Virat Gujarat
અવેરનેસ

ભારતીય રેલ્વેમાં અસુવીધાઓથીને કારણે કરોડો મુસાફરો પારાવાર મુશ્કેલીમાં : “આધુનિકરણ”ના નામે રેલવે સ્ટેશનોને ભાજપ સરકારે બનાવ્યા લૂંટના કેન્દ્રો: ડૉ.મનીષ દોશી

મૂળભૂત પાયાની સુવિધાનો અભાવ: , રેલવેની સતત દુર્દશા અને યાત્રિકોની ઉપેક્ષાની નૈતિક જવાબદારી સ્વીકારી કેન્દ્રીય રેલવે મંત્રીએ રાજીનામું આપે :ડૉ.મનીષ દોશી
દેશ અને રાજ્યની જીવાદોરી સમાન રેલ્વેમાં પારાવાર મુશ્કેલી અને અસુવીધાઓ પર મહોર સમાન કેન્દ્ર સરકારનાં કેગનાં ઓડીટ રીપોર્ટનાં આંકડા સાથે સરકારની પોલ ખોલતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિનાં મીડિયા કન્વીનર અને પ્રવક્તા ડૉ.મનીષ દોશીએ જણાવ્યું હતું કે રેલવે કરોડો સામાન્ય નાગરિકોની જીવાદોરી છે, “આધુનિકરણ”ના નામે રેલવે સ્ટેશનોને ભાજપ સરકારે લૂંટના કેન્દ્રો બનાવી દેવાયા છે. કેગના ઓડિટમાં તપાસાયેલા ૫૧૨ સ્ટેશનોમાંથી ૮૯ % સ્ટેશનો પર પંખા, વોટર કૂલર, પીવાનું પાણી, ટોઇલેટ, બેઠક વ્યવસ્થા અને શેલ્ટર જેવી મૂળભૂત પાયાની સુવિધાનો અભાવ જોવા મળ્યો છે. સૌથી ચોંકાવનારી બાબત એ છે કે જે સ્ટેશનોને કરોડોની આવક થાય છે અને જેને ‘અમૃત ભારત સ્ટેશન’ યોજના હેઠળ આધુનિક બનાવવાના મોટા મોટા દાવા કરવામાં આવે છે, ત્યાં પણ આ જ ખામીઓ જોવા મળી છે. અમદાવાદ રૂ.૯૩૫ કરોડ અને સુરત રૂ.૭૪૦ કરોડની વાર્ષિક કમાણી કરતા સ્ટેશનો સહિત ચાર મોટા “અમૃત” સ્ટેશનોમાં પણ શુદ્ધ પીવાના પાણી, શૌચાલય સહીતની પાયાની સુવિધાની ખામીઓ છે. આટલી મસમોટી કમાણી છતાં પાયાની સુવિધા ન આપી શકવી એ વહીવટી નિષ્ફળતા નથી, પરંતુ મુસાફરો પ્રત્યેની ભાજપ સરકારની નિર્દય અને જાણી જોઈને કરવામાં આવેલી ઉપેક્ષા છે. વર્ષ ૨૦૧૪આ બુલેટ ટ્રેનનું સપનું દેખાડનાર મોદી સરકાર વર્ષ ૨૦૨૬માં સામાન્ય ટ્રેનનાં લાખો મુસાફરોને શુદ્ધ પીવાનું પાણી, શૌચાલય, પંખો સહિતની સુવિધા આપી શકતી નથી આ ‘ડબલ એન્જીન’ નહિ ‘ડબલ ફેલ્યુઅર’ સરકાર છે.
કેગના અહેવાલ અનુસાર કે છેલ્લા પાંચ વર્ષમાં રેલવેને ફાળવવામાં આવેલી કુલ રકમમાંથી રૂ.૧૧,૪૭૯ કરોડ વણવપરાયેલા રહી ગયા. જે નાણાં યાત્રિકોની સુવિધા માટે વાપરવાના હતા, તે વપરાયા જ નહીં. અને હવે કેગનો રિપોર્ટ એ પણ ઉજાગર કરે છે કે વગ ધરાવતા કોન્ટ્રાક્ટરોને લાભ પહોંચાડીને રેલવે સ્ટેશનોના ખાનગીકરણ તરફ આગળ વધવાના પ્રયાસો ચાલી રહ્યા છે. શું ભાજપ સરકાર જનતાની રેલવેને પોતાના મળતિયાઓને સોંપી દેવા માંગે છે? ત્યારે ભારતીય રેલ્વેમાં ગરીબ-સામાન્ય-મધ્યમ વર્ગના પેસેન્જરો પાસેથી આડેધડ ભાડા સહિતના બેફામ ચાર્જ વસુલાતનો હિસાબ માંગ કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિનાં મીડિયા કન્વીનર અને પ્રવક્તા ડૉ.મનીષ દોશીએ જણાવ્યું હતું કે પ્લેટફોર્મ ટિકિટના દરમાં સતત વધારો કરાયો છે ૨૦૧૨માં રૂ.૩ થી રૂ.૫ અને ૨૦૧૫માં રૂ.૫ થી રૂ.૧૦ અને કોવિડકાળ દરમિયાન તો કેટલાય ડિવિઝનોમાં તે રૂ.૫૦ સુધી વસૂલાયું હતું. એકલા ૨૦૧૯-૨૦માં જ પ્લેટફોર્મ ટિકિટમાંથી રૂ.૧૬૦.૮૭ કરોડની આવક થઈ હતી, પરંતુ સામે યાત્રિકોને પ્લેટફોર્મ પર બેસવાની જગ્યા કે પીવાનું પાણી સુદ્ધાં નસીબ નથી થતું. વર્ષ ૨૦૧૫માં કેન્સલેશન ચાર્જ સીધા બમણા કરી દેવાયા. સ્લીપર ક્લાસમાં રૂ. ૬૦ થી રૂ.૧૨૦ અને એસી ફર્સ્ટ ક્લાસમાં રૂ.૧૨૦ થી રૂ.૨૪૦ અને એપ્રિલ ૨૦૨૬થી નિયમો વધુ કડક બનાવાયા છે. માત્ર ચાર વર્ષમાં કેન્સલેશન ચાર્જ પેટે ભાજપ સરકારે યાત્રિકો પાસેથી રૂ.૬,૧૧૨ કરોડ ખંખેરી લીધા છે. આ કોઈ સેવા ચાર્જ નથી, આ યાત્રિકોના ખિસ્સા પર સુધી લુંટ છે. એક તરફ સરકાર મુસાફરો પાસેથી પ્લેટફોર્મ ટિકિટ, કેન્સલેશન ચાર્જ, છૂટ છીનવીને અને ભાડા વધારા મારફતે સતત વધુ ને વધુ પૈસા વસૂલી રહી છે, અને બીજી તરફ પાયાની સુવિધાઓ પણ પૂરી પાડવામાં નિષ્ફળ રહી છે. આ કોઈ નાણાંની અછત નથી, આ ઈરાદાપૂર્વકની બેદરકારી અને ખોટા અગ્રતાક્રમનું પરિણામ છે. કોંગ્રેસ પક્ષ માંગ કરે છે કે કેગનાં રિપોર્ટ ઉજાગર કરેલ ગંભીર ખામીઓ, નાણાંકીય ગેરીરીતી સહિતની બાબતો અંગે ભાજપ સરકાર જવાબ આપે, તમામ રેલવે સ્ટેશનો પર પાયાની સુવિધાઓ તાત્કાલિક ધોરણે પૂરી પાડવામાં આવે, વરિષ્ઠ નાગરિકોની ભાડા છૂટ તાત્કાલિક પુનઃસ્થાપિત કરવામાં આવે, વણવપરાયેલા રૂ.૧૧,૪૭૯ કરોડનો સંપૂર્ણ હિસાબ જાહેર કરવામાં આવે અને એ ભંડોળ સુવિધા માટે તાત્કાલિક વપરાય, રેલવે સ્ટેશનોના ખાનગીકરણ અને પસંદગીના કોન્ટ્રાક્ટરોને લાભ આપવાના પ્રયાસો તાત્કાલિક બંધ કરાય, રેલવેની સતત દુર્દશા અને યાત્રિકોની ઉપેક્ષાની નૈતિક જવાબદારી સ્વીકારી કેન્દ્રીય રેલવે મંત્રી રાજીનામું આપે.

Related posts

શક્તિ ટ્રાવેલ્સના 50 માં વર્ષમાં મંગળ પ્રવેશ

viratgujarat

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સોમનાથ મહાદેવ મંદિરમાં કરશે ‘સ્વાભિમાન પર્વ’ વિશેષ મહાપૂજા, 65મા જન્મદિવસે કર્યો વિશેષ સંકલ્પ

viratgujarat

નાના શહેરોમાં મોટા રોકાણકારો – કેવી રીતે ટિયર 2 અને 3 શહેરો MF ફોલિયો ગ્રોથને પાવર આપી રહ્યા છે

viratgujarat

Leave a Comment