Virat Gujarat
CSR પ્રવૃત્તિઓઅવેરનેસ

‘પીર પરાઈ’ અને ‘પરિવર્તન’ સંસ્થાના ઉપક્રમે વૃદ્ધાશ્રમો ના વડીલો સાથે ૮૦મા સ્વાતંત્ર્ય દિવસની કરાશે ભવ્ય ઉજવણી

‘પીર પરાઈ’ અને ‘પરિવર્તન’ સંસ્થાના સંયુક્ત ઉપક્રમે વૃદ્ધાશ્રમોમાં વસતા વડીલો સાથે ૮૦મા સ્વાતંત્ર્ય દિવસ નિમિત્તે દેશભક્તિના ગીતોની સંગીતમય સાંજનું આયોજન શનિવારે અમદાવાદ સ્થિત ‘ઈસરો કોમ્યુનિટી સેન્ટર’, વિક્રમ નગર, આંબલી-બોપલ રોડ ખાતે કરવામાં આવ્યું છે.
આ દેશભક્તિ સભર કાર્યક્રમમાં અધ્યક્ષ તરીકે જાણીતા સમાજસેવક અને ઉદ્યોગપતિ શ્રી મગનભાઈ એચ. પટેલ, મુખ્ય અતિથિ તરીકે CII ગુજરાત કાઉન્સિલના પૂર્વ અધ્યક્ષ શ્રી વિનોદ અગ્રવાલ, વિશેષ અતિથિ તરીકે સમાજસેવક અને ઉદ્યોગપતિ શ્રી બિપિન સોની તેમજ અતિથિ વિશેષ તરીકે અગ્રવાલ ડિઝનીલેન્ડ સ્કૂલના ચેરમેન અને સમાજસેવક અને ગૌભક્ત શ્રી રાજકુમાર હરિરામ ખાસ ઉપસ્થિત રહેશે.
‘પીર પરાઈ ફાઉન્ડેશન’ દ્વારા સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે વૃદ્ધાશ્રમોના વડીલો સાથે યોજાતો આ સતત ૧૨મો કાર્યક્રમ છે.
આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ‘પીર પરાઈ’ અને ‘પરિવર્તન’ની સમગ્ર ટીમ શ્રી શરદ અગ્રવાલના નેતૃત્વ હેઠળ છેલ્લા એક મહિનાથી તડામાર તૈયારીઓ કરી રહી છે. જેમાં ‘પીર પરાઈ’ના મંત્રી પ્રમોદ ગુપ્તા (એડવોકેટ), ઉપાધ્યક્ષ રમેશ જૈન, રાકેશ જૈન, પ્રેમ બંસલ, નિલેશ અગ્રવાલ, વિનીત અગ્રવાલ, સુશીલ બંસલ, સુનીલ ભણસાલી, કૌશિકભાઈ શાહ, દેવેન્દ્ર પટેલ, અશોક રાઠોડ અને સુમિત અગ્રવાલ સહિતના સભ્યો સક્રિય યોગદાન આપી રહ્યા છે.

Related posts

મારુતિ સુઝુકી દ્વારા ‘જાગૃતિ’ ની શરૂઆત: ટ્રક ડ્રાઇવરો માટે 5-દિવસીય માર્ગ સુરક્ષા અને આરોગ્ય જાગૃતિ કાર્યક્રમ

viratgujarat

પૂજ્ય શ્રી જિગ્નેશ દાદાશ્રી (રાધે-રાધે)ની શ્રી સત્ય સાઈ હાર્ટ હોસ્પિટલ ખાતે પાવન મુલાકાત

viratgujarat

ઉત્તર પૂર્વીય ક્ષેત્રમાં વેપાર અને રોકાણની તકોને ઉજાગર કરવા માટે અમદાવાદમાં વેપાર અને રોકાણ રોડ શોનું આયોજન

viratgujarat

Leave a Comment