Virat Gujarat
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

કૃષ્ણ જે કહે છે એ સત્ય છે,કૃષ્ણ સ્વયં પરમસત્ય છે.

રામ જે કહે એ સત્ય છે,રામ સ્વયં પરમસત્ય છે.

શિવ કહે એ સત્ય છે પણ ખુદ શિવ પરમસત્ય છે.

ધ્યાન સત્ય છે,સમાધિ પરમસત્ય છે.

જે ધર્મ વિજ્ઞાનની આલોચના કરે એ ધર્મ પંગુ છે.

જે ગ્રંથમાં વૈજ્ઞાનિક વાતો છે એ સદગ્રંથ છે.

પરીક્ષિત એટલે એવી ચેતના-જે નિર્ણય કરે છે કે જન્મથી જ મૃત્યુની યાત્રા શરૂ થઈ જાય છે.

પહેલા દિવસની કથા પછી પરીક્ષિત ગુણાતિત થઈ ગયો.

પરીક્ષિત ઉવાચ:સીમિત કાળમાં,સીમિત સાધનોથીલક્ષ્યને મેળવી લેવું-એવો મારો અનુભવ છે.

સમય ખૂબ સીમિત છે અને સાધન એક માત્ર શ્રવણ છે.

ભગવત કથા સાંભળતા-સાંભળતા અશ્રુ આવે તો સમજવું કે શ્રવણ ફળ દઈ રહ્યું છે.

ઉત્તર પ્રદેશનાં મુઝફ્ફર નગર પાસે,શુક્રતાલની પરમ ભાગવતી ભૂમિ પર ચાલી રહેલી રામકથા જ્યારે બુધવારે પાંચમાં દિવસમાં પ્રવેશી,અવધૂત શિરોમણી પરમહંસ શુકદેવજીને પ્રણામ કરી કહ્યું કે પરીક્ષિતની આ ગંગાના કિનારા ઉપર-ગતિનુંઉર્ધ્વગમન થયું છે. પરમહંસ શુકદેવજીનાંચરણોમાં પરીક્ષિત બેઠો છે. એ જાણે છે કે મને પહેલેથી જ મારી દીધેલો છે, ઉત્તરાનાગર્ભમાં.

મરેલાને કોણ મારશે! પરીક્ષિત એ છે જે ચારે બાજુ જુએ છે,દરેક એન્ગલથી જુએ છે અને પરમાત્માની ખોજ કરે છે.એવી ચેતના જે નિર્ણય કરે છે કે જન્મથી જ મૃત્યુની યાત્રા શરૂ થઈ જાય છે.જન્મ વાળું મૃત્યુ પણ પરીક્ષિતને વિક્ષિપ્ત ન કરી શક્યું તો તક્ષક વાળું મોત વિક્ષિપ્ત કેમ કરી શકે!એને બુઢાપો નથી આવ્યો.જોકે એની ઉંમરની ખબર નથી. પરીક્ષિતને ગીતા વાળી ‘જરા’નો સ્પર્શ થયો નથી. મહાભારત કહે છે સહદેવ અને નકુળનું સ્મરણ કરનારને રોગ સ્પર્શ નહીં કરે.શ્રીકૃષ્ણ આદિ,મધ્યમાં છે એટલે પરીક્ષિતને વ્યાધિ પણ નથી આવ્યો.એક- એક દિવસની ઘટના ઘટી છે.

પહેલા દિવસની કથા પછી એના ગુણનો વિકાસ થવા માંડ્યો,સદગુણમાં વૃદ્ધિ થઈ.જે રીતે આપણે કથા સાંભળીએ અને આપણી અંદરની ગતિ શરૂ થઈ જાય છે.પણ શાસ્ત્રમાં ગુણ પણ બંધન છે,તો પરીક્ષિતનું બંધન મજબૂત થયું.ગુણવર્ધન એટલી ટોચ સુધી ગયું કે જેમ યજ્ઞની જ્યોત ધીરે-ધીરે વધી અને વિલીન થઈ જાય.

પહેલા દિવસની કથા પછી પરીક્ષિત ગુણાતિત થઈ ગયો.બીજા દિવસની કથા પછી શુકદેવ પૂછે છે રાજન!આજની કથાનો અનુભવ શું રહ્યો?ત્યારે પરીક્ષિત કહે છે કે સીમિત કાળમાં,સીમિત સાધનોથીલક્ષ્યને મેળવી લેવું-એવો મારો અનુભવ છે.સમય ખૂબ સીમિત છે અને સાધનલએક માત્ર-શ્રવણ છે. વિભીષણમાં પણ નવધા ભક્તિ:શ્રવણ,કીર્તન,વિષ્ણુ સ્મરણ,પાદસેવન,અર્ચન,વંદન,દાસ્ય,સખ્ય અને આત્મન નિવેદન-એ શ્રવણથી શરૂ થતું દેખાય છે. વિભીષણનું શ્રવણ પછી એની દીવાલો ઉપર રામઆયુધો અંકિત એ એનું કીર્તન છે.ભગવાનની પાસે બેઠો છે.શ્રવણથી યાત્રા શરૂ થાય છે.શ્રવણ સગર્ભા છે અને એમાંથી આઠ વસ્તુઓ નીકળી છે. વારંવાર સાંભળો તો જ ઘટના ઘટશે.

ત્રીજા દિવસની કથા પછી સેવાનો ભાવ આવ્યો. ચોથા દિવસની કથા પછી જીવનની પ્રત્યેક ઇન્દ્રિયોમાં સંયમ આવી ગયો.સાધકની ત્રણ દશા હોય છે જેમાંની એક છે-અંતરમુખ.ચૈતન્ય, ગોપીજનો અને શુકદેવજીમાં આ હતી.આ દશા દશેદિશાઓમાંફેલાયછે.એને કારણે પછી અશ્રુપાત, વ્યાકુળતા,વિરહાગ્નિ,સ્તંભીત દશા,પોકાર,મૂર્છા, બેહોશી,મૃત્યુ સુધી લઈ જાય છે.અર્ધબાહ્ય અવસ્થા સુધી લઈ જાય છે.

પાંચમા દિવસની કથા પછી અહિંસા પ્રાપ્ત થઈ છે. એટલી અહિંસા આવી ગઈ કે તક્ષક પણ મારી હિંસા નહીં કરી શકે.છઠ્ઠા દિવસની ફલશ્રુતિ અશ્રુ છે. ભગવત કથા સાંભળતા-સાંભળતા આ ભાવ જાગે તો સમજવું કે શ્રવણ ફળ દઈ રહ્યું છે.

સાતમા દિવસે શુકદેવજી કથા કહીને નીકળી જાય છે અને કહે છે કે હું હોઈશ ત્યાં સુધી તક્ષક નહીં આવે. અને ઘટના ઘટે છે ત્યારે શુકદેવજી પૂછે છે,પરીક્ષિત કહે છે કે સાતમા દિવસ પછી પરમ સત્યની પ્રાપ્તિ થઈ.સત્યં પરમ ધિમહી.બાપુએ કહ્યું કે મારું વૈકુંઠ મારી વ્યાસ ગાદી જ છે.તમારા દિલ સુધી પહોંચવાનું છે એને કામના નહીં કૃપા સમજજો.

કૃષ્ણ જે કહે છે એ સત્ય છે,કૃષ્ણ સ્વયં પરમસત્યછે.રામ જે કહે એ સત્ય છે,રામ સ્વયં પરમસત્ય છે. શિવ કહે એ સત્ય છે પણ ખુદ શિવ પરમસત્ય છે. ધ્યાન સત્ય છે,સમાધિ પરમસત્ય છે.

નામકરણ પ્રસંગ બાદ કથાને વિરામ અપાયો.

Box

મનને જ્યાં જવા માટે રોકીએ છીએ ત્યાં સૌથી પહેલા જાય છે!

બ્રહ્મસુખ પાંચ પ્રકારના.આમ તો બ્રહ્મસુખ એક જ છે પણ અલગ-અલગ જગ્યાએથી જોઈએ છીએ ત્યારે આ બ્રહ્મસુખનામપ્રસાદથી પ્રાપ્ત થાય છે. પરમાત્માનું નામ,એની લીલા,રૂપ અને ધામ આ ચાર વસ્તુ ભગવત કથા છે.બ્રહ્મ એક છે,અવિભાજ્ય છે, અખંડ છે,પણ સમજાવવા માટે વિભાગ કર્યા છે. કોઈએ આ બાજુથી,કોઈ ડાબેથી,કોઈ જમણેથી, કોઈ સામેથી જુએ છે એટલે બ્રહ્મ અલગ દેખાય.

૧-અન્નં બ્રહ્મેતિવ્યજાનાત્.અન્ન જ બ્રહ્મ છે.બીજાનેખવડાવવાની ઈચ્છા એ બ્રહ્મસુખ છે.

૨-ઉપનિષદનો બીજો બ્રહ્મ-પ્રાણોબ્રહ્મેતિવ્યજાનાત્.અન્ન આધારિત પ્રાણને બ્રહ્મ જાણ..કોઈપણપ્રાણીને ઉદ્વેગ ન કરવું એ બ્રહ્મસુખ છે.

૩-મનો બ્રહ્મેતિવ્યજાનાત.મનને તું બ્રહ્મ માન.આપણે આખી જિંદગી મન સાથે તકરાર કરીએ છીએ.એવા પદ પણ મળે છે કે મનરૂપીમૃગલાને મારો! પણ મનરૂપીમૃગલાને સમજાવવાની જરૂર છે.મન જે કરે છે એ કરવા દો, થાકી હારીને બેસી જશે,સાક્ષી બનીને જુઓ.ઓશો કહે છે મનને જ્યાં જવા માટે રોકીએ છીએ ત્યાં સૌથી પહેલા જાય છે.

૪-વિજ્ઞાન બ્રહ્મ છે.જે ધર્મ વિજ્ઞાનની આલોચના કરે એ ધર્મ પંગુ છે.જે ગ્રંથમાં વૈજ્ઞાનિક વાતો છે એ સદગ્રંથ છે.

૫-આનંદો બ્રહ્મેતિવ્યજાનાત્.આનંદ બ્રહ્મ છે.

Related posts

તલગાજરડામાં સંતભંડારાનું આયોજન થયું

viratgujarat

ક્રાઉસ જીન્સે વડોદરા, ભારતમાં તેનો 10મો સ્ટોર શરૂ કર્યો

viratgujarat

ઓરેન્ડા સ્કાયલાઇન સ્ટ્રાઈકર્સે TSS ચેમ્પિયનશિપ સમર કપ 2026માં અપરાજિત પ્રદર્શન સાથે શાનદાર સફળતા મેળવી

viratgujarat

Leave a Comment