Virat Gujarat
બિઝનેસ

એચડીએફસી બેંકે છેતરપિંડી અંગે જાગૃતિ ફેલાવવા માટે ‘વિજિલ આન્ટી સેઝ – લેઝિનેસ સેવ્સ’ અભિયાન લૉન્ચ કર્યું

દેશના 80મા સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી પૂર્વે, ભારતની ખાનગી ક્ષેત્રની અગ્રણી બેંક એચડીએફસી બેંકે આજે છેતરપિંડી અંગે જાગૃતિ ફેલાવવા માટે ‘વિજિલ આન્ટી સેઝ – લેઝિનેસ સેવ્સ’ નામનું અભિયાન લૉન્ચ કરવાની જાહેરાત કરી હતી. આ અભિયાનનો ઉદ્દેશ ડિજિટલ ટ્રાન્ઝેક્શન કરતી વખતે ગ્રાહકોને ઉતાવળમાં કોઈ નિર્ણય લેતાં પહેલાં જરાં થોભીને વિચારવા માટે પ્રોત્સાહિત કરવાનો છે.આ અભિયાનમાં ડિજિટલ છેતરપિંડી પરની બેંકની સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર વિજિલ આન્ટી સાથે ભારતના કેટલાક જાણીતા સ્ટેન્ડ-અપ કૉમેડિયન્સ સાથે પણ જોડાયા છે. તેઓ સૌ સાથે મળીને એક મહત્વપૂર્ણ સંદેશ આપી રહ્યાં છે:છેતરપિંડીની વાત આવે ત્યારે જરાં થોભી જવું ખરેખર તમને બચાવી શકે છે.

 

‘વિજિલ આન્ટી સેઝ – લેઝિનેસ સેવ્સ’ નામના સાત એપિસોડના કૉમેડી સ્પેશિયલનું સ્ટ્રીમિંગ 15 ઓગસ્ટ, 2026થી ફક્ત જિયોહૉટસ્ટારપર શરૂ થશે.આ અભિયાન તમામ પ્રકારની ડિજિટલ છેતરપિંડીમાં જોવા મળતી એક સામાન્ય બાબત પર પ્રકાશ પાડે છે: છેતરપિંડી કરનારા લોકો તાકીદની સ્થિતિ ઊભી કરીને તેનો ફાયદો ઉઠાવે છે.પછી તે નકલી ઓટીપીની વિનંતી હોય, ફિશિંગ લિંક હોય કે ડિજિટલ અરેસ્ટની છેતરપિંડી, છેતરપિંડી કરનારા લોકો ઇચ્છે છે કે લોકો તરત જ પ્રતિક્રિયા આપે.‘વિજિલ આન્ટી સેઝ – લેઝિનેસ સેવ્સ’નો ઉદ્દેશ સમગ્ર દેશમાં છેતરપિંડીથી બચવા માટેની સરળ ટેવો અંગે જાગૃતિ ફેલાવવાનો અને લોકોને ઉતાવળમાં પ્રતિક્રિયા આપતાં પહેલાં જરાં થોભીને વિચારવા માટે પ્રોત્સાહિત કરવાનો છે.જ્યારે પણ શંકાસ્પદ વિનંતી મળે ત્યારે ‘કંઈ ન કરવું’ એ જ સૌથી સમજદારીભર્યું પગલું છે, એવો સંદેશ આ અભિયાન આપે છે.આ સીરીઝમાં લોકપ્રિય સ્ટેન્ડ-અપ કૉમેડિયન્સ આકાશ ગુપ્તા, ગૌરવ કપૂર, રામકુમાર નટરાજન, હર્ષ ગુજરાલ, સોનુ વેણુગોપાલ, મુનવ્વર ફારુકી અને કેની સેબેસ્ટિયન જોવા મળશે.

 

એચડીએફસી બેંકના ચીફ માર્કેટિંગ ઑફિસર અને ગ્રૂપ હેડ શ્રી રવિ સંથાનમેજણાવ્યું હતું કે, છેતરપિંડી કરનારા લોકો ગભરાટ અને તાકીદની પરિસ્થિતિનો લાભ ઉઠાવીને લોકોને ઉતાવળમાં ભૂલો કરવા માટે ગેરમાર્ગે દોરે છે. ‘વિજિલ આન્ટી સેઝ – લેઝિનેસ સેવ્સ’નો ઉદ્દેશ લોકોને તેમના ગમતા માધ્યમ એટલે કે કૉમેડી દ્વારાઆ અંગે જાગૃત કરવાનો છે.વિજિલ આન્ટી ભારતના ટોચના સ્ટેન્ડ-અપ કૉમેડિયન્સ સાથે મળીને છેતરપિંડી કરનારા લોકો કઈ રીતે છેતરપિંડી કરે છે, તે અંગે જાગૃતિ ફેલાવશે.ડિજિટલ પ્લેટફોર્મ પર ટ્રાન્ઝેક્શન કરતી વખતે સાવધાન રહેવાનો સંદેશ વધુને વધુ લોકો સુધી પહોંચાડવાના આ પ્રયાસમાં જિયોહૉટસ્ટારના નેટવર્કનો લાભ લેતાં અમને ખૂબ આનંદ થઈ રહ્યો છે.

‘વિજિલ આન્ટી સેઝ – લેઝિનેસ સેવ્સ’ની પરિકલ્પના બેંકની ક્રિએટિવ એજન્સી એફસીબીકિનેક્ટદ્વારા કરવામાં આવી છે. આ દેશવ્યાપી પહેલનો ઉદ્દેશ ડિજિટલ બેંકિંગ અથવા ઑનલાઇન પેમેન્ટ્સનો ઉપયોગ કરતા તમામ લોકોમાં છેતરપિંડી અંગે જાગૃતિ ફેલાવવાનો છે.આ પહેલની પરિકલ્પના ખાસ કરીને ઝેન ઝી અને ડિજિટલ વ્યવહારોને પ્રાથમિકતા આપતા લોકો માટે કરવામાં આવી છેપરંતુ તેનો મુખ્ય સંદેશ તમામ વયજૂથના લોકો માટે એટલો જ પ્રસ્તુત છે.લોકો જે પ્લેટફોર્મ પર પહેલેથી જ મનોરંજન માણી રહ્યાં છે, તેની પર છેતરપિંડી અંગે જાગૃતિ ફેલાવીને આ અભિયાનનો ઉદ્દેશ સમગ્ર દેશમાં વધુને વધુ લોકો સુધી પહોંચવાનો અને સરળતાથી યાદ રહી જાય તથા વધુ સરળતાથી શૅર કરી શકાય તેવી સામગ્રીના માધ્યમથી વધુ સુરક્ષિત ડિજિટલ ટેવોને પ્રોત્સાહન આપવાનો છે.કૉમેડીના માધ્યમથી આ અભિયાન છેતરપિંડી અંગેની જાગૃતિને વધુ સરળતાથી સમજી શકાય, યાદ રહી જાય અને શૅર કરી શકાય તેવી બનાવે છે.

 

વિજિલ આન્ટી એચડીએફસી બેંક દ્વારા સર્જવામાં આવેલું એક કાલ્પનિક પાત્ર છે, જે જાણીતા અને સંવાદાત્મક પાત્રના માધ્યમથી રોજબરોજની સરળ ભાષામાં છેતરપિંડીના જોખમો સમજાવીને સાઇબર સુરક્ષાને સરળતાથી સમજી શકાય અને લોકો સાથે સરળતાથી જોડાય તેવી બનાવે છે. તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર વિજિલ આન્ટીના 22 લાખથી વધુ ફૉલોઅર્સ છે.

Related posts

આઈટીસી મંગલદીપે અમદાવાદ, ગુજરાત ખાતે ટ્રેડ મીટ દ્વારા અગરબત્તી કેટેગરીમાં નવા ફોર્મેટનું અનાવરણ કર્યું

viratgujarat

“ઓરેન્ડા સ્કાયલાઇન AI માસ્ટરક્લાસ બાય be10x 2026”માં 500થી વધુ લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો

viratgujarat

ઇલેક્રામા–2025(ELECRAMA)ના વડોદરા રોડ શૉમાં વિઝિટર્સના એક્સપિરિયન્સ માટે ઇલેક્રામા(ELECRAMA)એપ લૉન્ચ થશે

viratgujarat

Leave a Comment