Virat Gujarat
ગુજરાતબિઝનેસરમતગમતરાષ્ટ્રીયસ્પોર્ટ્સહેડલાઇન

ઈન્ડિયન આઈલ યુટીટી સિઝન-6: દિયા ચિતાલે, સાથિયાન જ્ઞાનશેકરન ઝળક્યા, દબંગ દિલ્હીએ જયપુર પેટ્રિઓટ્સને મહાત આપી

〉 વર્તમાન સિઝનની તમામ 23 રોમાંચક ટાઈનું સ્ટાર સ્પોર્ટ્સ ખેલ અને સ્ટાર સ્પોર્ટ્સ તામિલ તથા જીયો હોટસ્ટાર પર જીવંત પ્રસારણ કરાશે
 
અમદાવાદ 31 મે 2025: ઈન્ડિયનઓઈલ અલ્ટિમેટ ટેબલ ટેનિસ (યુટીટી)ની છઠ્ઠી સિઝનની ઓપનિંગ મેચમાં ભારતીય સ્ટાર ખેલાડીઓ દિયા ચિતાલે અને સાથિયાન જ્ઞાનશેકરનનાં શાનદાર પ્રદર્શનની મદદથી દબંગ દિલ્હી ટીટીસી એ દબદબાભેર જયપુર પેટ્રિઓટ્સને 11-4થી હરાવ્યું હતું. વર્તમાન સિઝનની તમામ 23 રોમાંચક ટાઈનું સ્ટાર સ્પોર્ટ્સ ખેલ અને સ્ટાર સ્પોર્ટ્સ તામિલ તથા જીયો હોટસ્ટાર પર જીવંત પ્રસારણ કરાશે. 
સતત છઠ્ઠી સિઝનમાં દબંગ દિલ્હી માટે રમી રહેલા સાથિયાન જ્ઞાનસેકરન એ શાનદાર પ્રદર્શન કરતા જીત ચંદ્રા સામે 3-0થી બાજી મારી ટીમની જીત નિશ્ચિત કરી હતી. લીગની હરાજીમાં હાઈએસ્ટ વેલ્યૂડ ખેલાડી રહેલ દિયા ચિતાલે એ વર્લ્ડ નંબર-43 બ્રિટ ઈઅરલેન્ડ સામે 2-1થી જીત મેળવી શાનદાર શરૂઆત કરી હતી. બ્રિટ વર્લ્ડ રેન્કિંગમાં દિયા કરતા 43 ક્રમ આગળ હોવા છતાં ભારતીય સ્ટારે શાનદાર રમતનું પ્રદર્શન કર્યું.
ટેબલ ટેનિસ ફેડરેશન ઓફ ઈન્ડિયાના નેજા હેઠળ તથા નીરજ બજાજ અને વિટા દાણી દ્વારા પ્રમોટેડ ઈન્ડિયન ઓઈલ યુટીટી લીગ ભારતની ટોચની પ્રોફેશનલ લીગ તરીકે સતત આગળ વધી રહી છે. લીગની તમામ 23 ટાઈ 16 દિવસ દરમિયાન અમદાવાદના એકા અરેના ખાતે રમાશે. જેની ટિકિટો બુકમાયશૉ પરથી ખરીદી શકાશે.
ઈન્ડિયન ઓઈલ યુટીટીની છઠ્ઠી સિઝનનો પ્રારંભ અમેરિકાની 3 વખતની ઓલિમ્પિયન કનક ઝાનો સામનો સિંગાપુરની 19 વર્ષીય ઈઝાક ક્વેકના મુકાબલાથી થયો હતો. કનક રેન્કમાં આગળ હોવા ઉપરાંત સારી શરૂઆત સાથે મજબૂત હોવા છતાં ઈઝાક એ મજબૂત બેકહેન્ડ સ્મેશ થકી દબંગ દિલ્હી માટે 2-1થી જીત મેળવી હતી. જયપુરની શ્રીજા અકુલા એ તે પછી મારિયા ઝિયાઓ વિરુદ્ધ પ્રારંભિક 7 મેચ પોઈન્ટ ગુમાવ્યા બાદ શાનદાર કમબેક કરતા સિઝનના પ્રથમ ગોલ્ડન પોઈન્ટ સાથે 2-1થી જીત મેળવી હતી.  
જ્યારે મિક્સ્ડ ડબલ્સ કેટેગરીમાં સાથિયાને મારિયા સાથે જોડી બનાવી દિલ્હી માટે 11-6, 11-10, 11-6થી જીત મેળવી હતી. જે પછી સાથિયાન અને દિયા ચિતાલે એ અંતિમ 2 મુકાબલામાં જીત મેળવી દિલ્હીને ટાઈમાં મજબૂત જીત અપાવી હતી. સાથિયાન એ ઈન્ડિયન પ્લેયર ટાઈ એવોર્ડ જીત્યો હતો. જ્યારે મારિયા એ ટાઈની શ્રેષ્ઠ વિદેશી ખેલાડી અને શોટ ઓફ ધ ટાઈનો એવોર્ડ જીત્યો હતો.
આ અગાઉ ઈન્ડિયન ઓઈલ યુટીટી અને ડ્રીમ સ્પોર્ટ્સ ફાઉન્ડેશન દ્વારા આયોજીત યુટીટી જુનિયર્સમાં મહારાષ્ટ્ર એ 5-4ના નજીવા અંતરથી જીત મેળવી હતી. યુ મુમ્બા ટીટીએ સ્ટેનલીના ચેન્નાઈ લાયન્સ સામે જીત મેળવી હતી. જ્યારે પીબીજી પુણે જગુઆર્સે કોલકાતા થંડરબોલ્ટ્સ વિરુદ્ધ શાનદાર ડબલ્સ પ્રદર્શન થકી જીત મેળવી હતી. 
 
પરિણામઃ
ઈઝાક ક્વેક જીત્યા વિરુદ્ધ કનક ઝા 2-1 (5-11, 11-5, 11-9)
 
મારિયા ઝિયાઓ હાર્યા વિરુદ્ધ શ્રીજા અકુલા 1-2 (11-4, 9-11, 10-11)
 
સાથિયાન જ્ઞાનશેકરન/મારિયા ઝિયાઓ જીત્યા વિરુદ્ધ કનક ઝા/શ્રીજા અકુલા 3-0 (11-6, 11-10, 11-6)
 
સાથિયાન જ્ઞાનશેકરન વિરુદ્ધ જીત ચંદ્રા 3-0 (11-6, 11-7, 11-6)
 
દિયા ચિતાલે જીત્યા વિરુદ્ધ બ્રિટ ઈયરલેન્ડ 2-1 (11-8, 11-7, 8-11)

Related posts

શેફલર ઇન્ડિયાએ ઇન્ટરનેશનલ રેલ્વે ઇક્વિપમેન્ટ એક્ઝિબિશન (IREE) 2025 માં નવીન ઔદ્યોગિક ઉકેલો પ્રદર્શિત કર્યા

viratgujarat

જહં જહં ચરન રખે રઘુરાઇ: અલૌકિક અધ્યાતમ યાત્રાની અયોધ્યામાં રામ રાજ્યાભિષેકની સાથે પૂર્ણાહૂતિ

viratgujarat

બીએનઆઈ મેક્સિમસે શ્રેષ્ઠતા, નેટવર્કિંગના 10 વર્ષની ઉજવણી કરી

viratgujarat

Leave a Comment