Virat Gujarat
ખાણીપીણીગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

અકાસા એર સેલિબ્રેટ કરે છે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ; 35,000 ફૂટની ઊંચાઈ પર વેલનેસને સેલિબ્રેટ કરવા તેના વિશેષ ભોજનની ત્રીજી આવૃત્તિ લોન્ચ કરે છે

નેશનલ ૨ જૂન ૨૦૨૫: કેફે અકાસા, જે અકાસા એરની ઓનબોર્ડ ભોજન સેવા છે, તે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી માટે તેના યોગ ડે સ્પેશિયલ મિલની ત્રીજી આવૃત્તિ પ્રસ્તુત કરે છે. ખાસ કાળજીપૂર્વક તૈયાર કરાયેલું આ ભોજન વેલનેસ, માઇન્ડફુલનેસ અને સર્વાંગી સ્વાસ્થ્યને સેલિબ્રેટ કરે છે, જે યોગની ભાવના સાથે સંપૂર્ણ રીતે સુસંગત છે. આ ભોજનમાં પૌષ્ટિક અને સાત્વિક સલાડ છે, જેની સાથે સ્વાદિષ્ટ શક્કરિયાનો શીરો બનાવે છે પરફેક્ટ જોડી અને પસંદગીના પીણા સાથે તેને સર્વ કરાય છે, જે 35,000 ફૂટની ઊંચાઈ પર ઉડ્ડયન કરતી વેળાએ સ્વાસ્થ્ય અને આનંદ બંને પ્રદાન કરવા માટે રચાયેલ એક સાર્વત્રિક આરોગ્યપ્રદ મિશ્રણ છે.

આ ઓફર સમગ્ર જૂન 2025 દરમિયાનઅકાસા એર નેટવર્ક પર ઉપલબ્ધ છે, અને તેને અકાસા એરની વેબસાઇટ (www.akasaair.com) અથવા મોબાઇલ એપ્લિકેશન પર સરળતાથી પ્રિબુક કરી શકાય છે.

શરીરને પોષણ આપવા અને મનને શાંત કરવા ડિઝાન કરાયેલું આ યોગ દિવસનું ખાસ ભોજન પ્રસ્તુત કરે છે સાત્વિક ભોજનશૈલીના સિદ્ધાંતો –એખલાસ, સમતોલન અને શાંત ચિત્ત જીવનને સમર્પિત છે. આ સ્પેશિયલ ઓફરિંગ દ્વારા, અકાસા એર મુસાફરોની સુખાકારી પ્રત્યેની પ્રતિબદ્ધતાને યથાવત રાખતાપ્રવાસીઓને વાદળોથી ઉપર ઉડતી વખતે પણ સુખાકારીનો અહેસાસ કરવા માટે પ્રોત્સાહિત કરે છે.

ઓગસ્ટ 2022માં પોતાના લોન્ચિંગથી લઈને અત્યાર સુધી અકાસા એર વિવિધ સેલિબ્રેશન્સ સાથે સંકલિત પ્રાદેશિક વિશેષતાઓને પ્રતિબિંબિત કરીને ખાસ ક્યુરેટેડ ભોજન વિકલ્પો પ્રસ્તુત કરવા કટિબદ્ધ રહી છે. મકરસંક્રાંતિથી લઈને વેલેન્ટાઇન્સ ડે, હોળી, ઈદ, મધર્સ ડે, આંતરરાષ્ટ્રીય યોગ દિવસ, ચોમાસાની ઋતુ, નવરોઝ, ઓણમ, ગણેશ ચતુર્થી, દશેરા, દિવાળી અને નાતાલ સુધીના તહેવારો પર, કેફે અકાસા સતત ઉત્સવના ભોજન સાથે ઉડ્ડયનની અનુભૂતિનું સ્તર ઊંચુ લઈ જવાનું ચાલુ રાખ્યું છે. આ એરલાઇન તેમના પ્રિયજનોના જન્મદિવસને આકાશમાં સેલિબ્રેટ કરવા માગતા મુસાફરો માટે તેના નિયમિત મેનૂ પર કેકની પૂર્વ-પસંદગી પણ ઓફર કરે છે.

કેફે અકાસાના વારંવાર તરોતાજા સ્વરૂપમાં પ્રસ્તુત થતા મેનુમાં વિવિધ પ્રકારના ગોર્મેટ ભોજન, નાસ્તા અને તાજગીપૂર્ણ પીણાનો સમાવેશ થાય છે જેથી સુનિશ્ચિત કરી શકાય કે તેમાં વિવિધ પ્રકારના આહાર અને ભોજન પસંદગીઓ માટે કંઈક વિશેષ જરૂર છે. તેના મેનુમાં 45+ ભોજન વિકલ્પો છે, જેમાં ફ્યુઝન મિલ્સ, પ્રાદેશિક સ્વાદનો ચટાકો ધરાવતા એપેટાઇઝર અને સ્વાદિષ્ટ મિઠાઈઓ સામેલ છે, જે બધું ખાસ કરીને ભારતભરના પ્રતિષ્ઠિત શેફ દ્વારા ક્યુરેટ કરાયું છે.

આકાસા એરનું સહાનુભૂતિપૂર્ણ અને યુવા વ્યક્તિત્વ, કર્મચારી-મૈત્રીપૂર્ણ કાર્યસંસ્કૃતિ, ગ્રાહક-સેવા ફિલસૂફી અને ટેકનોલોજી ચલિત અભિગમે તેને લાખો ગ્રાહકો માટે પહેલી પસંદગીની એરલાઇન બનાવી છે. પોતાની શરૂઆતથી જ, અકાસા એર તેના અનેકવિધ ઈન્ડસ્ટ્રી-ફર્સ્ટ અને ગ્રાહક-ભિમુખ ઓફર્સ સાથે ભારતમાં ઉડ્ડયન ક્ષેત્રનીપુનઃવ્યાખ્યા કંડારી રહી છે. તેના બ્રાન્ડ-ન્યૂ વિમાનોનો કાફલો પર્યાપ્ત લેગરૂમ અને ઉન્નત આરામ પ્રદાન કરે છે અને સાથે જ મોટાભાગના વિમાનોમાં USB પોર્ટ સાથે આવે છે, જેનાથી મુસાફરોને સફરમાં તેમના ગેજેટ્સ અને ઉપકરણોને ચાર્જ કરવાની સુવિધા મળે છે. એરલાઇનની ઓનબોર્ડ ભોજન સેવા, કેફે અકાસા, ગ્રાહકોને આકાશમાં આનંદદાયક ગોર્મેટ અનુભવ પ્રદાન કરવા માટે, ઉત્સવોના મેનુ અને કોમ્બુચા જેવા આ ઈન્ડસ્ટ્રીના સૌપ્રથમ વિકલ્પો સહિત આરોગ્યપ્રદ અને સ્વાદિષ્ટ ભોજનનો સંગ્રહ પ્રદાન કરે છે.છે. જ્યારે પેટ્સ ઓન અકાસાથકી ગ્રાહકોને તેમના લાડકવાયા પાલતુ પ્રાણીઓ સાથે કેબિનમાં મુસાફરી કરવાની અથવા તેમના વજનના આધારે કાર્ગોમાં સાથે લઈ જવાની સુવિધા આપે છે. અકાસા એર અસાધારણ ગ્રાહક સેવાના તેના વચનને પૂર્ણ કરવા 25+ એન્સિલિયરી પ્રોડક્ટ્સને ઓફર કરે છે, જેમ કે અકાસા ગેટઅર્લી, સીટ એન્ડ મિલ ડીલ, એક્સ્ટ્રા સીટઅને અકાસા હોલિડેઝ, અનોખું પર્સનલાઈઝેશનઓફર કરે છે જે સર્વશ્રેષ્ઠ છે. ગ્રાહકો માટે કેબિન અનુભૂતિને સતત વધારતા, અકાસાએ સ્કાયસ્કોર બાય અકાસા, સ્કાયલાઇટ્સ અને ક્વાયેટફ્લાઇટ્સ જેવી અનેક સર્વપ્રથમ પહેલો લોંચ કરી છે.

Related posts

B2B ગ્રાહકોને થશે મોટી બચત: એમેઝોન બિઝનેસ દ્વારા ‘ફાઇનાન્સિયલ યર એન્ડ સેલ’ની જાહેરાત

viratgujarat

MICA એ શૈક્ષણિક સત્ર ૨૦૨૬-૨૮ નો ભવ્ય પ્રારંભ કર્યો, બી. વી. રાવે પરિવર્તન અને સખત પરિશ્રમનો પાઠ ભણાવ્યો

viratgujarat

સર્વત્ર ગ્રૂપે સાત લેન્ડમાર્ક પ્રોજેક્ટ્સ રજૂ કરીને રોકાણકારો અને ઘર ખરીદદારોનું ધ્યાન આકર્ષિત કર્યું

viratgujarat

Leave a Comment