Virat Gujarat
બિઝનેસ

ગુજરાત ટેક્સટાઇલ પોલિસી 2024 ના સુધારાઓને ટેક્સટાઇલ એસોસિએશન, અમદાવાદ તરફથી આવકાર દિનેશ હોલ ખાતે પ્રેસ વાર્તાનું આયોજન

ગુજરાત સરકાર દ્વારા ટેક્સટાઇલ ઉદ્યોગના સર્વાંગી વિકાસને ધ્યાનમાં રાખીને અમલમાં મુકાયેલી નવી ટેક્સટાઇલ પોલિસી 2024 માં કરવામાં આવેલા તાજેતરના સુધારાઓને ટેક્સટાઇલ એસોસિએશનના સર્વે મેમ્બરોએ હર્ષભેર આવકાર્યા છે.
આ સુધારાઓ અંગે ટેક્સટાઇલ એસોસિએશન અમદાવાદ દ્વારા દિનેશ હોલ ખાતે પ્રેસ વાર્તાનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રેસ વાર્તામાં ટેક્સટાઇલ એસોસિએશનના ચેરમેન શ્રી અશ્વિન ઠક્કરે જણાવ્યું હતું કે મહાનગર વિસ્તારોમાં નોન પોલ્યુટિંગ યુનિટોનું મંજૂરી આપવાનો સરકારનો નિર્ણય ઐતિહાસિક છે. આ પગલાથી નાના અને મધ્યમ કદના યુનિટોને સરકારની વિવિધ સહાય યોજનાઓનો લાભ મળશે અને રાજ્યના ટેક્સટાઇલ ઉદ્યોગને નવી દિશા અને વેગ મળશે.
આ પ્રસંગે અમદાવાદ ટેક્સટાઇલ એસોસિએશનના ટ્રસ્ટી શ્રી ટી એલ પટેલે સરકારના નિર્ણયને આવકારતાં જણાવ્યું હતું કે મહાનગરોમાં કાર્યરત યુનિટોને હવે કાયદેસર સ્વીકૃતિ મળવાથી સંચાલકોને અનેક પ્રાયોગિક લાભ થશે. યુનિટના સંચાલનમાં આવતી અડચણો દૂર થશે અને કેપિટલ સબસીડી, લોન પર વ્યાજ સબસીડી તેમજ પાવર ટેરીફ સબસીડી જેવી વિવિધ પ્રોત્સાહક સહાયોથી ઉદ્યોગને મોટો લાભ મળશે. સરકાર દ્વારા કરાયેલા આ સુધારાઓથી વેપારીઓમાં વિશ્વાસ વધ્યો છે અને ઉદ્યોગને સ્થિરતા મળશે.
ઉલ્લેખનીય છે કે ગુજરાત સરકાર દ્વારા ટેક્સટાઇલ પોલિસી–2024માં કરાયેલા નવા સુધારા મુજબ હવે મહાનગર વિસ્તારોમાં પણ નોન-પોલ્યુટિંગ યુનિટોને મંજૂરી આપવામાં આવશે, જેથી સરકાર દ્વારા આપવામાં આવતાં વિવિધ ઇન્સેન્ટિવનો લાભ મળી શકશે. આ સાથે મહિલાઓ દ્વારા સંચાલિત સ્વસહાય જૂથો તેમજ સિંગલ ગ્રુપને પણ તમામ પ્રકારની ઇન્સેન્ટિવ સહાયના લાભ હેઠળ આવરી લેવામાં આવ્યા છે.
ઉપરાંત, જણાવ્યું હતું કે ટેક્સટાઇલ ઉદ્યોગ તેમાં પણ ખાસ કરીને ગારમેન્ટ ઉદ્યોગમાં મહિલાઓ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. તે કારણથી મહિલાઓ માટે, આ સુધારાઓ દ્વારા, સરકારનો અભિગમ ફક્ત લાભ કરતાં તરીકે નહીં પરંતુ આર્થિક ભાગીદાર તરીકેનો રહેલ છે. આ સુધારાઓથી મહિલા સશક્તિકરણને એક નવો વેગ મળશે તેવી આશા પણ વ્યક્ત કરાઇ છે.
આ તમામ સુધારાઓ ગુજરાતના ટેક્સટાઇલ અને ગારમેન્ટ ઉદ્યોગ માટે વિકાસના નવા દ્વાર ખુલ્લા કરશે એવી આશા મેમ્બરોએ વ્યક્ત કરી હતી.

Related posts

આનંદ રાઠી ગ્લોબલ ફાઇનાન્સે અમદાવાદમાં નવી બ્રાન્ચના પ્રારંભ સાથે ગુજરાતમાં ઉપસ્થિતિ મજબૂત કરી

viratgujarat

સુઝુકી મોટર કૉર્પોરેશન અને મારુતિ સુઝુકી ઇન્ડિયા લિમિટેડ ભારતમાં ઓસામુ સુઝુકી સેન્ટર ઑફ એક્સીલેન્સ (OSCOE)ની સ્થાપના કરશે

viratgujarat

BNI અમદાવાદના સિસિલિયન ગરબા ગુલમોહર ગ્રીન્સ ખાતે યોજાશે

viratgujarat

Leave a Comment