ભારતના વિકાસના આગામી તબક્કાને ટેકો આપવા માટે એક વિશાળ સ્તર પર ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવા માટે સમૂહની લાંબા ગાળાની પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરતા આશરે યુએસ ડોલર ૧૦ બિલિયનના રોકાણ સાથે અદાણી સમૂહ દ્વારા એજકોનેકસના સહયોગમાં આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમમાં ૧ ગીગાવોટ ક્ષમતા ધરાવતા AI-તૈયાર ડેટા સેન્ટર પ્લેટફોર્મનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે.
મુખ્ય આંતર માળખાના હિસ્સેદાર તરીકે અદાણી કોનેક્સ એક મજબૂત અને સંકલિત ઊર્જા ઇકોસિસ્ટમ દ્વારા સમર્થિત સ્કેલેબલ, AI-તૈયાર ડેટા સેન્ટર ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવી રહ્યું છે. અદાણી સમૂહની ઊર્જા ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં ક્ષમતાઓને ઉપયોગમાં લઇ આ પ્લેટફોર્મ ઉચ્ચ-ઘનતા AI અને ક્લાઉડ વર્કલોડની માંગને પહોંચી વળવા માટે વિશ્વસનીય, ટકાઉ અને લાંબા ગાળાની વીજળીની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરશે.
આ પ્રકલ્પનો તબક્કાવાર વિકાસ અતિ ઉંચી માંગ સાથે સંરેખિત છે, જે ઊર્જા-સુરક્ષિત ભવિષ્ય માટે તૈયાર ઇકોસિસ્ટમ નિર્માણ કરી ડિજિટલ સેવાઓના વિકાસને સક્ષમ અને સાહસિક નવા આયામોને આધાર આપી ભારતની AI મહત્વાકાંક્ષાઓને મજબૂત બનાવે છે.
આ પ્રકલ્પનો વિકાસ માળખાગત સુવિધાઓ ઉપરાંત આંધ્રપ્રદેશના આર્થિક અને ઇકોસિસ્ટમ વિકાસમાં યોગદાન આપવા સાથે રાજ્યને વૈશ્વિક ડિજિટલ લેન્ડસ્કેપમાં એક મુખ્ય કેન્દ્ર તરીકે પ્રસ્થાપિત કરશે અને ભારતના વ્યાપક ડિજિટલ અને ઊર્જા સંક્રમણને ટેકો આપશે તેવી અપેક્ષા છે.
આગામી દાયકામાં અદાણી સમૂહની ભારતના AI, ઊર્જા અને ડિજિટલ માળખાગત સુવિધાની કરોડરજ્જુ ત
