Virat Gujarat
ઓટોમોબાઈલગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

જેએલઆર ઇન્ડિયાએ યુકેથી આયાત કરાયેલ રેન્જ રોવર CBU મોડલ્સના ભાવમાં સુધારાની જાહેરાત કરી

  • યુકે-ભારત FTA અમલીકરણની અપેક્ષામાં, જેએલઆર ઇન્ડિયાએ યુકેથી આયાત કરાયેલ રેન્જ રોવર CBU મોડેલ્સની પુનઃકિંમતની જાહેરાત કરી
  • આ રીપ્રાઇસિંગથી લાભ મેળવનારા મુખ્ય મોડલ્સ આ મુજબ છે:
    o રેન્જ રોવર SVના ભાવમાં ₹ 425 લાખથી ઘટાડીને ₹ 350 લાખ કરવામાં આવ્યા છે
    o રેન્જ રોવર સ્પોર્ટ SVના ભાવમાં ₹ 275 લાખથી ઘટાડીને ₹ 235 લાખ કરવામાં આવ્યા છે
  • સ્થાનિક રીતે ઉત્પાદિત મોડેલો, જેમાં રેન્જ રોવર, રેન્જ રોવર સ્પોર્ટ, રેન્જ રોવર ઇવોક, રેન્જ રોવર વેલાર અને ડિસ્કવરી સ્પોર્ટનો સમાવેશ થાય છે, તેના ભાવ પર FTA નો કોઈ પ્રભાવ પડશે નહીં
  • ડિફેન્ડર અને ડિસ્કવરીના હાલના ભાવ માળખામાં કોઈ ફેરફાર કરવામાં આવશે નહીં, કારણ કે આ મોડલ્સ યુરોપના સ્લોવાકિયામાં ઉત્પાદિત થાય છે, જે આ FTA હેઠળ આવતા નથી.

મુંબઈ, ભારત | ૦૫ મે ૨૦૨૬ | ભારત-યુકે FTAના અમલીકરણની પૂર્વ તૈયારીમાં, જેએલઆર ઇન્ડિયાએ આજે યુકેથી આયાત થતા રેન્જ રોવર CBU મોડલ્સના ભાવમાં પુનઃનિર્ધારણ કરવાની જાહેરાત કરી છે. FTAનો લાભ મેળવનારા મુખ્ય મોડલ્સમાં રેન્જ રોવર SV અને રેન્જ રોવર સ્પોર્ટ SVનો સમાવેશ થાય છે.

આ જાહેરાતના ભાગરૂપે, રેન્જ રોવર SV ની કિંમત ₹ 425* લાખથી ઘટાડીને ₹ 350 લાખ કરવામાં આવી છે. રેન્જ રોવર SVના વેલ્યૂ પ્રપોઝિશનને વધુ મજબૂત બનાવવામાં આવ્યું છે, જેમાં પ્રથમ વખત સ્ટાન્ડર્ડ તરીકે ગ્લોસ અને સેટિન ફિનિશમાં SV અલ્ટ્રા મેટાલિક પેઇન્ટ્સનો સમાવેશ કરવામાં આવ્યો છે.

તેમજ, રેન્જ રોવર સ્પોર્ટ SVના ભાવમાં ₹ 275* લાખથી ઘટાડીને ₹ 235 લાખ કરવામાં આવ્યા છે, જેના કારણે તેની બજારમાં સ્થિતિ વધુ મજબૂત બની છે. સુધારેલા ભાવ FTA હેઠળ લાગુ થયેલી નવા ડ્યુટી માળખાને પ્રતિબિંબિત કરે છે અને તે તાત્કાલિક અમલમાં આવશે. (* એક્સ-શો રૂમ પ્રારંભિક કિંમત)

જેએલઆર ઇન્ડિયાના મેનેજિંગ ડિરેક્ટર શ્રી રાજન અંબાએ જણાવ્યું: “ભારત-યુકે FTAના અમલીકરણની પૂર્વ તૈયારીમાં, અમને અમારા ગ્રાહકો સુધી તેના લાભો પહોંચાડતા આનંદ થાય છે. રેન્જ રોવર SV અને રેન્જ રોવર સ્પોર્ટ SV ની અપડેટ કરેલી કિંમત અમારા ‘કસ્ટમર-ફર્સ્ટ’ અભિગમ અને ગ્રાહકો સાથે લાંબા ગાળાના સંબંધો બનાવવાની અમારી પ્રતિબદ્ધતાને દર્શાવે છે. અમને વિશ્વાસ છે કે આ FTA દ્વારા વધુ ગ્રાહકોને આકર્ષક અને પ્રતિષ્ઠિત SV પોર્ટફોલિયોનો અનુભવ કરવાની તક મળશે અને જેએલઆર ઇન્ડિયાની વૃદ્ધિની વાર્તાને વધુ મજબૂત બનાવશે.”

યુકે-ભારત FTA દ્વારા રેન્જ રોવર, રેન્જ રોવર સ્પોર્ટ, રેન્જ રોવર ઇવોક, રેન્જ રોવર વેલાર અને ડિસ્કવરી સ્પોર્ટ સહિત સ્થાનિક સ્તરે ઉત્પાદિત મોડેલોના ભાવ પર કોઈ અસર થશે નહીં.

ડિફેન્ડર અને ડિસ્કવરી તેમના વર્તમાન ભાવ માળખાને જ જાળવી રાખશે, કારણ કે આ મોડલ્સ યુરોપના સ્લોવાકિયામાં ઉત્પાદિત થાય છે અને તેથી યુકે-ભારત FTAના દાયરામાં આવતાં નથી.

Related posts

કોગ્નિઝન્ટે બેંગલુરુમાં નેક્સ્ટ-જનરેશન સાયબર ડિફેન્સ સેન્ટરનું અનાવરણ કર્યું

viratgujarat

રેમેડિયમ લાઇફકેરે બીજા ત્રિમાસિક ગાળાના પ્રભાવશાળી પરિણામો જાહેર કર્યા, નફો બમણો થઈને ₹ 862.34 લાખ નોંધાયો

viratgujarat

ઉડ્ડયનમાં નવો યુગ: નવી મુંબઈ આંતરરાષ્ટ્રીય વિમાનમથક ઉંચી ઉડાનના માટે તૈયાર!

viratgujarat

Leave a Comment