Virat Gujarat
ગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

પીઆઈ ઈન્ડસ્ટ્રીઝ દ્વારા વૈશ્વિક લાઈફ સાયન્સીસ કંપનીમાં તેની ઉત્ક્રાંતિ પ્રદર્શિત કરતાં નવા લોગોનું અનાવરણ

ભારતમાંથી દુનિયા સુધી જીવન વિજ્ઞાનમાં ઈનોવેશનની આગેવાની

રાષ્ટ્રીય | ૨૯મી જાન્યુઆરી ૨૦૨૬ — પીઆઈ ઈન્ડસ્ટ્રીઝ લિ. (પીઆઈ) તેના નવા કોર્પોરેટ લોગોનું અનાવરણ કરવામાં આવ્યું હતું, જે મજબૂત કૃષિ- વિજ્ઞાન ફાઉન્ડેશનથી વૈશ્વિક સ્તરે અખંડ જીવન વિજ્ઞાન સંસ્થા સુધી તેના પ્રવાસમાં મહત્ત્વપૂર્ણ સીમાચિહન છે. કંપનીનું નામ યથાવત રખાયું છે. પીઆઈ બ્રાન્ડ નામ કોર્પોરેટ ઓળખ ચાલુ રહેશે.

પીઆઈના વૈજ્ઞાનિક ડીએનએ અને ભવિષ્યલક્ષી મહત્ત્વાકાંક્ષામાં મૂળ ધરાવતી આ તાજગીપૂર્ણ ઓળખ કૃષિ વિજ્ઞાન, બાયોલોજિકલ્સ, ફાર્માસ્યુટિકલ્સ અને કોમ્પ્લેક્સ કેમિસ્ટ્રી પ્રેરિત સમાધાનમાં કંપનીની વિસ્તરતી ભૂમિકા પ્રદર્શિત કરે છે. સિગ્નેચર બ્લુ ઈનોવેશન, વિશ્વસનીયતા અને દાયકાઓની વૈશ્વિક ભાગીદારી દ્વારા નિર્માણ આલેખિત કરે છે, જ્યારે સ્વર્ણિમ પીળો રંગ હકારાત્મક પરિવર્તન લાવવા માટે ઊર્જા, આશાવાદ અને વિજ્ઞાનની શક્તિનું પ્રેરકબળ છે. ડીએનએ હેલિક્સ અને ઈન્ટરકનેક્ટેડ સિસ્ટમ્સ દ્વારા પ્રેરિત માળખાકીય તત્ત્વો પીઆઈની ક્રોસ- ડોમેન ક્ષમતાઓ આલેખિત કરે છે, જ્યારે દેવનાગરી પ્રેરિત અક્ષર પીઆઈનાં ભારતીય મૂળ અને તેના વૈશ્વિક દ્રષ્ટિબિંદુમાં ગૌરવ પ્રદર્શિત કરે છે.

80 વર્ષના વિજ્ઞાન પ્રેરિત અમલીકરણ પ્રક્રિયાના વારસા સાથે પીઆઈ ચોક્કસતા, ગુણવત્તા અને ઉચ્ચ સ્તરની ગતિ પ્રદાન કરવા માટે ગહન કેમિસ્ટ્રી નિપુણતા, આધુનિક ટેકનોલોજીઓ અને માનવી ચાતુર્યને જોડે છે. આજે કંપની નિયામક બજારોમાં અગ્રણી વૈશ્વિક ઈનોવેટર્સ સાથે સહભાગી દ્વારા ગુણવત્તા, સુરક્ષા અને સક્ષમતાનાં ઉચ્ચ ધોરણોને પહોંચી વળતા વિશિષ્ટ મોલેક્યુલ્સ, મંચો અને સમાધાન પ્રદાન કરે છે.

નવી ઓળખ જણાવતાં વાઈસ ચેરપર્સન અને મેનેજિંગ ડિરેક્ટર શ્રી મયંક સિંઘલે જણાવ્યું હતું કે, “પીઆઈ આજે કેમિસ્ટ્રી, બાયોલોજી અને ટેકનોલોજીના સંલગ્નિકરણ સાથે સંચાલન કરે છે. અમારી નવી ઓળખ અમે બન્યા છીએ તે ભવિષ્યલક્ષી, વિજ્ઞાન પ્રેરિત અને હેતુપ્રેરિત સંસ્થાના ઉચ્ચ સ્તર, આધુનિકતા અને વૈશ્વિક સુસંગતતા તેમ જ આઠ દાયકાથી અમે ઉદાહરણરૂપ બન્યા છે. તે મૂલ્યો અને વૈજ્ઞાનિક શિસ્તનું અનુપાલન પ્રદર્શિત કરે છે.”

≡≡≡≡ ≡≡≡≡ ≡≡≡≡ ≡≡≡≡ 

Related posts

ઇન્ડોબેલ ઇન્સ્યુલેશન્સનો રૂ. 10.14 કરોડનો IPO 6 જાન્યુઆરીએ ખુલશે

viratgujarat

AI CERTs AI પ્રોમ્પ્ટ એન્જિનિયરિંગ શિક્ષણને પ્રોત્સાહન આપે છે – લેવલ 1 સર્ટિફિકેશન સફળ અમદાવાદ માસ્ટરક્લાસમાં મૂલ્યવાન આંતરદૃષ્ટિ સાથે દર્શાવવામાં આવ્યું.

viratgujarat

SBI મ્યુચ્યુઅલ ફંડ દ્વારા રોકાણકારો માટે શિક્ષણ અને જાગૃતિ માટેની પહેલ. સંપત્તિ ફાળવણી પહેલા કરતાં વધુ કેમ મહત્વપૂર્ણ છે

viratgujarat

Leave a Comment