Virat Gujarat
ગુજરાતઢોલીવૂડમનોરંજનરાષ્ટ્રીયહેડલાઇન

વિશાલ જેઠવા, મલ્હાર ઠાકરથી લઈને મનોજ જોશી સુધી, ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના કલાકારોએ ‘રફ એન્ડ ટફ કન્યા’ને આપ્યો ભરપૂર સપોર્ટ

અમદાવાદ, ગુજરાત | ૧૭ નવેમ્બર ૨૦૨૬ | ગુજરાતી મનોરંજન જગતના જાણીતા કલાકારો તરફથી મળી રહેલા પ્રેમ અને સપોર્ટને કારણે બિર્લા સ્ટુડિયોઝ અને બિગ બોક્સ સિરીઝ દ્વારા નિર્મિત આવનારી ફેમિલી કોમેડી ફિલ્મ ‘રફ એન્ડ ટફ કન્યા’ ચર્ચામાં આવી છે.

ગુજરાતી ફિલ્મ ‘રફ એન્ડ ટફ કન્યા’ને લઈને દર્શકોમાં ઉત્સાહ સતત વધી રહ્યો છે. આ ઉત્સાહમાં ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના કલાકારોનો પ્રેમ અને સપોર્ટ પણ જોવા મળી રહ્યો છે.

ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીની અલગ-અલગ પેઢીઓના કલાકારો ફિલ્મના ટ્રેલરને સોશિયલ મીડિયા પર શેર કરી રહ્યા છે અને 20 નવેમ્બર, શુક્રવારે સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહેલી આ ફિલ્મ માટે પોતાની શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે.

મલ્હાર ઠાકર, યશ સોની અને વિશાલ જેઠવા જેવા લોકપ્રિય કલાકારોથી લઈને જાણીતા અભિનેતા અને ફિલ્મમેકર જેડી મજેઠિયા, અભિનેતા પ્રતિક ગાંધી અને દિગ્ગજ કલાકાર મનોજ જોશી સુધી અનેક લોકોએ ફિલ્મને પોતાનો પ્રેમ આપ્યો છે. આ ઉપરાંત કિંજલ રાજપ્રિયા, જાનકી બોડીવાલા, હેલી શાહ, ધર્મેશ, આરોહી પટેલ, કુશલ મિસ્ત્રી અને દિવ્યાંગ ઠક્કર સહિત અનેક જાણીતા નામો પણ ફિલ્મને સપોર્ટ કરી રહ્યા છે.

આટલા ઉત્સાહ પાછળ એક ખાસ કારણ પણ છે! હાસ્ય, ડ્રામા, પારિવારિક લાગણીઓ અને ગુજરાતી ઘરની રોજબરોજની નોકઝોકથી ભરપૂર આ ફિલ્મ દરેક ઉંમરના દર્શકોને પસંદ આવે તેવી છે.

ફિલ્મની વાર્તા એક એવા પિતા પર આધારિત છે, જે પોતાની દીકરી માટે પસંદ કરેલા યુવકને સારી રીતે ઓળખવા માટે 30 દિવસ સુધી તેના ઘરે રહેવાનો નિર્ણય લે છે. ત્યારબાદ શરૂ થાય છે બે હઠીલા ગુજરાતી પરિવારો વચ્ચેની મજેદાર ટક્કર. જ્યાં દરેક વાતચીતમાં નાની-મોટી દલીલો થાય છે અને દરેક દલીલ હાસ્યનું કારણ બને છે. મજેદાર પાત્રો, રમૂજી પ્રસંગો અને ઘરમાં જોવા મળતી ઓળખીતી પરિસ્થિતિઓ સાથે આ ફિલ્મ આખા પરિવાર માટે મનોરંજનનો ડોઝ લઈને આવી રહી છે.

બિર્લા સ્ટુડિયોઝ દ્વારા પ્રસ્તુત અને બિગ બોક્સ સિરીઝ પ્રોડક્શન દ્વારા નિર્મિત આ ફિલ્મનું દિગ્દર્શન યશ વૈષ્ણવે કર્યું છે. ફિલ્મમાં હિતેન કુમાર, રવિ ગોહિલ, યુક્તિ રાંડેરિયા અને નીલમ પંચાલ મહત્વની ભૂમિકામાં જોવા મળશે.

ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના કલાકારોના પ્રેમ અને સોશિયલ મીડિયા પર વધી રહેલા ઉત્સાહ સાથે ‘રફ એન્ડ ટફ કન્યા’ 20 નવેમ્બરે મોટા પડદા પર હાસ્ય, પારિવારિક ડ્રામા અને ગુજરાતી રંગ લઈને આવવા તૈયાર છે.

== સમાપ્ત ==

Related posts

વ્યાસપીઠનું મૂલ્યાંકન ક્યારેય થઈ શકતું નથી

viratgujarat

ભારતક્લાઉડે તેના પ્રથમ બ્રાન્ડ મેસ્કોટ ‘બાદલ’નું અનાવરણ કર્યું, જે ભારતના સાર્વભૌમ AI ક્લાઉડ વિઝનને વધુ મજબૂત બનાવે છે

viratgujarat

ટાટા મોટર્સ દ્વારા 17 નેક્સ્ટ જનરેશન ટ્રક્સ લોન્ચઃ સુરક્ષા, નફાશક્તિ અને પ્રગતિ માટે નવાં ધોરણો સ્થાપિત કરે છે

viratgujarat

Leave a Comment