન્ડસ્ટ્રીઝ એસોસિએશન અને લઘુ ઉદ્યોગ ભારતી સાથે જોડાયેલા તમામ જિલ્લા ઔદ્યોગિક મંડળોનું સમર્થન પ્રાપ્ત થયું છે.

પ્રેસ મીટ દરમિયાન વજુભાઈ વઘાસિયા (ક્ષેત્રીય પ્રભારી, LUB), જયકલ્પ પટેલ (પ્રમુખ, કર્ણાવતી) અને મેહુલ યાદવ (મંત્રી, કર્ણાવતી) એ આ પ્રદર્શન અંગે વિગતવાર માહિતી આપતા MSME ક્ષેત્ર સાથે જોડાયેલા તમામ ઉદ્યોગપતિઓ, પ્રમુખ નેતાઓ અને ભાગીદારોને આ ઔદ્યોગિક મહોત્સવનો લાભ લેવા ભાવભર્યું નિમંત્રણ પાઠવ્યું હતું.

આ ચાર દિવસીય ઔદ્યોગિક પ્રદર્શનનો મુખ્ય હેતુ દેશભરના MSME એકમો, ઉત્પાદકો, ઉદ્યોગસાહસિકો, ટેકનોલોજી પ્રદાતાઓ, ખરીદદારો અને ઔદ્યોગિક સંગઠનોને એક મજબૂત વ્યવસાયિક મંચ પર એકત્ર કરવાનો છે. આ પ્રદર્શન દ્વારા ભારતીય ઉદ્યોગોને નવી ટેકનોલોજી, આધુનિક ઉત્પાદન પદ્ધતિઓ, નવા બજારો અને વ્યવસાયિક ભાગીદારીની તકો સાથે જોડવાનો વિશેષ પ્રયાસ કરવામાં આવશે. આ પ્રદર્શનમાં 500થી વધુ પ્રદર્શનકારોની ભાગીદારી અને 1 લાખથી વધુ મુલાકાતીઓની ઉપસ્થિતિની અપેક્ષા રાખવામાં આવી રહી છે. ગુજરાત ઉપરાંત દેશનાં વિવિધ રાજ્યોમાંથી ઉદ્યોગકારો, ઉત્પાદકો, MSME એકમો, સંસ્થાકીય ખરીદદારો, વિતરકો, સરકારી સંસ્થાઓ અને ઔદ્યોગિક ક્ષેત્રના પ્રતિનિધિઓ આ મહામેળામાં જોડાશે.

UDYAM 2026 માત્ર એક ઔદ્યોગિક પ્રદર્શન નથી, પરંતુ સૂક્ષ્મ અને લઘુ ઉદ્યોગોને મોટા ઉદ્યોગો, OEMs, ખરીદદારો અને સંભવિત વ્યવસાયિક ભાગીદારો સાથે જોડવાનું એક મહત્વપૂર્ણ માધ્યમ છે. પ્રદર્શનમાં એન્જિનિયરિંગ, મશીનરી, મેન્યુફેક્ચરિંગ, ઓટોમેશન, ટૂલિંગ, કાસ્ટિંગ, ઔદ્યોગિક સાધનો, ટેકનોલોજી અને વિવિધ ઉત્પાદન ક્ષેત્રો સાથે સંકળાયેલા ઉદ્યોગોની ભાગીદારીને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત, સંરક્ષણ ક્ષેત્ર સહિત વિવિધ ક્ષેત્રોમાં કાર્યરત ઉદ્યોગો અને સપ્લાયર્સ માટે પણ ઔદ્યોગિક જોડાણની તકો ઊભી થશે. આ પ્રદર્શનના માધ્યમથી ઉદ્યોગકારોને નવા સપ્લાયર્સ શોધવા, ઉત્પાદનો અને સેવાઓનું પ્રદર્શન કરવા, નવી ટેકનોલોજી વિશે માહિતી મેળવવા તથા બિઝનેસ-ટુ-બિઝનેસ (B2B) સંપર્કો વિકસાવવાની ઉત્તમ તક મળશે.

આજના સ્પર્ધાત્મક ઔદ્યોગિક વાતાવરણમાં નવીનતા, સંશોધન, ઓટોમેશન અને ટેકનોલોજી અપનાવવી અત્યંત મહત્વપૂર્ણ બની છે. UDYAM 2026 દ્વારા નવીન ઉત્પાદનો અને ઉકેલો વિકસાવતા સ્ટાર્ટઅપ્સને ઔદ્યોગિક જગત સમક્ષ પોતાની ક્ષમતાઓ રજૂ કરવાની તક આપવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. સ્ટાર્ટઅપ્સ, ટેકનોલોજી કંપનીઓ અને સ્થાપિત ઉદ્યોગો વચ્ચે સહયોગ વધવાથી નવા ઉત્પાદનોના વિકાસ, ટેકનોલોજીના ઔદ્યોગિક ઉપયોગ અને ભવિષ્યની વ્યવસાયિક તકોને વેગ મળી શકે છે, જે ભારતના ઉત્પાદન ક્ષેત્રને વધુ આધુનિક, સ્પર્ધાત્મક અને આત્મનિર્ભર બનાવવાની દિશામાં મહત્વપૂર્ણ સાબિત થશે.

ભારતના ઔદ્યોગિક વિકાસમાં MSME ક્ષેત્રની ભૂમિકા અત્યંત મહત્વપૂર્ણ છે. લઘુ ઉદ્યોગ ભારતી દ્વારા આયોજિત UDYAM 2026નો ઉદ્દેશ ઉદ્યોગકારો વચ્ચે પરસ્પર સહયોગ વધારવાનો, સ્વદેશી ઉત્પાદનને પ્રોત્સાહન આપવાનો અને ‘આત્મનિર્ભર ભારત’ તેમજ ‘મેક ઇન ઇન્ડિયા’ અભિયાનને બળ પૂરું પાડવાનો છે. લઘુ ઉદ્યોગ ભારતી – ગુજરાત પ્રદેશ સંભાગ અને 15માઈન્ડિયા ઇન્ડસ્ટ્રીયલ ફેર– UDYAM 2026 એક્ઝિબિશન કમિટી દ્વારા તમામ ઉદ્યોગકારો, MSME એકમો, ઉદ્યોગસાહસિકો, ખરીદદારો અને નાગરિકોને આ ઔદ્યોગિક મહોત્સવમાં જોડાવા તથા ભારતીય ઉદ્યોગના વિકાસમાં સહભાગી બનવા હાર્દિક નિમંત્રણ પાઠવવામાં આવે છે.

Related posts

સુરતમાં ન્યૂ બેલેન્સનો પ્રારંભ, ભારતમાં પોતાની ફૂટપ્રિન્ટનું વિસ્તરણ કર્યું

viratgujarat

એમેઝોન બિઝનેસે 2025માં ભારતીય વ્યવસાયો માટે ₹2,000 કરોડથી વધુ રકમ અનલોક કરી

viratgujarat

ઈન્ડિયન ઓઈલ યુટીટી સિઝન-6: સ્નેહિતની અરુણા કાદરી વિરુદ્ધ શાનદાર જીતે અમદાવાદ એસજી પાઈપર્સને કોલાકાતા થંડરબ્લેડ્સથી આગળ નીકળવાની તાકાત આપી

viratgujarat

Leave a Comment