Virat Gujarat
બિઝનેસ

જિયોએ એક વર્ષની પ્રાઇસ ગેરંટી સાથે જિયો પ્રાઇમ ફરી રજૂ કરી

જિયો પ્રાઇમ મેમ્બરશિપ પ્રોગ્રામ મૂળભૂત રીતે જિયોના પ્રથમ 100 મિલિયન ગ્રાહકો પ્રત્યે આભાર વ્યક્ત કરવા માટે શરૂ કરવામાં આવ્યો હતો. આજે જિયોના 500 મિલિયનથી વધુ ગ્રાહકોના પરિવારને કિંમતની ગેરંટીની ખાતરી અને વધારાના લાભો શ્રેણીબદ્ધ રીતે પૂરા પાડવા માટે તેને ફરીથી રજૂ કરવામાં આવ્યો છે.

એક વર્ષ માટે પ્રાઇસ ગેરંટી

જિયો પ્રાઇમ ભવિષ્ય માટે કિંમતની અતિરિક્ત નિશ્ચિતતા આપે છે, જેથી ગ્રાહકો પ્રાઇસ ગેરંટીના એક વર્ષના સમયગાળા એટલે કે પાંચ સપ્ટેમ્બર 2027 સુધી ભવિષ્યમાં કિંમતોમાં થનારા કોઈપણ ફેરફારનો નવો બોજ અનુભવ્યા વિના આજના દરે જ પોતાના મનપસંદ એલિજિબલ જિયો પ્લાન્સથી વિશ્વાસપૂર્વક રિચાર્જ ચાલુ રાખી શકે.

વધારાના લાભો

જિયો પ્રાઇમ એક્સક્લુસિવ મેમ્બરશિપ લાભો લાવે છે, નીચે મુજબના લાભોનો તેમાં સમાવેશ થાય છે:

  • ₹600ની કિંમતના કેશબેક વાઉચર્સ
  • નવા જિયોહોમ અથવા જિયોપીસી કનેક્શન પર રિડીમ કરી શકાય તેવું ₹300 નું કેશબેક વાઉચર
  • મિત્રો અથવા પરિવાર માટે નવું જિયો સિમ કનેક્શન લેવા માટે ₹300નું કેશબેક વાઉચર
  • નવા જિયો પ્રોડક્ટ્સ, સેવાઓ અને ટ્રાયલ્સનો અગાઉથી એક્સેસ
  • ડેડિકેટેડ સર્વિસ ચેનલ દ્વારા પ્રાયોરિટી કસ્ટમર સપોર્ટ
  • મેમ્બરશિપ સમયગાળા દરમિયાન સભ્યો માટે જાહેર કરવામાં આવતા વધારાના વિશિષ્ટ લાભો

દરેક જિયો ગ્રાહક માટે ઉપલબ્ધ

જિયો પ્રાઇમ તમામ હાલના જિયો પ્રીપેડ અને પોસ્ટપેડ ગ્રાહકો માટે માત્ર ₹300ની જોઈનિંગ ફી સાથે ઉપલબ્ધ છે. અન્ય નેટવર્કના ગ્રાહકો જિયોમાં પોર્ટ કરીને અથવા નવું જિયો કનેક્શન એક્ટિવેટ કરીને તેમાં જોડાઈ શકે છે.

આ મેમ્બરશિપ માયજિયો એપ, Jio.com, જિયો સ્ટોર્સ અને જિયો પાર્ટનર સ્ટોર્સ દ્વારા ઉપલબ્ધ થશે.

જિયો પ્રાઇમ એક નજરે

Programme Jio Prime – 10 Years of Jio
Membership ₹300 • One-time
Price Guarantee Continue recharging with your favourite Jio plan at today’s price

until 5 September 2027

Cashback offer ₹300 JioHome/JioPC Voucher + ₹300 JioSIM Voucher
Exclusive Privileges Priority Customer Support • Early Access to Jio products, services and trials
Who Can Join Existing and new Jio customers
How to Join MyJio App, Jio.com, Jio Stores and authorised Jio partner stores

 

 

 

Related posts

લિવાઈસ® વૈશ્વિક બ્રાન્ડ એમ્બેસેડર તરીકે દિલજીત દોસાંઝનું સ્વાગત કરે છે

viratgujarat

ડિજિટલ યુગમાં પોશ્ચર, લાઇફસ્ટાઇલ અને બેક પેઈન

viratgujarat

હીરો મોટોકોર્પે જુલાઈ 2025માં મોટરસાઈકલ અને સ્કૂટરનાં 4.5 લાખ યુનિટ્સની ડિલિવરી કરીઃ 21 ટકાની વર્ષ દર વર્ષ વૃદ્ધિ હાંસલ કરી

viratgujarat

Leave a Comment