Virat Gujarat
બિઝનેસ

ગજા અલ્ટરનેટિવ એસેટ મેનેજમેન્ટ લિમિટેડનો આઈપીઓ બુધવાર, 19 ઓગસ્ટ, 2026ના રોજ ખુલશે

ગજા અલ્ટરનેટિવ એસેટ મેનેજમેન્ટ લિમિટેડ (the “Company”) તેના ઇક્વિટી શેરના આઈપીઓ સંબંધિત બિડ/ઓફર બુધવાર, 19 ઓગસ્ટ, 2026ના રોજ ખોલશે. ઓફરનો પ્રાઇસ બેન્ડ ઇક્વિટી શેરદીઠ રૂ. 152થી રૂ. 160 નક્કી કરવામાં આવી છે (“Price Band”). બિડ રૂ. 5ની ફેસ વેલ્યૂ ધરાવતા ઓછામાં ઓછા 93 ઇક્વિટી શેર માટે અને ત્યારબાદ રૂ. 5ની ફેસ વેલ્યૂ ધરાવતા 93 ઇક્વિટી શેરના ગુણાંકમાં કરી શકાશે (“Minimum Bid Lot”).
એન્કર ઇન્વેસ્ટર્સ માટે બિડીંગની તારીખ મંગળવાર, 18 ઓગસ્ટ, 2026 રહેશે. બિડ/ઓફર બુધવાર, 19 ઓગસ્ટ, 2026ના રોજ ખુલશે અને શુક્રવાર, 21 ઓગસ્ટ, 2026ના રોજ બંધ થશે.

રૂ. 5ની ફેસ વેલ્યૂ ધરાવતા આવા ઇક્વિટી શેરની કુલ ઓફર સાઇઝનું મૂલ્ય રૂ. 5,500.00 મિલિયન સુધીનું છે. તેમાં રૂ. 4,500.00 મિલિયન સુધીના ઇક્વિટી શેરના ફ્રેશ ઇશ્યૂ અને રૂ. 1,000.00 મિલિયન સુધીના ઇક્વિટી શેરની વેચાણ માટેની ઓફરનો સમાવેશ થાય છે.
કંપની ફ્રેશ ઇશ્યૂમાંથી મળનારી ચોખ્ખી આવકનો ઉપયોગ (1.) ફંડ 4ના નીચેના ઘટક ફંડ્સમાં બાકી રહેલી સ્પોન્સર પ્રતિબદ્ધતા પૂરી કરવા અને બ્રિજ લોનની રકમની ચુકવણી માટે કરશે: (1) ગજા કેપિટલ ઈન્ડિયા ફંડ 2020 એલએલપી, (2) ગજા કેપિટલ ઈન્ડિયા ફંડ 2021 (અગાઉ ગજા કેપિટલ ઈન્ડિયા ફંડ 2020 તરીકે ઓળખાતું હતું) અને (3) બ્રિજ લોનની રકમ, (2.) પ્રસ્તાવિત ફંડ 5 માટેની તેની સ્પોન્સર પ્રતિબદ્ધતા પૂરી કરવા માટે રોકાણ કરશે અને (3.) સેકન્ડરીઝ ફંડ માટેની તેની સ્પોન્સર પ્રતિબદ્ધતા તથા સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે રોકાણ કરશે.

12 ઓગસ્ટ, 2026ના રોજના રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ મારફતે ઓફર કરવામાં આવનારા ઇક્વિટી શેર બીએસઈ લિમિટેડ (“BSE”) અને નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઈન્ડિયા લિમિટેડ (“NSE” and together with BSE, the “Stock Exchanges”) પર લિસ્ટ કરવાની દરખાસ્ત છે. ઓફરના હેતુ માટે એનએસઈ નિયુક્ત સ્ટોક એક્સચેન્જ છે.
જેએમ ફાઇનાન્શિયલ લિમિટેડ અને આઈઆઈએફએલ કેપિટલ સર્વિસીસ લિમિટેડ (અગાઉ આઈઆઈએફએલ સિક્યોરિટીઝ લિમિટેડ તરીકે ઓળખાતી હતી) ઓફરના બુક રનિંગ લીડ મેનેજર છે. આ ઓફર સિક્યોરિટીઝ કોન્ટ્રાક્ટ્સ (રેગ્યુલેશન) રૂલ્સ, 1957ના સુધારેલા નિયમ 19(2)(બી) (the “SCRR”) અનુસાર અને સેબી આઈસીડીઆર નિયમોના નિયમન 31 સાથે વાંચવામાં આવતા તથા સેબી આઈસીડીઆર નિયમોના નિયમન 6(1)નું પાલન કરીને બુક બિલ્ડિંગ પ્રક્રિયા મારફતે કરવામાં આવી રહી છે. આ અંતર્ગત ઓફરના મહત્તમ 50 ટકા હિસ્સાની ફાળવણી ક્વોલિફાઇડ ઇન્સ્ટિટ્યુશનલ બાયર્સ (“QIBs”, and such portion, the “QIB Portion”) ને પ્રમાણસર ધોરણે કરવામાં આવશે, એ શરતે કે અમારી કંપની, બુક રનિંગ લીડ
મેનેજરો સાથે ચર્ચા કરીને ક્યુઆઈબી હિસ્સામાંથી મહત્તમ 60 ટકા હિસ્સો સેબી આઈસીડીઆર નિયમનો અનુસાર એન્કર ઇન્વેસ્ટર્સને પોતાની વિવેકબુદ્ધિ મુજબ ફાળવી શકશે (“Anchor Investor Portion”). એન્કર ઇન્વેસ્ટર હિસ્સાનો 40 ટકા હિસ્સો આ પ્રકારે અનામત રાખવામાં આવશેઃ (1) એન્કર ઇન્વેસ્ટર હિસ્સાનો 33.33 ટકા હિસ્સો સ્થાનિક મ્યુચ્યુઅલ ફંડ્સ માટે અનામત રખાશે અને (2) 6.67 ટકા હિસ્સો જીવન વીમા કંપનીઓ અને પેન્શન ફંડ્સ માટે અનામત રહેશે, એ શરતે કે સ્થાનિક મ્યુચ્યુઅલ ફંડ્સ, જીવન વીમા કંપનીઓ અને પેન્શન ફંડ્સ તરફથી એન્કર ઇન્વેસ્ટર ફાળવણી કિંમતે કે તેનાથી વધુ કિંમતે માન્ય બિડ્સ
પ્રાપ્ત થાય. ઉપર જણાવ્યા મુજબ (મુદ્દા 2માં) જીવન વીમા કંપનીઓ અને પેન્શન ફંડ્સ માટેના હિસ્સામાં અંડરસબ્સ્ક્રીપ્શનના કિસ્સામાં તે હિસ્સો સેબી આઈસીડીઆર નિયમનો મુજબ સ્થાનિક મ્યુચ્યુઅલ ફંડ્સને ફાળવણી માટે ઉપલબ્ધ રહેશે. જો એન્કર ઇન્વેસ્ટર હિસ્સામાં અંડર-સબ્સ્ક્રીપ્શન રહે કે ફાળવણી ન થાય, તો બાકીના ઇક્વિટી શેર ક્યુઆઈબી હિસ્સામાં ઉમેરવામાં આવશે

આ ઉપરાંત, નેટ ક્યુઆઈબી હિસ્સાના 5 ટકા શેર માત્ર મ્યુચ્યુઅલ ફંડને પ્રમાણસર ધોરણે ફાળવવામાંઆવશે અને બાકીના નેટ ક્યુઆઈબી હિસ્સાની ફાળવણી તમામ ક્યુઆઈબી રોકાણકારો (એન્કર ઇન્વેસ્ટર્સ સિવાય), જેમાં મ્યુચ્યુઅલ ફંડનો પણ સમાવેશ થાય છે, તેમને પ્રમાણસર ધોરણે કરવામાં આવશે, એ શરતે કે તેમના તરફથી નેટ ઓફર કિંમત અથવા તેથી વધુ કિંમતે માન્ય બિડ્સ પ્રાપ્ત થઈ હોય. જો મ્યુચ્યુઅલ ફંડ તરફથી કુલ માંગ નેટ ક્યુઆઈબી હિસ્સાના 5 ટકા કરતાં ઓછી રહેશે, તો ફાળવણી માટે ઉપલબ્ધ રહેલા બાકીના ઇક્વિટી શેર્સ ક્યુઆઈબીને પ્રમાણસર ફાળવણી માટે બાકીના નેટ ક્યુઆઈબી હિસ્સામાં ઉમેરવામાં
આવશે. ઉપરાંત, જો નેટ ઇશ્યૂના મહત્તમ 15 ટકા શેર સેબી આઈસીડીઆર નિયમનો મુજબ નોન- ઇન્સ્ટિટ્યૂશનલ બિડર્સ (“NIBs”) ને ફાળવણી માટે ઉપલબ્ધ રહેશે, એ શરતે કે ઓફર કિંમત કે તેનાથી વધુ કિંમતે માન્ય બિડ્સ પ્રાપ્ત થાય, જે પૈકી (એ) એક તૃત્યાંશ હિસ્સો રૂ. 2,00,000 લાખથી વધુ અને રૂ. 10,00,000 લાખ સુધીની એપ્લિકેશન સાઇઝ ધરાવતા બિડર્સ માટે અનામત રહેશે અને (બી) બે તૃત્યાંશ હિસ્સો રૂ. 10,00,000 લાખથી વધુની એપ્લિકેશન સાઇઝ ધરાવતા બિડર્સ માટે અનામત રહેશે, એ શરતે કે આ બે સબ-કેટેગરીઝમાંથી ગમે તેમાં સબ્સ્ક્રાઇબ ન થયેલો હિસ્સો નોન-ઇન્સ્ટિટ્યૂશનલ બિડર્સની અન્ય સબ
કેટેગરીમાં બિડર્સને ફાળવી શકાશે. ઓફરના લઘુતમ 35 ટકા સેબી આઈસીડીઆર નિયમો મુજબ રિટેલ ઇન્ડિવિડ્યુઅલ બિડર્સને ફાળવણી માટે ઉપલબ્ધ રહેશે, એ શરતે કે ઓફર કિંમત કે તેનાથી વધુ કિંમતે માન્ય બિડ્સ પ્રાપ્ત થઈ હોય.

તમામ બિડર્સ (એન્કર ઇન્વેસ્ટર્સને બાદ કરતાં) માટે Application Supported by Blocked Amount (“ASBA”) પ્રક્રિયા દ્વારા અરજી કરવી ફરજિયાત રહેશે. આ માટે તેમણે તેમના ASBA ખાતાની વિગતો તથા યુપીઆઈ મારફતે અરજી કરનારોએ પોતાના યુપીઆઈ આઈડીની વિગતો (અહીં જણાવ્યા મુજબ) આપવાની રહેશે.

ત્યારબાદ નેટ ઓફરમાં ભાગ લેવા માટે સંબંધિત બિડની રકમ સેલ્ફ સર્ટિફાઇડ સિન્ડિકેટ બેંકો (“SCSBs”) અથવા યુપીઆઈ મિકેનિઝમ હેઠળ બ્લોક કરવામાં આવશે. એન્કર ઇન્વેસ્ટર્સને ASBA પ્રક્રિયા દ્વારા ઇશ્યૂના એન્કર ઇન્વેસ્ટર હિસ્સામાં ભાગ લેવાની મંજૂરી નથી.

Related posts

પ્રભા ખેતાન ફાઉન્ડેશન દ્વારા શ્રી હરિન્દર સિંહ સિક્કા સાથે સાહિત્યિક સંવાદનું આયોજન કરાયું

viratgujarat

થમ્સ અપ ThunderWheels®ની પરતગી સાથે જસપ્રીત બૂમરાહને સમાવતા ભારતની બાઇકીંગ સંસ્કૃતિને વેગ આપે છે

viratgujarat

સ્કોડા કાયલેક ભારતમાં ઓફિશિયલી લોન્ચ થઈ

viratgujarat

Leave a Comment