પ્રાઇઝ બેન્ડ ઇક્વિટી શેર દીઠ રૂ. 118થી રૂ. 124 નક્કી કરવામાં આવ્યો છે
ફ્લોર પ્રાઇઝ ઇક્વિટી શેરની ફેસ વેલ્યુ (પ્રતિ શેર રૂ. 10)ના 11.8 ગણી અને કેપ પ્રાઇઝ 12.4 ગણી છે
બિડ/ઓફર મંગળવાર, 20 જાન્યુઆરી, 2026ના રોજ ખુલશે અને ગુરુવાર, 22 જાન્યુઆરી, 2026ના રોજ
બંધ થશે (“Bid Dates”)
એન્કર ઇન્વેસ્ટર બિડ/ઓફર તારીખ સોમવાર, 19 જાન્યુઆરી, 2026 રહેશે
બિડ્સ લઘુતમ 120 ઇક્વિટી શેર્સ અને ત્યારબાદ 120 ઇક્વિટી શેર્સના ગુણાંકમાં કરી શકાય છે (“No. of
Bids”)
આરએચપી લિંકઃ
https://www.shadowfax.in/investor-relations/ipo-disclosures/offer-documents
શેડૉફેક્સ ટેક્નોલોજીસ લિમિટેડ (The “Company”) ઇક્વિટી શેર્સના તેના આઈપીઓ સંદર્ભે બિડ/ઓફર
મંગળવાર, 20 જાન્યુઆરી, 2026ના રોજ ખોલશે.
ઓફરનો પ્રાઇઝ બેન્ડ ઇક્વિટી શેર દીઠ રૂ. 118થી રૂ. 124 નક્કી કરવામાં આવ્યો છે (“Price Band”)
બિડ્સ લઘુતમ 120 ઇક્વિટી શેર્સ અને ત્યારબાદ 120 ઇક્વિટી શેર્સના ગુણાંકમાં કરી શકાય છે (“Minimum Bid
Lot”)
રૂ. 19,072.69 મિલિયન (રૂ. 1,907.27 કરોડ) સુધીના મૂલ્યના શેરદીઠ રૂ. 10ની ફેસ વેલ્યુના ઇક્વિટી શેર્સના
આઈપીઓ (“Total Offer Size”)માં રૂ. 10,000 મિલિયન (રૂ. 1,000 કરોડ) સુધીના ઇક્વિટી શેર્સના ફ્રેશ ઇશ્યૂ
અને પ્રત્યેક રૂ. 10ની ફેસ વેલ્યુના રૂ. 9,072.69 મિલિયન (રૂ. 907.27 કરોડ)ના વેચાણ માટેની ઓફરનો સમાવેશ
થાય છે.
એન્કર ઇન્વેસ્ટર બિડીંગ તારીખ સોમવાર, 19 જાન્યુઆરી, 2026 છે. બિડ/ઓફર મંગળવાર, 20 જાન્યુઆરી,
2026 છે અને ગુરુવાર, 22 જાન્યુઆરી, 2026ના રોજ બંધ થશે.
આ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ દ્વારા ઓફર કરવામાં આવેલા ઇક્વિટી શેર્સ બીએસઈ લિમિટેડ (“BSE”) અને નેશનલ સ્ટોક
એક્સચેન્જ ઓફ ઈન્ડિયા (“NSE” and together with BSE, the “Stock Exchanges”) પર લિસ્ટ કરવાની
દરખાસ્ત છે. ઓફરના હેતુઓ માટે એનએસઈ એ નિયુક્ત શેર બજાર છે.
આઈસીઆઈસીઆઈ સિક્યોરિટીઝ લિમિટેડ, મોર્ગન સ્ટેનલી ઈન્ડિયા કંપની પ્રાઇવેટ લિમિટેડ અને જેએમ
ફાઇનાન્શિયલ લિમિટેડ આ ઓફરના બુક રનિંગ લીડ મેનેજર છે ("BRLMs").
અહીં ઉપયોગમાં લેવાયેલી પરંતુ વ્યાખ્યા ન કરાયેલી તમામ કેપિટલાઇઝ્ડ ટર્મ્સનો રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસમાં જણાવ્યા
મુજબનો અર્થ થશે.
આ ઓફર સેબી આઈસીડીઆર નિયમનોના નિયમન 31 સાથે વાંચતા એસસીઆરઆરના નિયમ 19(2) ના સંદર્ભે
કરવામાં આવી રહી છે. ઓફર સેબી આઈસીડીઆર નિયમનોના નિયમન 6 (2)ના અનુપાલનમાં બુક બિલ્ડિંગ પ્રોસેસ
દ્વારા કરવામાં આવી છે, જેમાં નેટ ઓફરના લઘુતમ 75 ટકા ક્વોલિફાઇડ ઇન્સ્ટિટ્યૂશનલ બાયર્સ (“QIBs” and
such portion the “QIB Portion”) ને પ્રમાણસર ધોરણે ફાળવણી માટે ઉપલબ્ધ રહેશે, એ શરતે કે બુક રનિંગ
લીડ મેનેજર્સ સાથે ચર્ચા કરીને અમારી કંપની સેબી આઈસીડીઆર નિયમનોના અનુપાલનમાં ક્યુઆઈબી પોર્શનનો
60 ટકા સુધીનો હિસ્સો વિવેકાધીન ધોરણે એન્કર ઇન્વેસ્ટર્સ (“Anchor Investor Portion”)ને ફાળવી શકે છે, જે
પૈકી એન્કર ઇન્વેસ્ટર પોર્શનનો 40 ટકાનો હિસ્સો નીચે મુજબ અનામત રખાશેઃ (એ) 33.33 ટકા સુધીનો હિસ્સો
સ્થાનિક મ્યુચ્યુઅલ ફંડ્સ માટે અનામત રહેશે અને (બી) 6.67 ટકા હિસ્સો લાઇફ ઇન્શ્યોરન્સ કંપનીઓ અને પેન્શન
ફંડ્સ માટે અનામત રહેશે, એ શરતે કે સેબી આઈસીડીઆર નિયમનો મુજબ ઇક્વિટી શેર્સને જે કિંમતે એન્કર
ઇન્વેસ્ટર્સને ફાળવવામાં આવ્યા છે તે અથવા તેનાથી વધુ કિંમતે સ્થાનિક મ્યુચ્યુઅલ ફંડ્સ, લાઇફ ઇન્શ્યોરન્સ
કંપનીઓ અને પેન્શન ફંડ્સ તરફથી માન્ય બિડ્સ પ્રાપ્ત થઈ હોય (“Anchor Investor Allocation Price”).
એન્કર ઇન્વેસ્ટર પોર્શનમાં ફાળવણી ન થવાના અથવા ઓછા સબ્સ્ક્રીપ્શન થવાના કિસ્સામાં બાકીના ઇક્વિટી શેર્સ
ક્યુઆઈબી પોર્શનમાં (એન્કર ઇન્વેસ્ટર પોર્શન સિવાય) ઉમેરવામાં આવશે (“Net QIB Portion”).
આ ઉપરાંત નેટ ક્યુઆઈબી પોર્શનનો 5 ટકા હિસ્સો માત્ર મ્યુચ્યુઅલ ફંડ્સને પ્રમાણસ અને નેટ ક્યુઆઈબી પોર્શનનો
બાકીનો હિસ્સો સ્થાનિક મ્યુચ્યુઅલ ફંડ્સ સહિત તમામ ક્યુઆઈબી બિડર્સને પ્રમાણસર ધોરણે ફાળવણી માટે
ઉપલબ્ધ રહેશે, જે તેમના તરફથી ઓફર પ્રાઇઝ કે તેનાથી વધુ કિંમતે મળેલી માન્ય બિડ્સને આધીન રહેશે.જો
ઓફરનો કમસે કમ 75 ટકા હિસ્સો ક્યુઆઈબીને ફાળવવામાં ન આવી શકે તો બિડની સમગ્ર રકમ (અહીં જણાવ્યા
મુજબ) રિફંડ કરવામાં આવશે. જોકે જો મ્યુચ્યુઅલ ફંડ્સ તરફથી કુલ માંગ નેટ ક્યુઆઈબી પોર્શનના પાંચ ટકા કરતા
ઓછી હશે તો મ્યુચ્યુઅલ ફંડ પોર્શનમાં ફાળવણી માટેના બાકીના ઇક્વિટી શેર્સને ક્યુઆઈબીને પ્રમાણસર ફાળવણી
માટે બાકીના ક્યુઆઈબી પોર્શનમાં ઉમેરવામાં આવશે.
આ ઉપરાંત નેટ ઓફરના મહત્તમ 15 ટકા નોન-ઇન્સ્ટિટ્યૂશનલ ઇન્વેસ્ટર્સને (“NIBs”) ફાળવણી માટે ઉપલબ્ધ રહેશે
જે પૈકી (એ) એક-તૃત્યાંશ હિસ્સો રૂ. 0.20 મિલિયનથી વધુ અને રૂ. 1.00 મિલિયન સુધીની એપ્લિકેશન સાઇઝ
ધરાવતા બિડર્સ માટે અનામત રખાશે અને (બી) બે-તૃત્યાંશ હિસ્સો રૂ. 1.00 મિલિયનથી વધુની એપ્લિકેશન સાઇઝ
ધરાવતા બિડર્સને ફાળવણી માટે અનામત રખાશે, એ શરતે કે આ બે સબ-કેટેગરીઝ પૈકીની ગમે તેમાં અંડર-
સબ્સ્ક્રીપ્શન થયેલા હિસ્સાને સેબી આઈસીડીઆર નિયમનો અનુસાર નોન-ઇન્સ્ટિટ્યૂશનલ પોર્શનની અન્ય સબ-
કેટેગરીમાં બિડર્સને ફાળવવામાં આવી શકે છે. આ ઉપરાંત, ઓફરનો મહત્તમ 10 ટકા હિસ્સો સેબી આઈસીડીઆર
નિયમનો મુજબ રિટેલ ઇન્ડિવિડ્યુઅલ બિડર્સ (“RIBs”)ને ફાળવણી માટે ઉપલબ્ધ રખાશે, જે ઓફર કિંમતે કે તેનાથી
વધુ કિંમતે મળેલી માન્ય બિડ્સને આધીન રહેશે.
આ ઉપરાંત, ઇક્વિટી શેર્સની એમ્પ્લોઇ રિઝર્વેશન પોર્શન હેઠળ અરજી કરી રહેલા લાયક કર્મચારીઓને પ્રમાણસર
ધોરણે ફાળવણી કરાશે, એ શરતે કે ઓફર પ્રાઇઝ કે તેનાથી વધુ કિંમતે તેમના તરફથી માન્ય બિડ્સ પ્રાપ્ત થઈ હોય.
તમામ સંભવિત બિડર્સે (એન્કર ઇન્વેસ્ટર્સ સિવાય) ફરજિયાતપણે એપ્લિકેશન સપોર્ટેડ બાય બ્લોક્ડ અમાઉન્ટ
(“ASBA”) પ્રોસેસ દ્વારા જ આ ઓફરમાં ભાગ લેવાનો રહેશે તથા તેમના સંબંધિત ASBA ખાતાની વિગતો
(યુપીઆઈ બિડર્સના કિસ્સામાં યુપીઆઈ આઈડી સહિત) (અહીં જણાવ્યા મુજબ) પૂરી પાડવાની રહેશે જેમાં
ઓફરમાં ભાગ લેવા માટે સેલ્ફ સર્ટિફાઇડ સિન્ડિકેટ બેંકો (“SCSBs”) અથવા યુપીઆઈ મિકેનિઝમ હેઠળ બિડની
સંબંધિત રકમ બ્લોક કરવામાં આવશે. એન્કર ઇન્વેસ્ટર્સને ASBA પ્રોસેસ દ્વારા ઓફરના એન્કર ઇન્વેસ્ટર પોર્શનમાં
ભાગ લેવાની પરવાનગી નથી.
