Virat Gujarat
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

સતત ચિંતાતુર રહે એ અસાધુ,નિરંતર ચિંતન કરે એ સાધુ અને માત્ર સ્મરણ કરે એ પરમસાધુ છે.

સત્ય છૂટી જાય તો પણ સ્મરણ ક્યારેય ન છોડવું.

ચારેય પ્રકારનાં મંગળ કરનાર હનુમાન સ્વસ્તિકારી છે.

દક્ષિણથી શરૂ થયેલી કથાયાત્રા કેરલથી નીકળી ત્રીજા દિવસે કર્ણાટકનાં વિશ્વ વિખ્યાત,ચારપીઠમાંની એક મુખ્ય પીઠ શૃંગેરી પીઠ-શૃંગેરી મઠ ખાતે પહોંચી.

સાદગીસભર સહજ સુંદર વ્યાસપીઠ સ્ટેજ પર વેદમંત્રોના ઘનપાઠ બાદ કથાનો આરંભ કરતા એક જીજ્ઞાષા હતી:કથા કેવી રીતે સાંભળવી જોઈએ. સમચિત કે સમ્યક ચિતથી?બાપુએ કહ્યું કે ચિત્રકૂટમાં લક્ષ્મણ પાંચ પ્રશ્ન પૂછે છે ત્યારે પ્રભુ કહે છે હું થોડામાં બધું જ સમજાવી દઈશ.આ ખૂબ કઠિન છે.શૂન્યમાંથી પૂર્ણતામાં લઈ જવાનું કઠિન છે.રામ કહે છે બધું જ આત્મસાત કરવું હોય તો મનથી-મન લગાવીને,બુદ્ધિના વિવેકથી,ક્ષીર-નીરનો નિર્ણય કરી ચિતથી સાંભળવું,પણ અહંકારથી ના સાંભળવું. સમચિત અને સમ્યક ચિતમાં અંતર છે.ગાયન અને શ્રવણ સમચિતથી કરવું જોઈએ.કોઈના પ્રતિ રાગ અને દ્વેષ ન રાખવો જોઈએ.એ જ રીતે સાધુ,અસાધુ અને પરમસાધુમાં અંતર બતાવતા કહ્યું જે અસાધુ છે એ સતત ચિંતાતુર રહે છે.પણ શ્રીમદ મહાપ્રભુ વલ્લભાચાર્યજીએ મનાઇ કરી છે.

દયારામે લખેલું છે:ચિત્ત તું શીદને ચિંતા કરે કૃષ્ણને કરવું હોય એ કરે!

નિરંતર ચિંતન કરે એ સાધુ છે.આટલી કઠીન યાત્રામાં આપ બધાને અસુવિધામાં નાખવાનો આ મારો કોઈ શોખ નથી.સ્વસ્તિકનો મતલબ બે હાથને એકબીજા સાથે ભીડવીએ,બધાને જોડવાનું કામ છે.પરમ સાધુ એ છે જે માત્ર સ્મરણ કરે છે.

જોકે સત્ય છોડવું ન જોઈએ છતાં પણ સત્ય છૂટી જાય તો પણ સ્મરણ ક્યારેય ન છોડવું,નિરંતર આઠે પ્હોર સ્મરણ ચાલુ રાખવું જોઈએ.દ્વારકાધીશની ધજાનું દર્શન પણ ઘણું છે.

સમ્યકચીત એટલે ચિત્તનો નિરોધ પણ નહીં એટલો વિરોધ પણ નહીં.ઘણા લોકો નિરોધ કરવામાં પાગલ પણાની હદ સુધી જાય છે.ચિત્ત વિષ્ણુ છે,મન ચંદ્રમા બુદ્ધિ બ્રહ્મા અને શિવ સમષ્ટિનો અહંકાર છે. અતિશય નિરોધ કરવાથી ચિત્ર વિકૃત થઈ જાય છે. સીધા સાદા કાગળનું પડીકું બનાવીએ એવું થાય છે. મંગલસ્ય પ્રતીકં-મંગળનું પ્રતીક સ્વસ્તિક છે.શુભસ્ય સૂચકં અને કલ્યાણસ્ય ચિહ્નં-કલ્યાણનું ચિન્હ એ સ્વસ્તિક છે.

હનુમાનજી સ્વસ્તિકારી છે.ઇન્દ્રજીત છે એટલે મંગલકારી છે.એકમાત્ર એવું તત્વ છે જે યુવાનોનો મુખિયા બની શકે.વાનર’યુથ’ મુખ્યં છે.હનુમાનજી સૂર્યથી આગળ છે.બચપણમાં સૂર્યને ફળ સમજીને ગળી ગયેલા.હનુમાનજીની અટલ ગતિ ગરુડથી પણ વધારે છે.નિષ્ઠાની ધરી છોડતા નથી.બૃહસ્પતિ દેવતા ના ગુરુ છે,હનુમાનજી ગુરુઓના ગુરુ છે એટલે ચારેય મંગળ કરનાર હનુમાન છે.

પ્રમાણસર પેટ પર ત્રણ રેખા મંગળનું પ્રતીક છે. કપાળમાં કૂદરતી ત્રણ રેખા કલ્યાણનું પ્રતીક છે અને કંઠનો આકાર શંખ સમાન હોય એ મંગળનું ચિહ્ન છે ગણેશ પણ સ્વસ્તિકર છે.

રામચરિત માનસનો અધ્યાત્મિક ઇતિહાસ કહેતા શિવજીએ રચના કરી માનસમાં રાખ્યું,શિવાને સંભળાવી એ કથા નીચે ભુશુંડી અને ગરુડ પાસે થઇ યાજ્ઞવલ્ક્. અને ભરદ્વાજ સુધી પહોંચી. ગોસ્વામીજીના ગુરુએ વારંવાર સુકર ક્ષેત્રમાં સંભળાવી એ પછી એનું પ્રાગટ્ય થયું.

સરસ્વતી સત્ય,લક્ષ્મી પ્રેમ અને મહાકાલી કરુણા છે બાપુએ કહ્યું કે ચારેય પીઠ પર નીચે ઉતરીને થોડાંક ગરબા-રાસ કરીશું.એ રીતે બાપુએ વ્યાસપીઠ પરથી ઉતરી સમગ્ર મંડપ સાથે પોતે નવરાત્રિનાં મહાકાલી રાસની ધૂન ઉપર મહારાસ રચ્યો.

કથા વિશેષ:

શૃંગેરી પીઠનું અથથી ઇતિ

દક્ષિણના વર્તમાન શંકરાચાર્ય(શૃંગેરી શારદા પીઠ-કર્ણાટક) જગદગુરુ શ્રી શ્રી શ્રી ભારતી તીર્થ મહાસ્વામી છે.

એ આ પીઠનાં ૩૬મા પીઠાધિશ્વર છે.૧૯૮૯થી આ પીઠ પર છે.

જીવન અને સંન્યાસ

* જન્મ:તેમનો જન્મ ૧૯૫૧માં આંધ્ર પ્રદેશમાં થયો હતો (બાળપણનું નામ-સીતારામ અંજનેયુલું હતું)

* મેઘાવી વિદ્વાન:બાળપણથી જ સંસ્કૃત,વેદો,દર્શનશાસ્ત્રોનાં પ્રકાંડ વિદ્વાન હતા.૨૩ વરસની ઉમરમાં-૧૯૭૪માં ગુરુ શ્રી અભિનવ વિદ્યાતીર્થ મહાસ્વામીજી પાસેથી સંન્યાસ દિક્ષા લીધી.

નામિત ઉત્તરાધિકારી(શિશુ શંકરાચાર્ય)

  • ૨૦૧૫માં જગદગુરુ શ્રી ભારતી તીર્થ મહાસ્વામીજીએ શ્રી શ્રી વિધુશેખર ભારતી સ્વામીજીને તેમના અનુગામી તરીકે નામાંકિત કર્યા.

* હાલમાં, પીઠના તમામ મુખ્ય ધાર્મિક કાર્યક્રમો, શાસ્ત્રોક્ત સભાઓ અને રાષ્ટ્રવ્યાપી ધર્મ વિજય યાત્રાઓ મુખ્યત્વે શ્રી વિધુશેખર ભારતીજી દ્વારા સંચાલિત થાય છે.

શૃંગેરી પીઠનું વિશેષ મહત્વ

પ્રથમ મઠ:શૃંગેરી શારદા પીઠમ્ આદિ શંકરાચાર્યજી દ્વારા સ્થાપિત પહેલો ને સૌથી મુખ્ય મઠ છે.

પ્રથમ આચાર્ય:આદિ શંકરાચાર્યએ પોતાના પરમ પ્રકાંડ વિદ્વાન શિષ્ય શ્રી સુરેશ્વરાચાર્યજીને દક્ષિણ પીઠનાં પહેલા આચાર્ય નિયુક્ત કરેલા.

વેદ અને મહાવાક્ય

આ પીઠ યજુર્વેદને સમર્પિત છે.અહીંનું મહાવાક્ય ‘અહં બ્રહ્માસ્મિ’ છે.

* અધિષ્ઠાત્રી દેવી:અહીં જ્ઞાનની દેવી શારદામ્બા (સરસ્વતી)નું ઐતિહાસિક મંદિર છે,જેની સ્થાપના આદિ શંકરાચાર્યએ પોતે કરી હતી.

શારદા પીઠ અથવા મઠ શ્રી શારદાંબા મંદિરની દક્ષિણે,તુંગા નદીની પેલે પાર,નરસિંહ જંગલમાં આવેલું છે.આ મંદિર જ્ઞાનની દેવી મા શારદાને સમર્પિત છે.

માતા સરસ્વતીનું સૌથી જુનું મંદિર શૃંગેરીમાં છે.

== સમાપ્ત ==

Related posts

સંજુ બાબા એ અમદાવાદની ગર્લ “પલાશ”ને આપી “જાદુ કી ઝપ્પી”

viratgujarat

વિસ્તારાની ફ્લાઈટમાં ખામી, હૈદરાબાદ એરપોર્ટ પર ઈમર્જન્સી લેન્ડિંગ: તેમાં સવાર કોંગ્રેસના સાંસદે કહ્યું- અડધો કલાક ખૂબ જ તણાવપૂર્ણ રહ્યો

admin

નથિંગ 28 એપ્રિલે ત્રણ બડ્સ સાથે CMF Phone 2 Pro લોન્ચ કરશે

viratgujarat

Leave a Comment